ભજન-કીર્તન
ભજન-કીર્તન

1 min

14.5K
ગંગામાને આડોશ -પાડોશની બધી ડોસીઓ ઘણીવાર રામજી મંદિરે કીર્તનમાં આવવાનું કહેતી. પણ તેઓ ક્યારેય જઇ શકતાં નહોતાં. આજે રાત્રે ગંગામાંને પણ મનમાં વિચાર આવ્યો કે આખું આયખુ આમને આમ જતું રહ્યું પણ મંદિરે ન જવાણું તેં ન જ જવાણું. પહેલાં વૈધવ્ય, પછી છોકરાંને મોટા કરવામાં, એમને કામ- ધંધે લગાડવામાં, પરણાવવામાં, પછી એમનાં છોકરાંઓને સાચવવામાં એમ ને એમ એંસી વરસ થઈ ગયા !
કાલથી મંદિરે જઈશ એવો નિર્ધાર કરી આંખ મીંચી, જે સવારે ખુલી નહીં. આખું ગામ હિબકે ચડ્યું. ગંગામાની વિધિમાં આખું ગામ ઉમટ્યું. પૂજારીબાપા પણ ત્યાં જ હતા. આજે મંદિરે તાળું હતું.