Dharmendra Dharmendra

Tragedy

3  

Dharmendra Dharmendra

Tragedy

એક ખારો સવાલ

એક ખારો સવાલ

1 min
7.3K


ધીરાનાં મોટા દિકરા રમુની અંતિમક્રિયા પત્યા બાદ બધાં ઘેર આવ્યાં. ઘરમાં અનાજનો એક દાણો પણ નહોતો. રિવાજ મુજબ આજુ- બાજુનાં ઘરવાળા રોટલા લઈને આવ્યાં. ધીરાનાં ત્રણેય છોકરા નાથુ, રાજુ, સોમુએ તો એક વરસ પછી આટલું બધુ ખાવાનું જોયું. રાતે બધાંના ઘેર ગયા પછી ધીરાનું ઘર જંપ્યું. પણ સૌથી નાના દિકરા સોમુને કેમેય નીંદર નહોતી આવતી. માને થયું કે તેને રમુડો યાદ આવ્યો છે. માએ તેના માથે હાથ ફેરવી પુછ્યું કે કેમ સુતો નથી ? હેં બા હવે નાથુ ક્યારે મરશે? પેટ પર હાથ ફેરવતાં ભોળા ભાવે સોમુએ પુછ્યું.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy