Shanti bamaniya

Inspirational

3  

Shanti bamaniya

Inspirational

ગૃહિણી

ગૃહિણી

1 min
252


હું એક ગૃહિણી છું. હું પણ કોરેના વોરીયર છું. આખા ઘરની જવાબદારી મારી પર છે. પછી ભલે ને તે વર્કિંગ વુમન હોય કે ગૃહિણીની હોય ઘર પરિવારના દરેક સભ્યની કેટલી બધી જવાબદારી એકસાથે સંભાળું છું.

લોકડાઉનમાં ડોક્ટરો, નર્સ ,મેડિકલ સ્ટાફ, પોલીસો, સફાઈ કર્મચારીઓને આપણે થાળી ઘંટડી વગાડીને બિરદાવ્યા. પરંતુ ઘરમાં સતત કાર્યરત વ્યસ્ત રહેતી માતા, પત્ની, બહેનનો આભારની લાગણી દર્શાવી ખરી !

તેમની કદર કરી ! જીવન બદલાશે ખરું !

અમે પણ લોકડાઉનમાં ચુસ્ત પાલન જળવાઈ રહે તે જોવાનું કામ કર્યું છે. એક ગૃહિણી તરીકે સભ્યોની દેખરેખ રાખીને ઘરનું વાતાવરણને શાંત રાખ્યું છે. સ્વચ્છતા રાખી છે. ઘરને દરરોજ સેનેટાઈઝ કર્યું છે. આવા કોરોના ના કપરા કાળમાં ડર વચ્ચે બહારથી આવતું દૂધ, શાકભાજી, કરિયાણાની કોઈપણ વસ્તુ લેતા પહેલા મને પણ ડર લાગે છે કે મારા ઘરના સભ્યો વાયરસના સંપર્કમાં ન આવી જાય. અને જો વાયરસ લાગી જાય તો ઈમ્યુનિટી પાવર ફૂલ રહે તેની સજાગતા રાખી છે.

કોરોના કાળમાં ખરી કસોટી સ્ત્રીઓને રહી છે. ધંધા વગર ઘરે બેસતા પતિને ફસ્ટેશનને દૂર કરુ છુ, ઓછા બજેટમાં ઘરને સંભાળુ છુ. બાળકોનું તોફાન સહન કરીને જુના જમાનાની રમતો રમાડું છું. વડીલોની વાતોના સંભારણા સાંભળુ છું.

હું પણ કોરેના વોરીયર છું, આખા પરિવારની જિંદગી સુખથી સજાવી છે.‌


Rate this content
Log in

Similar gujarati story from Inspirational