STORYMIRROR

Shaurya Parmar

Comedy

0.9  

Shaurya Parmar

Comedy

હાસ્ય પ્રસંગ

હાસ્ય પ્રસંગ

1 min
19K


જીવનમાં ઘણા પ્રસંગ એવા બને જે હંમેશ માટે યાદ રહી જાય અને જ્યારે જ્યારે એ યાદ આવે ખૂબ હસવું આવે.એવોજ એક પ્રસંગ મારા જીવનમાં બન્યો.

મારો એક મિત્ર છે, નામ એનું વિક્ટર. જુવાનીના કારણે લગ્નની વાતો ચાલતી. મને પણ કહેવામાં આવ્યું હતું કે કોઈ છોકરી હોય ધ્યાનમાં તો કેહવુ.મારી પાક્કી દોસ્તીને કારણે મેં પણ તપાસ હાથ ધરી. જે કોઈ ખ્રિસ્તી મિત્રો હોય એમને હું જણાવતો, "મારે એક મિત્ર છે. જેનું નામ વિક્ટર છે. ઉંમર ત્રીસ વર્ષ અને સરકારી નોકરી કરે છે. પોતાનું ઘર છે અને પલ્સર બાઈક રાખે છે." આટલું સાંભળતા જ સામેવાળા જોતા રહેતા અને હસીને જવાબ આપતા કે વાંધો નઈ કોઈ હશે તો જરૂર જણાવીશું. મને આશા બંધાતી કે હવે પાકું થઈ જશે. હું બરાબર લગ્નમાં નાચીશ. અંતે હું ટાંક મારતો કે વિક્ટર મેથોડિસ્ટ છે એ ધ્યાન રાખજો. એ લોકો સમજી જતાં અને કેહતાં સારું ધ્યાન રાખીશું.

પણ અમારા એક શિક્ષક ખૂબ ઉત્સાહી. એમને મેં આ વાત કરી.એ સાહેબે મારા કરતા પણ વધુ ઉત્સાહ બતાવ્યો. મને કીધું કે એક છોકરી છે. નર્સ છે. લાવો ફોન કરીને પૂછી જોઉં. મેં ભાર દઈને કીધું કે ભાઈ મેથોડિસ્ટ છે ? એવું પૂછજો.તેમનું અંગ્રેજી થોડું ભારે. ફોન કરતાને સાથે પેલી છોકરીને પૂછ્યું, "હેલો તમે એથલેટિક છો?" સામેથી જવાબ આવ્યો, "હું નર્સ છું." હું હસી હસીને આડો પડી ગયો.

હજુ શોધખોળ ચાલુ છે. કોઈ હોય તો જણાવજો. તમારો મિત્ર શૌર્ય.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Comedy