દરવાજો
દરવાજો
આ સમય પણ આખરે વિતી જવાનો છે ભલે ગમે એટલી મુસીબત આવે રાત પછી સવાર આવવાની છે .
માન્યુ કે મોત' કોરેના' ના રુપમાં આવ્યું છે પણ જિંદગીની આશ છે આ 'દરવાજો'.
તું મારી પર ભરોસો રાખ તારી રક્ષા કરવા તો આ દરવાજો છે.
તું એને ના પાર કર આ કપરો સમય પણ જતો રહેશે તું જિંદગી જીવતા શીખ આ જિંદગીને થોડો સમય આપી દે તું ફરી આ દરવાજાની બહાર ખુલ્લા આસમાનમાં ઊડી શકીશ.
તું ફરી રસ્તા પર ચાલી શકીશ પણ તું આ સમયને સાચવી લે દરવાજાની અંદર તું સુરક્ષિત છે.
ઓછી જરૂરિયાત સાથે તું હમણાં જીવવાનું શીખી લે.
ઈતિહાસે પણ ગવાહી પૂરી છે કે જે હંમેશા સમય સાથે લડ્યો છે તે જિંદગીનો પ્રવાસ પૂરો કરી શક્યો છે.
તું માનસિક મંદીથી મુક્ત થા આર્થિક મંદી તો પહોંચી વળી શું.
ચલો એક કોશિશ કરીએ કામ વગરનો દરવાજો ના ખોલીયે આપણે સૌ નાગરિક દેશના કોરોના વોરીયર છીએ આપણે સૌ દેશદાજ રાખીને...દુનિયાને બચાવીએ.
