Pravina Avinash

Inspirational

3  

Pravina Avinash

Inspirational

હાશકારો

હાશકારો

7 mins
7.4K


અમેરિકા આવ્યે ૪૦ વર્ષ થયા. જુવાની અમેરિકામાં પસાર થઈ. જો કે માતૃભૂમીની યાદ દિલમાં હજુ અકબંધ છે. ખરું પૂછો તો બંને દેશ પ્રત્યે સંપૂર્ણ વફાદારી જળવાય તેનો સતત પ્રયત્ન રહ્યો છે. એક જન્મ્ભૂમી જ્યારે બીજી કર્મભૂમી, કઈ વધારે વહાલી? આ પ્રશ્ન અસ્થાને ગણાશે.મુખ પર શાંતિ અને સમગ્ર અસ્તિત્વમાં ‘હાશકારો’ જ્યારે જીવન અસ્તાચલ તરફ પ્રયાણ કરી રહ્યું છે! શાને કારણે આજે આવી સુંદર ભાવના દિલમાં પ્રસરી રહી હતી ? જિંદગી સફળતા પૂર્વક જીવવામાં સહાય કરનાર પરિવાર, મિત્રમંડળ અને અમેરિકાના જિવન દરમ્યાન વણાયેલી પ્રવૃત્તિઓ !

નિરંજન અને નેહાએ સાથે સરખી મહેનત કરી બન્ને બાળકોનું ભવિષ્ય બનાવવા પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો. જિંદગીના એ તબક્કામાં મહેનત કરી બાળકોને પ્રેમથી ઉછેર્યા. સંસારની વાડી મઘમઘતી બનાવવા નેહા ઘરે રહીને સહુને ખુશ રાખતી. થોડા ઘણાં કમપ્યુટરના કોર્સ કર્યા. રીયલ એસ્ટેટની પરીક્ષા પસાર કરી લાઈસંસ મેળવ્યું. નેહાએ હસતે મુખડે નિરંજનનું કહેવું માની લીધું. નોકરીનો વિચાર ત્યજ્યો.

બકુલને ગૉલ્ફ ગમે. ખુશ્બુને ભારતિય નૃત્ય ઉપરાંત બૉલિંગ. બધે સ્પર્ધામાં લાવવા લઈ જવા નેહા તૈયાર. કદી મુખ પર થાક નહીં. બાળકો પણ મમ્મી જે કરતી તેથી પ્રભાવિત થતાં. મમ્મીને ખૂબ પ્યાર આપતા. આ દેશમાં સુખી અને સંતોષી પરિવાર જોવું હોય તો નેહા અને નિરંજનનો દરવાજો ખડખડાવજો. કદાચ ખોટા યા બિન જરૂરી ખર્ચા નહી કરી શકતા હોય.બાળકોને કદી ઓછું આવવા ન દેતા.

આજે નિરંજન હયાત નથી. નેહાના મુખ પરની સંતોષની રેખા અને હ્રદયમાં ‘હાશ’ જોઈને જ્યાં હશે ત્યાંથી આશિર્વાદ આપી ખુશ થતો હશે. નેહએ વિચાર ખંખેર્યા. ભગવાનનો આભાર માની વર્તમાનની જીંદગીમાં આવી પહોંચી. નિરંજન રગરગમાં સમાયો હતો. તેની યાદગીરી બે સુંદર બાળકો બકુલ અને ખુશ્બુ. બંને ભણીગણીને સુંદર પાત્ર મેળવી જિંદગીમાં સ્થાયી થયા હતા. ખુશ્બુને મિલન ભારત લઈ ગયો. ત્યાં ખુશ હતી.

‘અરે, આજે ભારતથી નાની નણંદ આવવાની છે. બ્રાન્ડી યુ વિલ ગો ટુ ધ એરપૉર્ટ?’ બકુલ ઑફિસે જતા બોલી ઉઠ્યો.

‘યસ ડાર્લિંગ.’

બ્રાન્ડીને પરણેલો બકુલ તેને થોડું ગુજરાતી શિખવાડવામાં સફળ થયો હતો. બ્રાન્ડી વૉઝ ફુલ્લી અવેર કે બકુલ લવ્સ હિઝ સિસ્ટર ટુ મચ.શી ઇઝ હિઝ બેબી સિસ્ટર. વેરી સ્માઈલી એન્ડ લવિંગ. તેનું નામ હતું ખુશ્બુ જે બ્રાન્ડીને બહુ ગમતું. ખુશ્બુ શબ્દનો અર્થ તેને બરાબર યાદ રહી ગયો હતો. ઘણીવાર બકુલને કહેતી, ‘વેન વી વિલ હેવ ડૉટર, આઈ વિલ નેમ હર ખુશ્બુ ટુ.’ આ સાંભળી બકુલ, બ્રાન્ડીને કીસ અને હગ આપતો.

વિલ યુ ? —-

બકુલ વાક્ય પુરું કરે તે પહેલાં બ્રાન્ડી બોલી, ‘હની આઈ વિલ પાર્ક માય કાર ઈન ગરાજ એન્ડ વીલ ગો ટુ ધ ગેટ ફોર રિસિવિંગ હર.’

બકુલને હૈયે ટાઢક થઈ. બ્રાન્ડી સાથે બે વાર ભારત ગયો હતો. ખુશ્બુ પહેલીવાર લગ્ન પછી અમેરિકા આવી રહી હતી. પરદેશ ફરવા મિલન સાથે ઘણીવાર ગઈ હતી.અમેરિકા આવવા માટે અનુકૂળ સમયની રાહ જોતી હતી. ખુશ્બુ લગ્ન બાદ ભારત સ્થાયી થઈ હતી. મિલન યુ્.ટી.માં ભણવા આવ્યો હતો. ખુશ્બુને પ્યાર કરી ભારત ભગાડી ગયો.

ભારતની જિંદગીમાં ગોઠવાતા ખુશ્બુને બહુ વાર ન લાગી. ઘરનું ઉષ્મા ભર્યું વાતાવરણ અને મિલનનો પ્રેમ પૂરતા હતાં. બાળપણમાં દાદા, દાદી તેમજ નાના, નાની અને પરિવારને મળવા અવારનવાર ભારત જતાં. કુટુંબમાં સહુનો પ્રેમ પામી આનંદ સહિત અમેરિકા પાછા આવતાં. ખુશ્બુ તેથી ભારતની ‘લાઈફ સ્ટાઈલ’થી પરિચિત હતી. મિલનના સુખી પરિવારે ખુશ્બુને આવકારી અને ‘એડજસ્ટ’ થવાનો સમય આપ્યો. ખુશ્બુ ખૂબ પ્રભાવિત થઈ. એમ.બી.એ. થયેલી ખુૂશ્બુ અને મિલને ‘જોઈન્ટ વેન્ચર’ શરૂ કર્યું.

બકુલે કાર્ડિયોલોજીસ્ટ થઈ બ્રાન્ડી સાથે પ્રભુતામાં પગલાં પાડ્યા. કોઈ પણ હિસાબે મારી મમ્મી એકલી નહી રહે, એ વાત બ્રાન્ડીને પ્રેમથી સમજાવી. નેહાની એક વાત ન માની. નેહા એવી સરસ રીતે એડજ્સ્ટ થઈ કે બ્રાન્ડીને જરા પણ વાંધો ન આવ્યો.

બકુલ બંને વચ્ચે સમતુલા જાળવવામાં સફળ પુરવાર થયો. ખુશ્બુના લગ્ન પછી નિરંજનનું અકસ્માતમાં ઘટના સ્થળે પ્રાણ પંખેરું ઊડી ગયું હતું. આજે એ વાતને પાંચ વર્ષ થઈ ગયા હતા. ખુશીમાં વધારો થવાનો હતો.

બકુલ અને બ્રાન્ડીને પ્રથમ બાળક આવવાનું હતું. ફોઈબા પોતાનું દાપુ લેવા આવી પહોંચ્યા. બાળક ધરતી પર પગરણ માંડે પછી મિલન આવવાનો હતો. ધંધામાંથી પંદર દિવસ ફાજલ પાડવા તેને માટે ઘણાં કહેવાય !

બ્રાન્ડીને જોઈ ખુશ્બુ ખુશ થઈ. તેમાં પાછી ગેટ ઉપર લેવા આવી! આનંદવિભોર થઈ ઊઠી. ખુશ્બુએ હ્યુસ્ટાન આવવા માટે ન્યયોર્કથી ડૉમેસ્ટિક ફ્લાઈટ લેવાની હતી. એર ઈન્ડિયા ન્યૂયોર્ક સુધી જ આવે છે.

સવારથી ઘરમાં થતી ચહલપહલ નિરખી નેહા સમજી ગઈ આજે ખુશ્બુ ભારતથી આવી રહી છે. બ્રાન્ડી અને બકુલ વાત કરી હતી પણ તેને યાદ ન હતું.

એરપૉર્ટ જતાં બ્રાન્ડી કહીને ગઈ, ‘મમ્મા પ્લિઝ મેક સમથિંગ વૉટ ખુ્શ્બુ લાઈક્સ.’ નેહાને ગમ્યું, ખુશ્બુની પસંદગીની વાનગી બનાવવાનું કહ્યું. નેહાએ સરસ મજાનાં તાજી મેથીની ભાજીના મુઠિયા અને શીરો બનાવ્યા. જે ત્રણેય જણાંને પસંદ હતાં. બ્રાન્ડી પ્રેગનન્ટ હોવાને કારણે તળેલું ખાતી ન હતી. બકુલ વહેલો ઘરે આવવાનો હતો. બ્રાન્ડી, ખુશ્બુને લઈને આવી ત્યારે તેમની પાછળ તે પણ આવી પહોંચ્યો.

‘હે, ખુશ્બુ કેવી રહી પ્લેન જર્ની ?’

‘બડે ભૈયા, થાકી ગઈ છું.તને અને ભાભીને જોઈને થાક ઉતરી ગયો. મમ્મી તું ક્યાં છે?’

‘આવી.’ નેહાને ઉમરને કારણે ચાલતાં વાર લાગતી. ખુશ્બુ પહેલાં તો મમ્મીને પગે લાગી. ‘અરે મમ્મા તું તો ખૂબ સુંદર દેખાય છે. તારા મોઢા પરની શાંતિ મને ખૂબ ગમે છે.’

‘બેટા, જે માના બાળકો આટલા પ્યારાને સમજુ હોય તેના જીવનમાં અને મુખ પર અનેરી શાંતિ અને હ્રદયમા’હાશકારો’ હોય.’

‘બ્રાન્ડી શૉ હર બાથરૂમ , શી વિલ ફ્રેશન અપ’.પછી બધા સાથે બેસીએ’ બકુલ બોલ્યો. નેહાએ બધાની ભાવતી મેંગો લસ્સી પણ બનાવી હતી. વર્ષો્થી અંહી રહેતી તેથી ટેબલ પણ સરસ સેટ કર્યું હતું. બધા આનંદથી ડાઈનિંગ ટેબલ પર ગોઠવાયા. હેડ ઓફ ધ ફેમિલિની જગ્યા પર નેહા બેસે એવો બ્રાન્ડીનો આગ્રહ રહેતો. નેહા અને બકુલે તે માન્ય રાખ્યો હતો.

નેહા પોતાને મનગમતી બધી પ્રવૃત્તિ કરતી. બ્રાન્ડી ઘણી વખત વિચાર કરતી, ‘બકુલ’સ મૉમ ઈઝ વેરી ટેલન્ટેડ લેડી. શી કિપ્સ વેરી પૉઝિટિવ એટિટ્યુડ ટૉવર્ડઝ લાઈફ.’ તેણે બ્રાન્ડીને વાતવાતમાં મેન્શન કર્યું હતું કે નાઉ ઈટ ઈઝ અ પેબેક ટાઇમ ટુ સોસાયટી.’

‘બ્રાન્ડી વૉઝ પ્લિઝ્ડ ટુ નૉ મધર-ઇન-લૉઝ વ્યુઝ ફોર ધ ગ્રોઈંગ એજ.’

બ્રાન્ડી હતી અમેરિકન પણ નેહાની સાથે રહીને ઈંડિયા વિષે ઘણું જાણતી. ભારત ગઈ ત્યારે ખુશ્બુ પાસેથી ઘણું બધું શીખી હતી. બકુલ કાર્ડિયોલોજીસ્ટ હતો. ઘરમાં કશી વાતની કમી ન હતી. કસ્ટમ મેડ ઘર પણ એવું સુંદર બંધાવ્યું કે ઘરને લગોલગ નાનું બે બેડરૂમનું ગેસ્ટ હાઉસ. જ્યારે પણ નેહાની પહેચાનવાળા આવે તો તેમને જરા પણ અતડું ન લાગે.

બધા સાથે જમ્યા અને આરામ ફરમાવ્યો. વાત જાણે ખૂટતી ન હતી. સવારે બકુલને વહેલાં જવાનું હતું એટલે બન્ને જણા બેડરૂમમા ગયા. ખુશ્બુ મમ્માની સાથે તેના બેડરૂમમાં તેને વળગી વાતો કરતી હતી. ખુશ્બુ મમ્મીને વાત કરવાની તક ન આપતી. બસ તેનો ‘ઑલ ઈન્ડિયા રેડિયો’ ચાલુ રહ્યો.

અંતે જ્યારે સૂવા માટે નાઈટ લેમ્પ ચલાવ્યો અને બાકી બધી લાઈટ બંધ થઈ ત્યારે નેહા બોલી, ‘ખુશ્બુ મને લાગે છે. બકુલ અમેરિકનને પરણ્યો તેમાં કશું ખોટું નથી કર્યું. તું નહી માને, દેશી કરતાં આ પરદેશી મને પ્યાર અને ઈજ્જત આપે છે. કોઈ પણ વસ્તુમાં તેને કહું તો યસ મૉમ, યુ આર રાઈટ ‘. ખબર નહી દેશી પણ મને આપત, પણ ભાઈ મને તો અનુભવ આ અમેરિકનનો છે !’

ખુશ્બુ ઉંઘ આવતી હતી છતાં પણ બોલ્યા વગર ન રહી શકી,’ મમ્મી તારી નબળાઈઓ સાથે અમે તને પ્રેમ કરીએ છીએ. દુનિયામાં કોઈ પણ વ્યક્તિ એવી નથી જેનામાં કોઈ ખોટ ન હોય ?’ તું અમારી મમ્મી છે. આ દુનિયામાં અમને લાવનાર, પ્યાર અને સંસ્કાર આપી ઉછેરનાર તું છે. તું અને પપ્પાએ અમેરિકા આવી કેટલી મહેનત કરી હતી.એ તો મમ્મી મિલન સાથે પ્રેમ થયો અને હું કાયમ માટે ભારત સ્થાયી થઈ. મૉમ, તું ખુશ છે એ જાણી આનંદ થયો’ .

‘બસ હવે બહુ થયું , ચાલ સૂઈ જા.’ નેહાને વિક એન્ડમાં અમેરિકન બેબી શાવરની તૈયારી કરવાની હતી બીજા વિક એન્ડમાં હિંદુ વિધી પ્રમાણે સિમંતનો પ્રસંગ રાખ્યો હતો. બેબી શાવરની પાર્ટીમાં બ્રન્ડીની જોબની ફ્રેંડ્સ અને સિમંતના પ્રસંગે નેહા અને બકુલના મિત્રો હતાં. બ્રાન્ડીનું ફેમિલી બંને વખતે હાજર હતું. તેમની ભારતિય પદ્ધતિ ખૂબ ગમી.

બન્ને પ્રસંગ ખૂબ સરસ રીતે ઉજવાયા. બસ હવે બે અઠવાડિયાની વાર હતી. બધા બાળકના જન્મની રાહ જોઈ રહ્યા હતા. નવા આંગતુકને નિહાળવા, તેની સરભરા કરવા મોંઘેરા મહેમાનને પ્યારથી આવકારવા થનગની રહ્યા હતા. સહુથી પહેલું ગ્રાન્ડ ચાઈલ્ડ હતું. આનંદનો અવધિ ઉછળી રહ્યો. નેહાને નિરંજનની યાદ સતાવતી. બકુલના જન્મ વખતે તેના વદન પર અંકિત થયેલો આનંદ આજે પણ નેહાને યાદ હતો.

વહાલમાં કહે, ‘સાલા મૈં તો બાપ બન ગયા.’

નેહા ગણગણી, ‘સાલા મૈં તો દાદા બનુંગા !’

નેહાએ બાકીની બીજી લાઈન પૂરી કરી.

‘યાર, મૈ તો દાદાકે બીના દાદી બનુંગી.’

હસવું અને રડવું ચોખ્ખું તેના મુખ પર તરવરી રહ્યું. રડવાનો ભાવ ખંખેરી દીધો. ખુશી પ્રગટી ઊઠી. બ્રાન્ડી તેમજ બકુલ જાણતા હતા કે આવનાર આંગતુક ‘દીકરો’ છે. તેના માટે સરસ નર્સરી તૈયાર કરી હતી. ગુંથવા અને ભરવામાં કુશળ નેહાએ ખૂબ સુંદર બેબી બ્લેન્કેટ બનાવ્યું હતું. તેના માટે ટોપી અને મોજા ગુંથ્યા હતા. અરે, તેના રૂમને શુશોભિત કરવા સ્ટ્ફ બલુન બનાવીને દિવાલ પર લગાવ્યા. બ્રાન્ડી સુંદર બેબીને અનુકૂળ ફોટો લાવી રૂમની ભીંતો શણગારી.

બ્રાન્ડી અને બકુલનું બાળક ખૂબ સુંદર હતું. રંગ બ્રાન્ડીનો અને રૂપ બકુલનું. ઝુલ્ફાં વાંકડીયા, જાણે નિરંજનની આબેહૂબ પ્રતિકૃતિ ! મિલનના મમ્મીએ કલ્લઈ મોકલાવી હરખ દર્શાવ્યો. મિલન સમયસર આપેલા બોલને પાળવા આવી પહોંચ્યો.

નેહા સુખી પરિવાર અને તેમનો નિર્મળ પ્યાર જોઈ ‘હાશકાેરો’ પામી. અચંબો તો ત્યારે થયો જ્યારે બ્રાન્ડીએ કહ્યું, ‘બકુલ, હાઉ ઈફ વી નેમ બબી બૉય, આફ્ટર યૉર લવિંગ ડેડ. યુનેનિમસલી ધે ડીસાઈડેડ બેબી’સ નેમ ‘નીરજ.’


Rate this content
Log in

Similar gujarati story from Inspirational