Thakkar Hemakshi

Romance

4.3  

Thakkar Hemakshi

Romance

એક અનોખી રમણીય રાત

એક અનોખી રમણીય રાત

6 mins
209


એક રાતના શ્વેતા એની બેનપણીની રાહ જોતા જોતા અણધાર્યા રસ્તા પર પહોંચી ગઈ. એને સમજાતું ન હતું હવે શું કરવું ? તે થોડું ચાલવા લાગી એટલે એને ત્યાં હાઈવે દેખાયો, પણ તે રસ્તા પર ગાડી સિવાય કોઈ વાહન દેખાતું ન હતું એટલે તે ગાડીમાં લિફ્ટ લેવા માટે ઊભી હતી. તેણે બહુ વાર કોશિશ કરી પણ કોઈ લીફ્ટ આપવા તૈયાર જ નહતું.

હવે એની પાસે બીજો કોઈ ચારો ન હતો અને તેણે રસ્તા પર બેહોશ હોવાનું નાટક કરવું પડયું. 

ત્યાં એક યુવકે એને આવી હાલતમાં જોતાં તેણે ગાડી રોકી ને ગાડીમાં પાછળની સીટમાં સુવડાવી.

પછી શ્વેતાએ થોડી વાર નાટક ચાલુ રાખ્યું એટલે તેને ખબર ન પડી.

તે યુવક વિચારતો હતો કે એને ક્યાં લઈ જવી ત્યાં તે ઊભી થઈ ગઈ. તે યુવકને તેણે સાજી જોઈને ગુસ્સો આવ્યો ને આવું કરવા માટે યુવકે એને ગાડીથી ઉતરવાનું કહ્યું પણ તે માની નહીં અને તેણે ગાડીની ચાવી લઈ લીધી. હું તમને ચાવી નહીં આપું અને ચાવી દૂર ફેકી દઈશ તમને પણ મારી સાથે ગાડી વગર જ અહીંયા ઊભું રહેવું પડશે. તે યુવકે કીધું, "ના ના આમ ન કરો આપણે બંને રસ્તા પર અટકી જઈશું ને ઘરે સમય સર નહીં પહોંચીએ." ચાલો ગાડીમાં બેસો હું તમને લઈ જવા તૈયાર છું. શ્વેતા તો હવે આગળની સીટમાં બેસી ગઈ ને પૂછ્યું તમે કઈ બાજુ જાવ છો ? તે યુવકે કહ્યું "અમદાવાદ". શ્વેતા એ કહ્યું," મને પણ ત્યાં જ જવું છે." "તમે કેમ ચૂપ છો ? વાતો કરશુ તો લાંબી સફર સરળ થઈ જશે." તે યુવકે કહ્યું, "મને તારી સાથે વાત કરવામાં કોઈ રસ નથી." હું આવા ખોટા લોકો સાથે વાત નથી કરતો. શ્વેતાએ કહ્યું "આમ શું કરો છો ? પણ મેં જાણી જોઈને આ નથી કર્યું." મેં ઘણા લોકો પાસેથી લીફ્ટ માંગી, પણ કોઈ આપવા તૈયાર જ ન હતું એટલે મને ખોટું નાટક કરવું પડયું. તે યુવકે કહ્યું," સીધી રીતે માંગી હોત તો આપી દેત." શ્વેતાએ કહ્યું, "કેટલા લોકો પાસેથી લીફ્ટ માંગી, કોઈએ ન આપી તો તમે ક્યાંથી આપત ?" તમે થોડી મને ઓળખો છો કે તમે મને આપી દેત."

યુવકે કહ્યું, "કંઈ પણ વાત હોય ક્યાંથી પણ એનું ઉકેલ લાવત. આમ તમને ખોટું નાટક કરવું જોઈતું ન હતું."

મને ખોટા લોકોથી વાત કરવું ગમતું નથી. મને કેટલા લોકોએ ના પાડી એટલે મને લાગ્યું તમે પણ ના પાડશો. મને પણ જાણી જોઈને આવું કરવું નથી ગમતું.

બંને થોડી વાર સુધી ચૂપ ચાપ બેસી રહ્યા. 

પછી શ્વેતાએ કહ્યું ચાલો ને વાત કરોને સફરમા મજા આવશે પણ તે યુવક ટસથી મસ થવા તૈયાર ન હતો. 

તે ચૂપ ચાપ બેસી રહી. થોડી વાર પછી ગાડીમાં ગીત ચાલુ કર્યું તે યુવકે ગીત બદલાવ્યું.

પછી શ્વેતા ગીત બદલતી. આમ ને આમ તેમની રકજક ચાલતી રહી ને અચાનક ગાડી બંધ પડી ગઈ. રસ્તો એકદમ સુમસામ હતો એટલે ત્યાં મિકેનિક પણ નહીં મળે.

એમની સફર હજી બહુ દૂર હતી. બંને વિચારતા રહ્યા હવે શું કરીશું. તે યુવકે એના મિત્રને ફોન કર્યો પણ તેણે ફોન ઉપાડ્યો નહીં. તે યુવકને સમજાતું ન હતું ગાડી ક્યાં મુકું. ત્યાં થોડું ચાલતા બાઈકની ચાવી સાથે બાઈક દેખાણી એટલે શ્વેતાએ કહ્યું “ચાલોને આમાં જઈએ. “તે યુવકે કહ્યું “ગાડી ક્યાં મુકું ?” શ્વેતા એ કહ્યું “હવે ગાડી ક્યાં મુકશો ? આમ તો ગાડી ચોરાઈ જશે.” અહીંયા તો કોઈ જગા નથી મુકવા માટે. ત્યાં તે યુવકના મિત્રનો ફોન આવ્યો ને એને બધી વાત કરી. એના મિત્રે કીધું " ચિંતા ન કર હું સવારે ગેરેજમાં મોકલાવી દઈશ." તે મિત્રે કહ્યું, "ઝાડ પાસે મૂકી દેજે ને મને કહેજે ક્યાં મૂકી છે." યુવકે કહ્યું, "જગ્યા તને મોકલાવીશ."

પછી શ્વેતાએ તે યુવકને કહ્યું, “ચાલો આપણે બાઈકમાં જઈએ”. તે યુવકે કહ્યું “આમ બીજા કોઈની બાઈક પર ન જવાય. આપણે પકડાઈ જઈએ તો ? શ્વેતાએ કહ્યું “કાંઈ નહીં થાય હું ચલાવીશ”

આખરે તે શ્વેતાની વાત માની ગયો. બંને બાઈક પર બેઠા ને તેમને બહું મજા આવી. તે યુવક તો એટલો ખુશ થઈ ગયો કેમ કે એને કુદરતી વાતાવરણનો આનંદ ક્યારે મહેસૂસ કર્યો જ ન હતો.

હવે તેમને રસ્તામાં ચાયની દુકાન દેખાણી. શ્વેતાએ કહ્યું “ચાલો ચા પિએ.” બંને ત્યાં ઉતરીને બેઠા તો શ્વેતાએ ગરમા ગરમ ફાફડા જોયા એટલે શ્વેતાએ ચા સાથે ફાફડા મંગાવ્યા. તે યુવક ચા પીતો હતો ને શ્વેતા તો સાથે ફાફડા ખાતી હતી. તે યુવકે ન ખાધા એને લાગ્યું અહીંયા ખાઈશ તો બીમાર પડી જઈશ એટલે તે ખાવા તૈયાર ન હતો; પણ શ્વેતાને ખાતા જોઈ તેને પણ ખાવાનું મન થઈ ગયું એટલે તે શ્વેતા સાથે ખાવા લાગ્યો. શ્વેતાએ કહ્યું “તમને તો અહીંયાનું ખાવું ગમતું નથી.” તમે બીમાર પડયા તો ? યુવકે કહ્યું, “વાંધો નહીં ત્યારનું ત્યારે જોઈશું.” શ્વેતાએ બીજા ફાફડા મંગાવ્યા ને બંનેએ સાથે પ્રેમથી ખાધા. પછી ત્યાંથી ઉભા થતા હતા ત્યાં દૂરથી પોલીસ જોઈ એટલે તે ફટાફટ બાઈક પર બેઠા.

હવે બંનેની મિત્રતા થઈ ગઈ.બંનેએ એક બીજાના નામ પૂછ્યા. 

તે યુવકે કહ્યું, “મારું નામ સ્નેહલ” ને તેણે કહું “હું શ્વેતા.”

સ્નેહલે કહ્યું હું સોફ્ટવેર ડેવલપર છું.સ્વેતાએ કહ્યું” હું ટેબલ ટેનિસ ચેમ્પિયન છું.”

બંને એક બીજા સાથે હવે વાતો કરવા લાગ્યા.

સ્નેહલે એ કહ્યું મને પ્રાકૃતિક સૌંદર્ય મહેસૂસ કરવાનો ને એના વિષે જાણવાનું બહુ રસ છે પણ કામમાં આ માણવા જ નથી મળતું.

શ્વેતાએ કહ્યું “તો તમને એના ઊંડાણમાં જવું જોઈએ આપણે જે ગમે એનો આનંદ લેવો જોઈએ.”

સ્નેહલ એ કીધું હું એના વિષે જરૂર વિચારીશ.

ત્યાં બાઈક પણ બંધ પડી ગઈ.

હવે શું કરવું સ્નેહલે શ્વેતાને પૂછ્યું ? શ્વેતાને કહ્યું હવે લિફ્ટ લેવા સિવાય બીજો કોઈ ચારો નથી પણ રસ્તો જોયો તો ખબર પડી ત્યાં તો ગાડી આવવાની જગ્યા નથી તો લિફ્ટ ક્યાંથી મળશે ? ત્યાં થોડું ચાચાલતાં તેમને ઝાડ દેખાયું એટલે ત્યાં બેસવાનું નક્કી કર્યું. સ્નેહલ તો ઝાડ ઉપર જગ્યા હતી ત્યાં બેસી ગયો. શ્વેતા બેસી તો ગઈ પણ તેને એના ઉપર બેસવાનું ફાવતું ન હતું. તે બહુ મુંજાઈ ગઈ પણ કાંઈ બોલી નહીં પણ સ્નેહલને ખબર પડી ગઈ એટલે એને પોતાનાં ખોળામાં બેસાડી. શ્વેતાને આવી રીતે બેસવાનું ફાવી ગયું ઝાડ પાસે બેસવા કરતાં ને તેને ગમ્યું એટલે તે બોલી નહીં.

શ્વેતાએ કહ્યું મને ખોળામાં બેસાડીને હીંચકા ખવડાવ ને તમે કરાવશો તો બહુ મજા આવશે.

સ્નેહલે કીધું ચોક્કસ પણ એના માટે પહેલા ઝાડ ઉપર કપડું બાંધવું પડશે ને તને પણ મારી સાથે બાંધવું પડશે. શ્વેતાએ કીધું “મને તો ચાલશે.” સ્નેહલે ઝાડ ઉપર કપડું બાંધ્યું ને બંને સાથે બેઠા ને શ્વેતાને પોતાના ના પેટ ઉપર બરાબર બેસાડી ને કપડું બાંધ્યું બંને ઝૂલતા ગયા.તેમને આવા ઠંડા વાતાવરણમાં ઝૂલવાની તો મજા આવી ગઈ.

જે સ્નેહલ શ્વેતા સાથે વાત કરવા ન માંગતો હતો એને હવે શ્વેતાનો સાથ ગમવા લાગ્યું.

પછી તે થોડી વાર બેઠા રહ્યા આવી રીતે જ પછી શ્વેતાએ ચોકલેટ કાઢી.

પછી ફરી હીંચકા ખાતા ખાતા શ્વેતાએ મસ્તીમાં ને પવનના લેહેરને લીધે તેણે એક ટુકડો ચોકલેટ સ્નેહલના ગાલ પર રાખીને મોઢાથી પોતના મોઢામાં નાખીને ને એક બચકું ભરીને ખાધું પછી એને તે જ ચોકલેટ સ્નેહલના ગાલ પર ફરી રાખી ને એને ઉપાડીને એના મોઢામાં નાખી સ્નેહલ ને ખાવા માટે. 

પછી સ્નેહલે તે ચોકલેટ ખાધી. બંનેને ચોકલેટ ખાવાની મજા પડી.

બંને સાથે બાંધેલા હતા.એટલે વાંધો નહતો,સ્નેહલે ચોકલેટ ખાવાના ફોટા પણ લીધા ને પછી બંને એવી જ રીતે બેસી ગયા. બંને ને બહુ ગમ્યું અને એક બીજાને કહ્યું “ફોટો કેટલા સરસ આવ્યા છે .”

શ્વેતાએ સ્નેહલ ને પૂછ્યું ખુલ્લી હવામાં મજા આવે છે કે નહીં ? સ્નેહલે કહ્યું “બહુજ મજા આવે છે. શ્વેતાએ કહ્યું “ આ સાંભળીને હું ખુશ થઈ ગઈ.” મને લાગ્યું તમે નારાજ હતા મારા પર એટલે મારી સાથે મજા નહીં આવી હોય.

ના ના શ્વેતા એવું નથી હું ક્યારનો તે વાત ભૂલી ગયો.

આપણે કેટલી વારથી સાથે છીએ તે મારી સાથે વાત જ ન કરી ખાલી ફોટાની વાત કરી.

મને તો મજા સાથે વાતો કરવી પણ ખૂબ ગમે છે.

ઠીક છે શ્વેતા હું વાતો કરીશ તારી સાથે.

શ્વેતાએ સ્નેહલને પૂછ્યું તને મારી સાથે ગમે છે કે નહીં ?

હા શ્વેતા મને તારી સાથે ખૂબ ગમે છે. થોડા કલાક છે આપણે દરેક પળનો સાથે આનંદ લઈએ. આપણને અહીંયા રહેવું પડશે ઉજાશ થાય ત્યાં સુધી હમણાં અહીંયા કોઈ વાહન નહીં મળે.

શ્વેતાએ કહ્યું “હા સાચી વાત છે. ચાલો સાથે મોજ કરીએ.”

અહીંયા જગ્યા છે સાથે મને પહેલા બાંધ્યું એમ થોડું ઉપર બાંધ આપણે ગોળ ગોળ ફરીએ સાથે આવા સુંદર વાતાવરણમાં ખુબ મજા આવશે. 

ચાલ શ્વેતા મારા પેટની થોડી ઉપર બેસી જા એટલે તને બાંધું સ્નેહલે પૂછ્યું બરાબર બેઠી છે ને શ્વેતા ?

સ્નેહલ જો ને બરાબર છું ને ? શ્વેતા હજી થોડી ઉપર બેસ આપણે ગોળ ફરવાનું છે. સ્નેહલ તું જ બેસાડ મને બરાબર. તને ફાવશે શ્વેતા આમ બેસવાનું ? હા સ્નેહલ બસ તું મને બરાબર બેસાર પછી જોજે કેવી મજા આવશે.

ત્યાર પછી સ્નેહલે શ્વેતાને એના પેટથી થોડે ઉપર બેસાડી ને એની સાથે બાંધી. ત્યાર પછી સ્નેહલ એની સાથે ગોળ ગોળ ફર્યો ને પછી ફોટા પણ લીધા. પછી તે પાછો ગોળ ગોળ ફર્યો તો પવન ને કારણે શ્વેતાના વાર પોતાના માથા ઉપર આવ્યા.

સ્નેહલે શ્વેતાના વાળ સરખા કર્યા.શ્વેતા મસ્તી કરતા કરતા ને પવનથી એના વાળ હવે સ્નેહલના આંખ ઉપર આવ્યા.

હવે સ્નેહલે મસ્તી કરતા કરતા ને પવનનથી એના વાળ પોતાના આંખ પરથી સરખા કરીને શ્વેતાના હોઠ પર આવી ગયા.

શ્વેતાએ વાળ હટાવ્યા નહીં પોતાના હોઠ ઉપરથી કેમકે તે સ્નેહલ સાથે બંધાયલી હતી .

સ્નેહલે શ્વેતાના વાળ હટાવ્યા તેના હોઠ ઉપરથી ને સરખા કરી દીધા.

સ્નેહલને હવે શ્વેતા સાથે બહુ મજા આવવા લાગી.

શ્વેતા શું કરવું છે હવે ? સ્નેહલ હવે તું કહે ને કાંઈ મજા આવે એમ કરાવજે.

શ્વેતા તું કહે ને તને શું ગમે છે એવું કરાવીશ મજા આવશે.

ચાલ હવે આપણે થોડી વાર બેસીને વાતો કરીએ.

શ્વેતા હસતાં હસતાં બોલી સ્નેહલ મારી સાથે વાત કરવાનું ફાવશેને ? સ્નેહલ પણ હસતા હસતા બોલ્યો નહીં ફાવે તો તું બોલીશ ને શ્વેતા પછી મને કોઈ ચીંતા જ નથી.

શ્વેતા હસતાં હસતાં પાછી બોલી મારા પર હવે વિશ્વાસ આવી ગયો તે સારી વાત છે.

 હા શ્વેતા તારી સાથે મજા આવે છે. હું તારી સાથે આટલા કલાક સાથે રહ્યો એટલે મને સમજાણું.

સ્નેહલ મને પણ તારી સાથે રહી ને મજા જ આવે છે.

ચાલ સ્નેહલ હવે સાથે બેસીએ થોડી વાર તારા પગ સીધા કરીલે ને આરામ કર.

શ્વેતા હસી ને બોલી મને છોડતો નહીં અન્યથા હું પડીશ.

શ્વેતા હોય કાંઈ તું નહીં કહે ત્યાં સુધી નહીં છોડું મારી સાથે જ બાંધેલી રાખીશ.

શ્વેતા હવે તું પણ જરા મારા પેટની થોડી ઉપર આવ ને મને ટેકો દઈ બેસ ને આરામ કર.

સ્નેહલ તને ફાવશે ને ?

શ્વેતા બેસી જા આરામથી. મારી સાથે બાંધેલી છે કઈ વાંધો નહીં આવે.

ફાવે છે શ્વેતા ?

હા હા સ્નેહલ સારું લાગે છે ને તને સ્નેહલ ?

શ્વેતા મને પણ સારું લાગે છે.

ચાલ સ્નેહલ આરામ કરતા કરતા વાતો પણ કરીએ ને મસ્તી પણ કરીએ. 

હા શ્વેતા.

સ્નેહલ તારા ઘરમાં કૌન છે ? મારા પરિવારમાં શ્વેતા કોઈ નથી બે વર્ષ પહેલા ગુજરી ગયા.

ઓ!

શ્વેતા તારા પરિવારમાં કૌન છે ? સ્નેહલ મારા પરિવારમાં પણ કોઈ નથી બે વર્ષ પહેલા ગુજરી ગયા.

ઓ! 

સ્નેહલે શ્વેતાને પૂછ્યું ફાવશે ને મારી જોડે હજી ઊજાસ ને ઘણી વાર છે. કંટાળો નહીં આવે ને ?

હા સ્નેહલ ફાવશે જરાય કંટાળો નહીં આવે ને સાથે મજા આવશે.

શ્વેતા સ્નેહલની મસ્તી કરતા બોલી હું તો પહેલથી જ મિત્રતા કરવા તૈયાર હતી પણ તું જ મારી મિત્રતા સ્વીકારવા તૈયાર ન હતો. શ્વેતા એવું નથી. હું એમ પણ તને હવે ઓળખી ગયો છું. મારી ગેરસમજણ હતી.

શ્વેતાએ કહ્યું સ્નેહલ હું મજાક કરતી હતી તે એટલું બધું ગંભીર રીતે કેમ લીધું. સ્નેહલે કહ્યું શ્વેતા હું સમજી ગયો તું મજાક કરતી હતી મેં કાંઈ પણ ગંભીરતાથી મનમાં નથી લીધું.

ચાલને સ્નેહલ કાંઈ કરીએ આમ મજા નહીં આવે.

શ્વેતા હું તારી પીઠ ઉપર એક શબ્દ લખીશ તારે તે ઓળખવાનું છે.

સ્નેહલ આમાં તો બહું મજા આવશે. ચાલને રમીએ.

હા, શ્વેતા ચાલ.

શ્વેતા ચાલ હવે પહેલો શબ્દ ઓળખ.

કયો શબ્દ છે, બોલ શ્વેતા ?

શ્વેતાએ કહ્યું શબ્દ છે શ્વેતા. તે મારા જ નામનો શબ્દ પહેલો શબ્દ રાખ્યો.

હા શ્વેતા. તને ન ગમ્યું શ્વેતા. ના ના ગમ્યું સ્નેહલ. શ્વેતા હવે ઉજ્જસ થયો હવે આપણે જવું પડશે અને થોડું ચાલીને હાઈવે પાસે જવું પડશે ને હું તને ઘર સુધી મૂકી જઈશ.

સ્નેહલ આજની રાત ને આ યાદગાર પળ આપણા માટે ખુશનુમા બની ગઈ.

હા શ્વેતા તેં એક રાતમાં જ મારું જીવન બદલી નાખ્યું. જે પળ હું જીવવા માંગતો હતો એનો અહેસાસ મને તારા લીધે થયું. તું મને ભૂલી તો નહીં જાય ને શ્વેતા. ના સ્નેહલ ? આ રાતની અનેરી મજા તારે સાથે હું કેવી રીતે ભૂલું. આપણે ફરી મળીશું સ્નેહલ તું તારું સપનું જલ્દી પૂરું કરજે હું તારી સાથે છું ને તારી મદદ પણ કરીશ. ચાલ સ્નેહલ આપણે ફોનમાં વાત કરશુ તને સમય મળે ત્યારે. હા શ્વેતા સમય તો હું તારી માટે કાઢીશ શકું ને પછી મને મળજે મજા આવશે. હા સ્નેહલ મને પણ ગમશે. શ્વેતા એક વાત કહું અહીંયા આવ ને મારી પાસે સ્નેહલ પૂછે છે છું ? આવું બોલ સ્નેહલ ? સ્નેહલ એકમ શ્વેતાને ભેટ્યો ને કહ્યું “તું હવે મારું જીવન બની ગઈ છો.આપણે જે પણ કરીશું ભેગા મળીને કરીશું. હું તને ખૂબ ચાહું છું. સ્નેહલ હું બહું ખુશ છું મને પણ તારો સાથ ને પ્રેમ જોઈએ જ છે. ચાલ સ્નેહલ હું હવે જાવ ફરી જલ્દી મળીશું આપણે સંપર્કમાં રહેશું. 

તને હવે મારું ઘર તો ખબર છે આવતો રહેજે.


Rate this content
Log in

Similar gujarati story from Romance