Nirav Bhatt

Action

3  

Nirav Bhatt

Action

ગરીબ કોણ

ગરીબ કોણ

4 mins
7.9K


શનિવાર નો દિવસ અને સંધ્યા નો વખત. અંદાજે ઘડિયાળ નો કાંટો કદાચ સાત - સાડા સાત આસપાસ બતાવતો હશે. આપણી સંસ્કૃતિ માં આપણે દરેક વારે અલગ અલગ ભગવાનને એપોઇન્ટમેન્ટ આપેલી અને એમાં શનિવારે હનુમાનજી અને શનિ મહારાજ ની જોઈન્ટ એપોઇન્ટમેન્ટ હોય. એટલે આપણે પણ પહોંચી ગયેલા શનિ મંદિરે. રજા નો શનિવાર ન હોવાને લીધે ઓફિસે થી છૂટી ને મન તો રવિવારના મૂડ માં જ હોય અને એટલે જ ઉતાવળ માં ઓફિસેથી નીકળી મંદિરમાં જ હાથ ધોઈ ને દર્શન કરીશ એવા વિચાર સાથે પહોંચી ગયો. મંદિરે પાણી ના નળ પાસે હાથ ધોવા ગયો તો ત્યાં મંદિર ની બહાર દર્શનાર્થી પાસે થી પૈસા ની અપેક્ષાએ બેસતા કોઈ માણસ ની નાનકડી દીકરી બોટલમાં પાણી ભરી રહી હતી. લગભગ ૬-૭ વર્ષ થી વધારે ઉંમર નહિ હોય. હું અને મારી જેવા ચાર - પાંચ લોકો જે ઓફિસે થી સીધા આવેલા એ બધા ઉભા રહ્યા કે એ છોકરી પાણી ભરી લે પછી હાથ ધૉઇશું.

અને હું પેલી બાળકી પાણી ભરે એટલી વખત ૨૧મી સદીની આપણી ટેવ મુજબ મોબાઈલ લઇ અને ચેક કરવા લાગ્યો. એટલામાં નાની છોકરી જેવો અવાજ સંભળાયો:

"સાહેબ, તમે હાથ ધોઈ લો." જોયું તો એ છોકરી એ નળ નીચે થી બોટલ લઇ અને હાથ થી મને આગળ આવવા ઈશારો કર્યો.

"તું ભરી લે બોટલ આરામ થી. હું આવીશ તો બધા જ આવશે તારી આગળ અને તને આટલી બચેલી બોટલ ભરવામાં બહુ જ ઉભા રેહવું પડશે." મેં તેને જવાબ આપ્યો જેમાં મારી સાથે ઉભેલા બીજા લોકો પણ સહમત થયા.

એટલા મા કૈક એવું સાંભળ્યું જેણે મને આ પોસ્ટ લખવા મજબૂર કર્યો, "સાહેબ, હું તો પાણી ભરીને પણ અહીં જ બહાર બેસવાની. મને વાર લાગશે તો કોઈ વાંધો નથી. તમને લોકો ને મોડું થશે તો તમારા કામ અટકી જશે."

મારી બાજુ માં ઉભેલા માણસ ને મેં કીધું, "આટલી ઉંમર માં પણ આટલી સમજણ અને ઉદારતા?"

એટલે એ મારી બાજુમાં ઉભેલા માણસે મને જવાબ આપતા કહ્યું, "એની વાત સાચી છે, આપણે હજ્જારો કામ હોય અને એમ પણ આમા શું ઉદારતા. એની માલિકી ની વસ્તુ થોડી આપે છે? પાણી ભરવાનો વારો જ તો આપે છે. એમાં શું માલિકી કોઈ ની?"

અચાનક જ મારુ મન ફ્લેશબેક માં ગયું અને થોડા વખત પહેલા સુપરમાર્કેટ માં જોયેલું દ્રશ્ય મનમાં જાણે રીપ્લે થયું. ખરીદી કર્યા પછી બિલિંગ કાઉન્ટર પર ભીડ હતી. એવા માં ૫૫-૫૭ વર્ષના કાકા આવ્યા અને મારી બાજુના કાઉન્ટર પર એની આગળ ઉભેલા માણસની ટ્રોલી માં જોયું. એ માણસની ટ્રોલી આખી ભરેલી જોઈ કાકા સમજી ગયા કે એ ભાઈ ને બિલિંગ કરાવતા ૧૫-૨૦ મિનિટ તો થવાની જ.

કાકાની બોડી-લેન્ગવેજ પર થી ઉતાવળ માં લાગતા હતા અને એટલે જ એમની આગળ ઉભેલા પેલા વ્યક્તિને વિનંતી કરી, "બેટા, ઇફ યુ ડોન્ટ માઈન્ડ, હું પેલા બિલ કરાવી લઉ? મારે આ બે જ વસ્તુઓ નું બિલ છે તો ૨ મિનિટ પણ નહિ થાય."

"કાકા બે વસ્તુ છે તો ફર્સ્ટ કાઉન્ટર પર જતા રહો. ત્યાં ઓછી વસ્તુ વાળા જ હોય છે." પેલો વ્યક્તિ બોલ્યો.

કાકા બોલ્યા, "અરે ભાઈ , એ કાઉન્ટર પર જ ગયેલો. પણ આજે એ બંધ છે."

"હા તો મારા પછી કરાવી લેજો બિલ. અહીંયા એમ વચ્ચે ન ઘુસાય." કાકાની આગળના માણસે થોડા નારાજ અવાજ માં જવાબ આપ્યો.

કાકા ડઘાઈ ગયેલા સ્વરમાં બોલ્યા,"અરે બેટા, ઘૂસ નથી મારવી. પણ ઉતાવળમાં છું. ઘરે જઈ અને રેલવે સ્ટેશન જવાનું છે મારે ટ્રેન પકડવા રાત્રે."

"કાકા અહીંયા બધાને ઉતાવળ જ હોય. કોઈ જ નવરું નથી હોતું." એકદમ જ ઇંડિફરેન્ટ ટોનમાં પેલા માણસે જવાબ આપ્યો.

મારાથી રહેવાયું નહિ એટલે બોલી ઉઠ્યો, "કાકા આવી જાઓ મારી આગળ આ કાઉન્ટર પર. મારી આગળ આ બેન નું બિલિંગ થઇ જાય એટલે તમે આવી જાઓ."

પણ આટલું અપમાન સહન કાર્ય પછી કાકા થોડા એમ્બેરેસ્ડ લાગતા હતા. "પણ તમને મોડું થતું હશે." નીચા સ્વરે બોલ્યા.

મેં કહ્યું, "કાકા એ ભાઈએ કહ્યું એમ મોડું તો બધાને જ થાય છે પણ મારે ટ્રેન નથી પકડવાની. બિન્દાસ આવી જાઓ."

કાકા આવ્યા અને બિલ કરાવ્યું.

મેં પેલા વ્યક્તિ તરફ જોયું એટલે એ એમ્બેરેસ્ડ ટોનમાં બોલ્યો,"મારો વારો છે બિલિંગ નો. હું શું કામ આપું?"

મેં કોઈ જવાબ ના આપ્યો અને કિસ્સો ખતમ થયો.

પણ આજે મંદિર પર એ નાનકડી બાળકી ની વાત સાંભળી એ કિસ્સો એકદમ તાજો થયો મગજમાં. એટલું જ નહિ, વિચાર પણ આવ્યો કે વારો તો આ છોકરી નો પણ હતો પાણી ભરવાનો. અને કોઈ કાકા એ કીધું પણ નહિ કે ઉતાવળ છે. છતાં પોતાનો વારો આપી દીધો બીજા ને.

તટસ્થ રીતે જોવાય તો વારા પર તો બંને કિસ્સામાં કોઈની માલિકી ન બને. પણ ૧ કિસ્સામાં જે વસ્તુ પર માલિકી ન બને એ વસ્તુ પણ આપવા કોઈ તૈયાર ન હતું. અને જોવાની વાત એ કે એ વ્યક્તિ એકદમ જુવાન અને વ્યવસ્થિત બુદ્ધિ વાળો જણાતો હતો જ્યારે અહીંયા ૬-૭ વર્ષની નાની બાળકી. અને બંનેના બેકગ્રાઉન્ડની પણ કોઈ સરખામણી થઇ શકે એમ નથી. પેલો સારો ભણેલો-ગણેલો વેલ-ટુ-ડુ લાગતો હતો અને અહીંયા આ છોકરી.

પણ આખરે ૧ જ સવાલ મનમાં રહ્યો. આફ્ટર ઓલ, બંને માંથી ખરેખર ગરીબ કોણ?


Rate this content
Log in

More gujarati story from Nirav Bhatt

Similar gujarati story from Action