ગુજરાતને જાણો
ગુજરાતને જાણો


ગુજરાતના સ્થાપના દિવસે
ગુજરાત ની થોડી રસપ્રદ જાણકારી જીલ્લા પ્રમાણે....
ગુજરાતમાં સૌથી વધુ ગરમી ડીસા માં પડે છે.
ગુજરાતમાં સૌરઊર્જા થી રાત્રી પ્રકાશ મેળવતું એકમાત્ર ગામ પાટણનું મેથાણ છે.
પાટણ માં આવેલ કીર્તિધામ(સ્મશાન) સૌપ્રથમ ઈન્ટરનેટ કનેક્ટિવિટી દ્વારા અગ્નિસંસ્કાર ની પ્રક્રિયા ઓનલાઈન જોવા મળે છે આ પ્રકારની સુવિધા ધરાવતું આ ગુજરાત નું એકમાત્ર સ્મશાનગૃહ છે.
ગુજરાત માં સૌપ્રથમ પાતાળકૂવો ઈ. સ. ૧૯૩૫માં સુરેન્દ્રનગરમાં બન્યો હતો પરંતુ સૌથીવધુ પાતાળકૂવો ધરાવતો જીલ્લો મહેસાણા છે.
ગાંધીનગરમાં મહાત્મા મંદિર ની સ્થાપના ૨૦૧૦માં થઇ છે.
સાબરકાઠામાંથી નેશનલ હાઇવે નં ૪૮ પ્રસાર થાય છે.
ભરૂચ જીલ્લો કપાસ માં ઉત્પાદનમાં ભારતમાં પ્રથમ સ્થાને છે.
ગુજરાતની પ્રથમ રેલ્વે ઉતરાણથી ભરૂચ ના અંકલેશ્વર વચ્ચે ઈ.સ. ૧૮૮૫ માં શરુ થઇ હતી.
નર્મદા જીલ્લામાં સૌથીવધુ વ્યાયામ શાળા આવેલી છે જેની સ્થાપના અંબુભાઈ પુરાની અને છોટુભાઈ પુરાનીએ કરી હતી.
નર્મદા જીલ્લો મીની કાશ્મીર તરીકે ઓળખાય છે.
નર્મદા નદી પર સૌથીવધુ ડેમ આવેલા છે.
સુરત ૧૨ મીટરની ઉચાઈએ આવેલુ છે.
ગુજરાતમાં સૌથીવધુ કેળાનું ઉત્પાદન સુરત માં થાય છે.
ગુજરાતની સૌપ્રથમ સ્કૂલ સુરતમાં શરુ થઇ હતી જેની સ્થાપના દુર્ગારામ મહેતાએ કરી હતી.
મેડમ ભીખાજી કામાનો જન્મ નવસારીમાં થયો હતો.
રાગી નામનો પાક માત્ર ડાંગ જીલ્લામાં જ થાય છે.
પૂર્ણિમાબેન પકવાસા ડાંગ ની દીદી તરીકે જાણીતા છે.
વલસાડ જીલ્લો દક્ષીણ ગુજરાતના બગીચા તરીકે ઓળખાય છે.
રામાયણ મુજબ રામ, લક્ષ્મણ અને જાનકી(સીતા) વલસાડ જીલ્લામાં પણ ફર્યા હતા.
રામાયણ મુજબ હનુમાનજી અને સુગ્રીવનું પ્રથમ મિલન સ્થાન વલસાડ જીલ્લામાં આવેલું છે.
સમગ્ર ભારત માં એકમાત્ર સુતેલું શિવલિંગ તક્કેશ્વર મંદિર વલસાડ માં આવેલ છે.
ભારતનું સૌપ્રથમ વાઈ-ફાઈ વિલેજ વલસાડનું તીધરા ગામ છે.
બોટાદ ગેટવે ઓફ કાઠીયાવાડ તરીકે જાણીતું છે.
ભાવનગરએ ગુજરાતનું એકમાત્ર લોક્ગેત ધરાવતું બંદર છે.
ગુજરાતનું એકમાત્ર મહિલા કુલી ધરાવતું રેલ્વે સ્ટેશન ભાવનગરનું છે.
અમરેલી ગુજરાતના પ્રથમ મુખ્યામંત્રી ડો. જીવરાજ મહેતાનું જન્મસ્થાન છે.
અમરેલી જીલ્લાથી ઈ-ગ્રામ, વિશ્વગ્રામ અને ગ્રાસલેન્ડ રીસર્ચ યોજનાની શરૂઆત થઇ હતી.
ગીર સોમનાથ ગીરગાય અને તલાલાની કેસર કેરી માટે પખ્યાત છે.
ગુજરાતની કઠિયાવાડી ઘોડીનું સંવર્ધન કેન્દ્ર જુનાગઢ માં આવેલ છે.
જુનાગઢ વાડી ઓનો જીલ્લો છે.
જુનાગઢ શ્રવણ અને કે.કા. શાસ્ત્રીનું જન્મસ્થાન છે.
પોરબંદર સુદામાપૂરી તરીકે ઓળખાય છે.
ગુજરાત ભ્રમણ દરમિયાન પોરબંદર થી સ્વામી વિવેકાનંદે શાસ્ત્રોનું જ્ઞાન મેળવ્યું હતું.
પોરબંદર માં દેનાબેંક ના સ્થાપક પ્રાણલાલ દેવકરણ નાનજી નો જન્મ થયો હતો.
સૌથીવધુ ટાપુ ધરાવતો દરીયાકિનારો દેવભૂમિ દ્વારકાને મળેલ છે.
દેવભૂમિ દ્વારકાના જામખંભાલિયા નું “ઘી” સૌથી પ્રખ્યાત છે.
જામનગર કાઠીયાવાડના રતન તરીકે ઓળખાય છે.
વિશ્વની સૌથીમોટી ઓઈલ રીફાઇનરી ‘ રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ’ જામનગરના મોટી ખાવડી ગામમાં આવેલ છે.
ગુજરાતનું એકમાત્ર સુર્યપ્રકાશ દ્વારા ચિકિત્સા આપતું કેન્દ્ર જામનગરના સોલેરીયમમાં આવેલ છે.
રાજકોટ ડીઝલ એન્જીન(ફિલ્ડમાર્શલ) માટે પ્રખ્યાત છે.
રાજકોટનું ધોરાજી ખાંડ ઉદ્યોગ માટે પ્રખ્યાત છે.
મોરબી ખાતે ઋષિકેશ નામનો ઝૂલતો પૂલ આવેલો છે.
મોરબીના માટેલમાં ખોડીયારમાંનું વિશ્વપ્રસિદ્ધ મંદિર આવેલું છે.
મોરબીમાં ચિનાઈ માટી અને ઘડીયાર બનાવવાનો ઉદ્યોગ વિકસેલો છે.
સુરેન્દ્રનગરના ધાંગધ્રા ને ગુજરાતનું પિંક સીટી તારીકે ઓળખવામાં આવે છે.
સૌથીવધુ મીઠાંનું ઉત્પાદન સુરેન્દ્રનગર ના ખારાઘોડા ખાતે થાય છે.
અમદાવાદના વૌઠા ખાતે સાત નદીનો સંગમ થાય છે તેમાં સાબર, હાથમતી, સેઢી, વાત્રક, મેશ્વો, માજમ અને ખારી નો સમાવેશ થાય છે.
ગુજરાતની પ્રથમ અંગ્રેજી શાળા( મરાનભાઈ કરમચંદ કન્યાશાળા) ઈ.સ. ૧૮૪૯ માં અમદાવાદમાં શરુ થઇ હતી.
ગુજરાતની સૌપ્રથમ કાપડમિલ ૧૮૬૧ માં રણછોડલાલ છોટાલાલ રેતીયાવાલા એ અમદાવાદ માં કરી હતી.
ગુજરાતમાં સૌપ્રથમ પુલ(મહર્ષિ દધીચિ પુલ ) અમદાવાદના વાડજમાં બાંધવામાં આવ્યો હતો.
ગુજરાતમાં અમદાવાદમાં સૌપ્રથમ થીયેટર શાંતિલાલ ઝવેરીએ શરુ કર્યું હતું.
અમદાવાદ ના બાવળા ના બારેજડી ગામ માં કાગળ ઉદ્યોગ વિકસ્યો છે.
અમદાવાદના વિવેકાનંદ પુલ (એલીસ બ્રીજ)નું કામ રાયબહાદુર હિમતલાલ ધીરજલાલે ઈ.સ. ૧૮૮૯ માં કરાવ્યું હતું જેને આજ સુધી કાટ લાગ્યો નથી.
તમાકુ નું સૌથીવધુ ઉત્પાદન ખેડામાં થાય છે.
ગુજરાતનું સૌપ્રથમ વર્તમાનપત્ર ‘ખેડા વર્તમાનપત્ર’ હતું (ગુજરાતી ભાષા નું પહેલું મુંબઈ સમાચાર હતું).
ગુજરાતનું સૌથીમોટું પાવર સ્ટેશન વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન ખેડાના ઠાસકા તાલુકા માં ૧૯૮૨ માં શરુ થયું હતું.
પંચમહાલ માં સફારી અને સુટકેશ બનાવટી કંપની ઓ આવેલી છે.
દાહોદ નું ખરું નામ દો- હદ છે
રાજસ્થાન અને મહારાષ્ટ્ર બંનેની આંતરરાજ્ય સરહદ ત્યાં મળતી હોવાથી.
દાહોદ માં સૂર્યનું પ્રથમ કિરણ પડે છે ત્યારબાદ ગુજરાત માં પડે છે.
એકમાત્ર ગ્રામીણ ઓલિમ્પિક(દશેરા મા) કરતો જીલ્લો દાહોદ છે.
આણંદ માં એશિયા ની સૌથીમોટી અમુલ ડેરી આવેલી છે જ્યાંથી ડો. વર્ગીસ કુરિયન દ્વારા શ્વેતક્રાંતિ ની શરૂઆત થઇ હતી.
આણંદમાં સૌપ્રથમ ઈ.સ. ૧૯૫૮ માં તેલનો કુવો મળી આવ્યો હતો.
આણંદના ખંભાતમાં તાળા અને પતંગ બનાવવાનો ઉદ્યોગ છે.
વિશ્વ નું હડપ્પા સંસ્કૃતિક અભ્યાસ કેન્દ્ર વડોદરાના શેખબી ખાતે આવેલુ છે.
ગુજરાતમાં સૌપ્રથમ રેડિયોકેન્દ્ર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ ૧૯૩૯માં વડોદરામાં શરુ કર્યું હતું.
એશિયાનો સૌથીમોટો ફ્લોરસ્પારનો જથ્થો છોટા ઉદેપુર ના આંબા ડુંગર અને નૈની ટેકરી માં મળી આવેલ છે.
ભારતની આઝાદીથી ગુજરાતની સ્થાપના સુધી કચ્છ કેન્દ્રશાસિત પ્રદેશ હતો.
કચ્છના રાપર માંથી ડાયનાસોરના ઈંડા ના અવશેષ મળી આવ્યા છે.
કચ્છ જીલ્લો અર્થ ક્વેક ઝોન પર આવેલો છે
.
64 શક્તિપીઠ માંની એક શક્તિપીઠ બનાસકાંઠા ના અંબાજી માં આવેલી છે જ્યાં જ્યોત ની પુજા થાય છે.
બાલાસિનોર માં અશ્મિય ઉદ્યાન આવેલો છે જે ભારતના જુરાસિક પાર્ક તરીકે પ્રસિદ્ધ છે.