STORYMIRROR

Pravina Avinash

Inspirational

3  

Pravina Avinash

Inspirational

ગુંજન

ગુંજન

4 mins
7.9K


ગુંજનના ગણગણાટ દ્વારા ધ્વનિ ચારે દિશામાં ગાજી રહ્યો હતો. ચડતા સૂરજને સહુ પૂજે. આથમતા સૂરજને કોઈ માણે કે ન માણે ઉગતો સૂરજ હમેશા આવકારદાયક રહ્યો છે. ગુંજન જ્યારે ધ્વનિને વરી ત્યારે મીઠું ગુંજી શકતી હતી. હા, તેથી જ તો ધ્વનિ તેના પર મોહ્યો હતો. બાકી ગુંજનમાં એવું ખાસ શું તેને જણાયું? જીવનમાં માત્ર મીઠું બોલો તો તમે જીવનની બાજી કદી ન હારો. ભલે પછી તમારા મનમાં શું છે તેનો વિચાર કદી કોઈ કરતું નથી. એમાં ધ્વનિ તો કાયમ તે પ્રત્યે ઉદાસી ધરાવે.

મનમોજી ધ્વનિ, ગુંજન પીવડાવે તેટલું પાણી પીએ. તેને મન ગુંજન વસંત ઋતુ્માં ચહેકતી કોયલ હતી. ગુંજન ધ્વનિની આ નબળાઈ પરખી ગઈ હતી. જેનો લાભ ઉઠાવવાનું ચૂકતી નહી. ધ્વનિ ખૂબ કુશળ અને સફળ વેપારી સાબિત થયો. જેમ જેમ ધ્વનિને સાફળતા વરતી ગઈ તેમ તેમ ગુંજન બેફામ બનતી ગઈ.

મીઠા બોલની અંદર સઘળું છુપાઈ જતું. જો માનવીની જીંદગી માત્ર મીઠા બોલ ઉપરજ સફળ થતી કહેવાતી હોય તો બાકી બધા ગુણોની કશી કિમત નહી ? સત્યને પણ એકવાર હાર કબૂલી કાન પકડાવે આ મીઠા બોલ. ધ્વનિ આ સઘળી રાજ રમતથી અણજાણ.

ગુંજન અને ધ્વનિ શાળાકાળ દરમ્યાન હૂ તૂ તૂની રમત રમતા. છોકરાઓ તેને પકડવાને બદલે લાંબુ હૂ તૂ તૂ તૂ તૂ બોલાવતા અને જ્યારે આટાપાટા રમતા હોય અને ગુંજન મોભ બની હોય ત્યારે ધ્વનિ તેને પસાર કરવાને બદલે બસ નીરખ્યા કરતો. તેથી તો ગુંજન માંડ ધક્કા મારીને બી.એ. થઈ. ગુંજન એમ. બી.એ. કરી પિતાજીના ધંધામા જોડાયો. લગ્ન તો માત્ર ગુંજન સાથે કરીશ એ જીદ પાસે મમ્મી અને પપ્પાએ નમતું જોખ્યું. બાકી માણસ પારખુ ધ્વનિના પિતા જાણતા હતા કે ગુંજનને માત્ર ધ્વનિ સાથે સંબંધ છે. તેને માતા અને પિતાથી અળગો કરશે. આમે ગુંજનની માતાનો વ્યવહાર કેવો હતો એ સમાજમાં સહુ જાણતા હતા ધ્વનિની જીદ પાસે બન્ને જણાએ નમતું જોખ્યું.

મધુરજનીની મોજ માણીને આવ્યા અને ગુંજન દ્વારા ઘરમાં ઘોંઘાટ શરૂ થઈ ગયો. જેમ ધ્વનિ સમજાવતો જાય તેમ ગુંજન વધારે ઉશ્કેરાય. વાત વધુ વણસે એ પહેલાં ધ્વનિના પિતાજીએ તેમના માટે સરસ મજાનો ફ્લેટ કોલાબા પર લીધો. તેઓ રહે મલબાર હિલ અને ફ્લેટ લીધો કોલાબા જેથી આવવાનું સરળ ન રહે. બાપ દીકરા ઓફિસમાં મળે. મમ્મીને મન થાય ત્યારે ટિફિન લઈને બન્નેને જમાડવા આવતી.

ગુંજન ઘરમાં પાર્ટીઓમાં મસ્ત રહેતી. તેનું ગ

ુંજન મિત્ર મંડળને પણ ખૂબ આકર્ષતું. ધ્વનિ જોયા કરતો પણ જો કાંઈ બોલે તો ગુંજન ગુંજવાને બદલે તીણી ચીસ પાડે, જાણે ગાડીની વ્હીસલ વાગતી હોય. લગ્ન પહેલાની ગુંજન અને લગ્ન પછીની ગુંજનમાં તફાવત ન સમજે એવો ધ્વનિ નાદાન નહતો. એકવાર તો પાગલ જેવો વિચાર આવી ગયો,’આખી જીંદગી પપ્પા હંમેશા સાચા કેમ ઠર્યા છે’? તેમની વાત ન સાંભળવા બદલ દિલથી તેમની ક્ષમા માગી. હવે આ રાંડ્યા પછીનું ડહાપણ શું કામનું?

ધ્વનિએ મનોમન નિર્ધાર કર્યો. ગુંજનને પાછી ગુંજતી કેવી રીતે કરી શકું? આ પ્રશ્ન માત્ર જટિલ નહી મુશ્કેલ પણ હતો. ધ્વનિ હવે હજૂરિયા જેવો પતિ બની ગયો. તેને થયું રોજની રામાયણ કરતા ગુંજન ખુશ હશે તો ઘરમાં તો શાંતિ મળશે. મમ્મી પપ્પાને સમજાવ્યા કે એ ગુંજનને સહી રસ્તા પર લાવવામાં કામિયાબ થશે.

ગુંજનને સારા દિવસો રહ્યા. તેના મમ્મી અને પપ્પા સૂરત રહે. રોજ તો દીકરીનું ધ્યાન ન રાખે. ધ્વનિના મમ્મી મહારાજ પાસે ગુંજનનું મનગમતું ખાવાનું બનાવી મોકલે. ગાડીનો ડ્રાઈવર ટિફિન આપી જાય. ગુંજનને જરા પણ તકલીફ જણાય તો મમ્મી આવીને ધ્યાન રાખે અને રાતના ઘરે જતા રહે. ગુંજનને ગમે પણ પોતાનો રૂઆબ જરા પણ ઓછો ન કરે. સીંદરી બળે પણ વળ ન છૂટે !

ગુંજનના મમ્મી બે મહિના રોકાવા આવ્યા ત્યારે  સિંદરીના મમ્મી બહુ ફરકતા નહી. જ્યારે પ્રસૂતિનો સમય નજીક આવ્યો ત્યારે  ધ્વનિના મમ્મી આખી રાત ગુંજન સાથે હૉસ્પિટલમાં રોકાયા. ગુંજનને સી સેક્શન હતું. બાળકને શ્વાસમાં તકલીફ જણાઈ. હૉસ્પિટલમાં અઠવાડિયું રાખવો પડે તેમ હતું. દરરોજ મમ્મી સવારથી સાંજ ત્યાં બાળક પાસે હોય. ધ્વનિને થતું મમ્મી આટલું બધું કરે છે. માતો મા છે. પછી તે દીકરીની હોય કે દીકરાની.

ગુંજનને અનૂકુળ હોય ત્યારે તેના ખોળામાં આપે. નહિતર ૨૪ કલાક પોતે તેને સાચવે. રાતના ઉજાગરા પણ ન ગણકારે. આવનાર બાળક ખૂબ નસીબદાર હતું. “બાળક જન્મે ત્યારે માતાનો પણ જન્મ થતો હોય છે. ” માતૃત્વમાં મગ્ન ગુંજન માતાની લાગણીઓનો શિકાર થઈ ચૂકી હતી. ગુંજનની વિચાર શૈલીએ રાહ બદલ્યો. એક માતાની દૃષ્ટી પામનાર ગુંજન હવે અલગ એંગલથી ધ્વનિની મમ્મીને નીરખવા લાગી. ગુંજન જ્યારે પોતાના વહાલા દીકરાને જોઈ ગુંજતી ત્યારે મનની બીતરમાં એક વખત વિચાર ઝબકી ગયો, ‘ધ્વનિને પણ તેના મમ્મી એટલે જ બહુ પ્યાર કરે છે !ધ્વનિ તેમનો એકનો એક દીકરો છે!'

બસ ત્યારથી ગુંજનનું ગુંજન ચારેકોર ઘરમાં ફેલાઈ ગયું.


Rate this content
Log in