STORYMIRROR

Rekha Shukla

Fantasy

2  

Rekha Shukla

Fantasy

ઘર ઘર

ઘર ઘર

1 min
156

'નવું ઘર - યોગવર્ષા'

વર્ષાએ કેટલા ખુશ થઈને ઘરમાં પગ મૂકેલો ! ધીમે ધીમે જોબમાં સેટ તો થઈ જવાયું. બે વર્ષે દર મહિને કરેલી બચતથી નવા ઘરને શોભતું નવું ફર્નીચર લેવાયું મેચીંગ કર્ટન ને ગમતાં 

પીક્ચર પોસ્ટર્સ પણ ભીંતે ટીંગાવ્યા. સોફાસેટના કુશન પણ જાણે વેઝમાં ગોઠવેલા ફ્રેશફ્લાવર સાથે મેચીંગ થતા હતાં. ને યોગેશની પસંદની રગ પથરાઈ... સિમ્પલ ને એલીગન્ટ ! 

બેડરૂમમાં સાસુસસરાનો ફોટો જોઈ વર્ષા જરા અચકાતા અચકાતા બોલી ... 

આપણા લગ્નનો ફોટો મઢાવી ને રાખીએ તો ? ટેન્શનથી તણાયેલી યોગેશની ભ્રમર ચાડી ખાતી હતી પણ કચવાતા મને હા કહી. સમજોતો એજ પરિવર્તન... !! નવું ઘર 

તે પણ પરિવર્તન, ને તેની આજુબાજુ વણાતી જિંદગી તો પરિવર્તનથી ભરપૂર. લગ્ન ના પાંચ પાંચ વર્ષે વર્ષામાં ને યોગેશમાં આવેલો બેડરૂમમાં રાખેલા લાંબા અરીસામાં ચાડી ખાતો તાંકી રહ્યો હતો. જાણે બોલતો હતો હું દેખાડું તમારો પરિવર્તન પામેલો ચહેરો.

પરિવર્તન એજ છે પડછાયો. બંનેનું અવલોકન કરતો અરીસો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Fantasy