ગાંધીજીનો અક્ષર દેહ - ૧૦
ગાંધીજીનો અક્ષર દેહ - ૧૦
આગળથી કરવામાં આવેલી વ્યવસ્થા પ્રમાણે બૅન્ડ ઓફ મર્સીની સભા આંગળ મિસ સીકોમ્બના સૌજન્યથી મિસિસ મેકડુઅલ ભાષણ કરનાર હતાં, પણ તે માંદાં હોવાથી મિ. ગાંધી (હિંદથી આવેલા એક હિંદુ)ને વિનંતી કરવામાં આવી અને તેમણે સભા આગળ ભાષણ આપવાનું કબૂલ કરવાની કૃપા કરી, માનવકલ્યાણની દૃષ્ટિથી શાકાહારના સિદ્ધાંત વિષે તેઓ આશરે પાએક કલાક બોલ્યા, તેમાં તેમણે આગ્રહપૂર્વક જણાવ્યું કે જીવદયા મંડળીના સભ્યો પોતાનું વર્તન તર્કશુદ્ધ રાખવા માગતા હોય તો તે સૌએ શાકાહારી થવું જોઈએ. શેકસપિયરમાંથી એક ઉતારો. ટાંકી તેમણે પોતાનું ભાષણ પૂરું કર્યું.
