Razia Mirza

Crime Drama

4.3  

Razia Mirza

Crime Drama

ગુનગુન" સત્યઘટના"

ગુનગુન" સત્યઘટના"

2 mins
766


એક હતી ગુનગુન

એનો અવાજ ,એની ચાલ,એની દ્ર્ષ્ટિ,એનું હાસ્ય, બધું એના નામ પ્રમાણે હતું. સદા ગુનગુનાતી રહેતી ગુનગુન.

સફેદ વસ્ત્રો માં પણ સ્મિત વેરતી રહેતી ગુનગુન ,બેરેક ની બહાર આવતી તો અજવાળું ,બેરેક માં રહેતી તો પણ અજવાળું જ. ઘણી બધી ખૂબીઓ થી ભરપૂર હતી ગુનગુન.

એને જોઈને કોઈને લાગતું જ નહોતું કે તે એક ‘કેદી’ છે. વયસ્ક કેદીબહેનો ને શિક્ષિત કરવાની એની જવાબદારી હતી. જેલ ના દરેક સાંસ્કૃતિક કાર્યક્રમમાં એ ભાગ લેતી જ હોય. અને એ પાત્રમાં એટ્લી તો ગળાડૂબ થઈ જાય કે.....

અરે હમણાં જ એક કાર્યક્રમ માં તેણે ભાગ લીધો હતો,એના ભૂતકાળ પર જ જાણે સ્ક્રિપ્ટ લખાઈ હતી. એનો રોલ હતો દારુડિયા પતિની પત્નિનો. ઘરના કકળાટમાં પતિને ભૂલથી ધક્કો વાગી જતાં એ ટેબલ સાથે અથડાઈ ને મરી જાય છે ત્યારે તેનો પડોશી કકળાટ સાંભળીને આવી પહોંચે છે. અને પતિના મોતના કેસમાં ગુનગુન સાથે તેનો પડોશી પણ જેલના સળિયા પાછ્ળ ધકેલાઈ જાય છે. નાના બાળકો અનાથાશ્રમ માં મૂકાઈ જાય છે. જેલમાં ગુનગુન ઘણા બધા ઉધ્યોગો શીખી જાય છે. ઓપનયુનિવર્સિટી થી બી.એ. થઈ જાય છે. અને આ દરમ્યાન જ કોઈ કાર્યક્રમ તૈયાર થઈ ગયો.

બિલ્કુલ ભુતકાળ જ ભજવવનો હતો ગુનગુને સ્ક્રિપ્ટ મુજબ. નાટક આગળ વધી રહ્યું હતું. દ્રષ્યો એક પછી એક ભજ્વાતા રહ્યા. છેલ્લો સીન હતો જેલના ગુજારેલ વર્ષો બાદ આઝાદ થવાનો, બાળકો સાથે ભવિષ્યના સપના જોતી ગુનગુન ને આ સીન એ રીતે ભજવવાનો હતો કે તે છૂટી જાય છે અને પોતાના ઘરે આવે છે. ઘર માં પ્રવેશતાં જ તે જુએ છે કે જે રીતે ઘરમાંથી ગઈ હતી, ઘર એજ હાલત માં હતું, પડી ગયેલું ટેબલ,બાળકો ના દફ્તર,વોટર બેગ, વગેરે વગેરે.... દિવાલ પર લટ્કેલું ઘડિયાળ ,એ જ સમય પર અટકી ગયેલું હતું જ્યાંથી ગુનગુનની જીંદગી અટકી ગઈ હતી. એ જોરથી રડે છે. એના કલ્પાંતથી સામે બેઠેલા બંદિ પ્રેક્ષ્કો પણ રડી પડે છે. ગુનગુન બેસી પડે છે. નાટકના અંતમાં દરેક પાત્ર ગુનગુન પાસે આવીને હિંમત આપે છે. ગુનગુન ઉભી થાય છે.પરદા પાછળ ગીત વાગેછે’રુક જાના નહિં...તૂં કહીં હારકે....અને નાટકનો પરદો પડી જાય છે.

બેરેક માં ગયા બાદ ગુનગુન થાકી ને સુઈ જાય છે. જ્યારે તેની આંખ ખુલે છે ત્યારે એને અહેસાસ થયા છે કે તે એક નાટક નું પાત્ર હતી. ત્યારે ગુનગુન ખુબજ રડે છે. નાટકના પાત્રમાં ગુનગુન એટલી તો ઓતપ્રોત થઈ ગઈ હતી કે તેને પોતાની અસલી જીંદગીમાં જેલની આઝાદી મળી હોય તેમ લાગવા માંડ્યું હતું.

થોડાક જ મહિનાઓ બાદ ગુનગુનની સારી કામગીરી અને ચાલચલગત ને લઈને જેલ અધિકારીઓ એ ૪૦ દિવસ ની માફી આપી દીધી, ગુનગુન એના બાળકો પાસે પહોંચી જાયછે....સ્ટેજ પર ભજ્વેલા નાટક ને અસલી જીંદગીમાં ભજવવા.


Rate this content
Log in

Similar gujarati story from Crime