#DSK #DSK

Children Drama Inspirational

2  

#DSK #DSK

Children Drama Inspirational

એ વિદેશી છોકરા સાથે "માં"

એ વિદેશી છોકરા સાથે "માં"

5 mins
706


"ઈશ્વરે તને નવરો હશે તે દિ'ઘડ્યો હશે"

'આળવિતરો! ઓ માં....

"એક જ ધારું બસ તોફાન,તોફાન ને તોફાન જ "

"એક સેકન્ડવારનીય શાંતિ નહિ"

હે ભગવાન!!!

દીધો દિધોની આવોશું દીધો

થોડીક મોડી ઈચ્છા પૂરી કરી હોત તો તારું શુ જાત?

થોડીવાર એક માં ના

હૃદયમાં અજંપો છવાય ગયો.

આજે એ વાતને દસ વર્ષ જતા રહયા;

હજુય એની આંખ સામે એ તરવરે એ પગલીને એ તોફાન...

આજે દીકરો વિદેશ ભણીને પાછો આવે છે;

બસ અશાંતિ છવાયેલી છે,એ દીકરો કેવો દેખાતો હશે?

૧૦ વર્ષની ઉંમરે હોશિયાર હોશિયાર કરીને મોકલેલો;

પછી તો ત્યાં કોઈ વિડિઓ કોલ ન થતા વાત થતી

પણ એ બહુ શિષ્ટ ભાષામાં સમય માર્યાદિત.

એ કાલી ઘેલી ને તોફાન મસ્તી તો જાણે ભણતર મા જ ધોવાય ગયા.દસ વર્ષનો છોકરો ઉંમર કરતા વહેલા સમજુ થઈ ગયો .

વૈભવીબેન એકવાર બેસવા આવેલા એ સરકારી નોકરિયાત ખોટું ન બોલે...એવા એ સાચા માણસ ભરોસો થાય એવા...

પણ સાચું પણ કહેતા શિખામણ પણ આપતા.

છોકરાને ૧૫ વર્ષ પછી જ બહાર ભણવા મોકલાય.

આપણી સાથે રહે તો તમામ પરિસ્થિતિને, માતા પિતાની લાગણીનો ખ્યાલ આવે.

હા, મને ખબર જ છે, પણ છોકરો હોશિયાર, મુકતા મુકાઈ ગયો; હવે કશુ ન થાય વૈભવીબેન...

આવું હર્ષિતભાઈ બોલ્યા.

મિત્તલબેન કે મારું મન જ ન તું તોય ક્યાંય મોકલી દીધો મારા એકના એક દીકરાને "બાપ એ બાપ જ"

"મા બોલી ગઈ ને બાપ એ વિષ પણ પી ગયો"

કેમ કે એ એક મા ને કમજોર ન'તો કરવા માંગતો એક બાપ.પોતાની આંખ સામે એ પોતાની પત્નીને પોતાની આંખ સામે ઝુરતી જોવા ન'તો માંગતો.

હા,તારી સાચી વાત. એટલું જ એક પિતા બોલી શક્યો.

મિત્તલબેન ૧૦ પાસ સાદું અંગ્રેજી આવડે સમજુ પણ ખરા..

તો વળી પાછું યાદ આવ્યું મિત્તલબેનને વૈભવી બેને કહેલું

પેલાનો છોકરો ૨૦વર્ષે ગયો પણ વ્યસની થઈને આવ્યો

બીજાનો ૨૩ વર્ષે ગયો તોય બીજી નાતની છોકરી લાવ્યો

૨૫ વર્ષે ગયો તો ત્યાં જ રે'તા ભારતીય જોડે લગ્ન કરીને જ આવ્યો.

એક બીજો છોકરો તો મા બાપને મળવા ક્યારેક આવે પૂરો વિદેશી થઈ ગયો.

તો એક છોકરા એ ખોટું બોલી મિલ્કતમા સહી કરાવી મા બાપને કાઢી મુક્યા.

આ બધું મિત્તલ બેનને એક પછી એક યાદ આવવા લાગ્યું...

હર્ષિતભાઈ એ પણ લાગતા વળગતાને સંદેશો આપ્યો મેં કરી એવી ભૂલ ન કરતા ખરા ટાણે છોકરાને આપણી જરૂર હોય હૂંફની જરૂર હોય ત્યારે એકલા ભણવા મોકલી દઈએ ને પછી આપણે ફરિયાદ કરીએ કે છોકરાને મારાં માટે લાગણી નથી એ ખોટું!!!

બીજું એ મોટા થઈને પછી મોકલીએ ને આપણાં પોતાના બાળકમા જે બદલાવ આવે એ આપણા નસીબ.

જ્યારે મમ્મી પપ્પાની સાચી જરૂર હોય પ્રેમની ભાવનાની લાગણીની હૂંફની માતાના પડખાની પપ્પાના ખભ્ભાની ત્યારે એ દૂર હોય એ ખોટું!!!

બસ

બહાર ૫-૫ વર્ષના બાળકો ભણવા માટે મોકલે તે માતા પિતાને ખાસ વિનંતી, તમે લડાય એટલું બાળક સાથે લડી લો.

પ્રેમમાં હુંફમાં લાગણીમાં આપી દો...

અપાય તેટલું...

પછી એને કશું આડે ન આવે તો એ જ આપણા સાચા નસીબ...એજ કર્મને એજ મર્મ ને એજ જિંદગી જીવવાનો સાર....

ઘરના દરવાજે દસ્તક આવી

લાગે છે મારો "ધ્રુવલ"આવી ગયો...એના પપ્પા જોડે...

પણ એની મમ્મી એને નહિ ગમે તો હું તો સાવ સીધી સાદીને....?

એને મારી પૂજાની થાળીને આ દીપ અગરબત્તીને ફૂલ નહિ ગમે તો....

હું તો ૧૦ ભણેલી એ તો વિદેશ ભણીને આવ્યો ૧૦ વર્ષનો હતો ને ૧૦ વર્ષથી ગયેલો હતો....

તે મારી પરંપરાનું અપમાન કરશે તો?

પૂજાની થાળી તૈયાર કરતા મિત્તલબેનની આંખમાં આંસુ આવી ગયાં...

છતાં એ ધીમા પગલે આવ્યા

દરવાજો ખોલ્યોને પોતાના ધ્રુવલને નિહાળી રહી એક મા...

હર્ષના આંસુ પણ આવી ગયા એક "મા" થી ન રહેવાયું;

પોતાના બાળકને ૧૦ વર્ષથી સ્પર્શ કર્યા વગર રહેલી માતા કેમ રહી શકે...

એક હાથે થાળી પકડીને બીજો હાથ ધ્રુવલ તરફ લાંબો કર્યો...

ત્યાં જ પૂજાની ડીશ લડખડાઈ ત્યાં ધ્રુવલ ડીશ સંભાળતા બોલ્યો:

"મમ્મા,તું તો કે'તી તી કે પૂજાની ડીશ ઢોળાય તો અપશુકન થાય.."

મમ્મી ને પપ્પા જોઈ રહ્યા...

બસ જોઈ જ રહ્યા.....

મમ્મા,હવે તો મને છોડને આરતી કરી અંદર તો આવવા દે!!!

ચરણ સ્પર્શ કરતો ધ્રુવલ બોલ્યો.

હા હા...

ધ્રુવલ અંદર આવ્યો. મમ્મા તું હજુય એવી ને એવી જ છે.

મારી બધી જ વસ્તુ તે વ્યવસ્થિત ગોઠવેલી જેમની તેમ છે,

પણ હવે હું આવી ગયો...

તું નથી સુધરી મમ્મી એમ,

હજુ હું પણ નથી સુધર્યો,એવોને એવો જ છું.

એમ કહી એ પોતાના રૂમમાં ગયો.

પછી આખો દિવસ એ ૫૦ વર્ષની આધેડ સ્ત્રીએ પોતાના દીકરા સાથે સમય વિતાવ્યોને સાંજના ૭ વાગ્યા આજુબાજુ ધ્રુવલ તેના રૂમમાં ગયોને મમ્મી રસોઈ માટે.

૨ કલાક પછી મમ્મી જ્યારે ધ્રુવલને જમવા માટે બોલાવવા ગઈ ત્યારે મમ્મી એ જે જોયુ,

એ અસહ્ય, અઘરું ને દર્દનાક છે.

હે ભગવાન!!!!

આ છોકરો,

"ઈશ્વરે તને નવરો હશે તે દિ'ઘડ્યો હશે"

'અળવિતરો! "

"એક જ ધારું બસ તોફાન,તોફાન ને તોફાન જ "

"એક સેકન્ડવારનીય શાંતિ લે નહિ ને લેવા દે'ય નહિ"

હે ભગવાન!!!

બાપ દીકરો એ આધેડ સ્ત્રીને સાંત્વન આપતા બોલ્યા;

હમ નહિ સુધારેન્ગે

ને છેલ્લે પોતાનો દીકરો જેમનો તેમ જ પાછો મળવાની ખુશી અપાર ઝળકી...

જળજળીયા સાથે...

મિત્રો

આપના અભિપ્રાય જણાવો કે શું 5-5 વર્ષના બાળકોને હોસ્ટેલમાં મોકલી દેવા જોઈએ કે નહિ...

મિત્રો

લોકો 5-5 વર્ષના બાળકો મોકલે છે એટલે જ પૂછ્યું છે મારો અભિપ્રાય ન મોકલાય એવો છે પણ ન કરે નારાયણ ક્યારેક નસીબ જોગ ઈશ્વર કોઈને એવી પરિસ્થિતિ આવવા પણ દે, એ વસ્તુ અલગ છે...

કેમ કે ઈશ્વરની કમાલ તેનો કરિશ્મા કે જાદુ કોઈ ન પામે રખે ને બાળકની માતા ને કશુંક થાય આ કશુંક માં તમે સમજી જ જો મારી કલમ એ શબ્દ નહિ લખી શકે...ત્યારે જરૂરિયાત ઉભી થાય યા બીજી કોઈ વિકટ પરિસ્થિતિમાં પણ જરૂર ઉભી થાય તો હોસ્ટેલ સુવિધાઓ કામ આવે...

બાકી ન કરે ક્યારેય કોઈને ૫ વર્ષનું બાળક મુકવાની જરૂર ઉભી થાય.....


Rate this content
Log in

Similar gujarati story from Children