STORYMIRROR

Harry Solanki

Inspirational

3  

Harry Solanki

Inspirational

દરિયા જેવું મારૂ દિલ

દરિયા જેવું મારૂ દિલ

2 mins
158

દરિયા જેવું મારું દિલ.....

 તો દરિયો કેવો ?

   દરિયો એટલે કે સમંદર, વિશ્વમાં ત્રણ ભાગમાં દરિયો જ ફેલાયેલો છે. એટલે કે વિશ્વમાં એનાથી મોટું કાંઈ જ નથી,અને હા હું પણ મારા દિલને દરિયા સાથે સરખાવું છું. કારણ બાળપણથી જ મને એ વાત શીખવામાં આવી છે કે દુનિયામાં સૌથી મહાન કોઈ હોય તો એ મનુષ્ય છે. આપણું મન દરિયા જેવું વિશાળ રાખવું જોઈએ,જેથી આપણે બધાને સમાવેશ કરી શકીએ. 

      મારા દાદા, જે ગામની અંદર પાંચ નહીં પણ પચાસ માણસોમાં પૂછાતા હતા. કારણ કે દરિયા જેવું એનું દિલ હતું,........

બધાને સમાવી લેવાના,

બધાની વાત સાંભળવાની, 

બધાને વિકસવાનો મોકો આપવાનો,

બધાને આગળ વધારવામાં સાથ આપવાનો,

કોઈની ભૂલ પણ સહજતાથી સ્વીકારવી,

કોઈનું મેલુ મળ પણ સહજતાથી સ્વીકારવાનું.

     આ છે દરિયાના તો ભાવ એટલે કે દાદાનો સ્વભાવ. આ જ વાત અને આ જ સંસ્કાર મારામાં ઉતરેલા છે.

"વરને કોણ વખાણે વરની મા"

 આ કહેવત લાગુ પડે મને,પરંતુ અત્યાર સુધીના મારા અનુભવ મુજબ તો હું કહું છું કેમ...મેં તો દરેકને મારામાં સમાવ્યા છે. બીજા માટે ગમે એટલા ખરાબ હોય એ મારા માટે તો એ સારા જ હોય પણ હું એને મારામાં સમાવું છું. અને એટલું જ નહીં મારી ખારાશમાં એમની મીઠાશને ભેળવી દઉં છું. એમાં ભળી જઈને પણ બીજાનામાં કોઈ દિવસ એમને ફોર્સ નથી કરેલો કે તમે મારા જેવા થઈ જાઓ. દરિયાદિલ કે દરિયાદિલી જે શબ્દો વપરાય એ કદાચ ઘણા મિત્રો મારા માટે વાપરે છે. માત્ર મિત્રો જ નહીં મારા વિદ્યાર્થીઓ સગા-સંબંધીઓ બધા માટે એક ચોક્કસ વસ્તુ બને છે અને છે કે હું બધાને મારામાં સમાવી લઉં છું.

અને હા કોઈક તો પોતાની રીતે ફરીથી વરાળ બની અને વાદળ બની પાછા વરસી જાય છે. અથવા તો ક્યાંક દૂર દૂર નીકળી જાય છે, એ અલગ પરંતુ હું એમને પણ હસતા મોઢે વિદાય આપું છું.

 આ છે સ્વભાવ દરિયા જેવો સ્વભાવ દરિયાદિલી એટલે કહું છું કે આ સ્વાર્થી દુનિયામાં હું અલગ છું.... દરિયા જેવું મારું દિલ છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational