Participate in the 3rd Season of STORYMIRROR SCHOOLS WRITING COMPETITION - the BIGGEST Writing Competition in India for School Students & Teachers and win a 2N/3D holiday trip from Club Mahindra
Participate in the 3rd Season of STORYMIRROR SCHOOLS WRITING COMPETITION - the BIGGEST Writing Competition in India for School Students & Teachers and win a 2N/3D holiday trip from Club Mahindra

Niranjan Mehta

Inspirational


3.8  

Niranjan Mehta

Inspirational


દ્રાક્ષનું ઝૂમખું

દ્રાક્ષનું ઝૂમખું

3 mins 285 3 mins 285

રાજીવે જોયું હતું કે બે-ત્રણ દિવસથી અજીતા કશીક મૂંઝવણમાં છે. તે અગાઉની અજીતા જણાતી નથી. આજે તો તેને આ વિષે પૂછી જ લઉં આમ વિચારી જ્યારે અજીતા રાતે પરવારીને બેડરૂમમાં આવી ત્યારે રાજીવે કહ્યું, ‘અજીતા કોઈ પ્રશ્ન તને મૂંઝવી રહ્યો હોય તેમ લાગે છે. મને જણાવ શું સમસ્યા છે તો તેનું નિરાકરણ કરી શકાય.’

શરૂઆતમાં તો અજીતાએ કોઈ જવાબ ન આપ્યો પણ રાજીવે જ્યારે ફરી ફરી પૂછ્યું ત્યારે તેણે કહ્યું ‘મારી મુશ્કેલીનું નિરાકરણ સહેલું નથી. કદાચ તને તે વાત પસંદ ન પણ પડે એટલે કહેવાનો અર્થ નથી.’

‘જ્યાં સુધી હું વાત ન જાણું ત્યાં સુધી કેમ તું માને છે કે નિરાકરણ સહેલું નથી ?’

‘કારણ વાત જ એવી છે.’

‘જેવી હોય તે કહે એટલે જો તેનો ઉપાય હોય તો તે કરાય.’

‘એનો ઉપાય છે પણ સરળ નથી.’

‘હવે એમ કહીને તું વાતને ચકરાવે ચઢાવે છે. તું વાત ટાળ નહીં.’

‘સારું તો સાંભળ. મને હવે આ ઘરમાં રહેવાનું ફાવતું નથી.”

‘એટલે ?’

‘મને એકલતા જોઈએ છે. આ સંયુક્ત કુટુંબમાં જીવ ડહોળાય છે.’

‘અરે પણ આપણું કુટુંબ કાંઈ મોટું નથી. પપ્પા, મમ્મી, તું, હું અને ચિન્ટુ. અને તને તો બધી છૂટ છે. જ્યારે બહાર જવું હોય ત્યારે જઈ શકે છે. બહેનપણીઓને પણ મળી શકે છે. તારૂ ઘર પણ નજીક છે એટલે ત્યાં પણ તું વિના સંકોચે જાય છે. તો પછી હવે એકલતા ?’

‘એ બધું સાચું પણ મારા મનને તેથી શાંતિ નથી થતી. હું નાનપણથી એકલી હતી. તને ખબર છે મારે કોઈ સગા ભાઈ-બહેન નથી એટલે હું એકલી રહેવાને ટેવાયેલી છું. લગ્ન પછી તરત તો જુદા રહેવાની વાત ન કરાય એટલે આજ સુધી નિભાવી લીધું. પણ છેલ્લા કેટલાક દિવસથી હું મનમાને મનમાં મૂંઝાતી રહું છું. તને કહેવું કે ન કહેવું તે અવઢવમાં ઘણા સમયથી મારા ચિત્તમાં વમળો પેદા થયા કરે છે પણ વાત કરતા અચકાતી હતી, પણ જ્યારે તે જ સામેથી કહેવાનું કહ્યું તો આજે વાત કરી નાંખી.’                                                                       'હું તારી લાગણી સમજી શકું છું પણ મારે પપ્પા મમ્મીનો પણ વિચાર કરવો રહ્યો. મને થોડો સમય આપ પછી કોઈ રસ્તો વિચારી લઈશ.’

ત્યારે તો વાત પતી ગઈ પણ રાજીવને વિચાર કરતો કરી મુક્યો. તે પોતાની જાતને સૂડી વચ્ચે સોપારી જેવી અનુભવવા લાગ્યો. અજીતાને કહી તો દીધું પણ તેની સમસ્યાનો ઉકેલ સહેલો તો નથી જ. મોટા ભાગના પુરુષો આવી પરિસ્થિતિમાંથી પસાર થાય છે તેની તેને જાણ હતી. વિચારમાંને વિચારમાં તેની ઊંઘ પણ વેરણ થઈ ગઈ અને સવાર પડી ગઈ.

સવારના ગંભીર મોઢે અજીતાએ કહ્યું કે તે માર્કેટ જાય છે તો કશું લાવવાનું છે ?

‘દ્રાક્ષની સીઝન શરૂ થઇ ગઈ છે તો સારી જોઈને લેતી આવજે. ચિન્ટુને પણ પ્રિય છે.’

‘સારૂ,’ કહી અજીતા ગઈ.

કલાકેક પછી તે પાછી આવી ત્યારે રાજીવ લેપટોપ પર ઓફિસનું કામ કરી રહ્યો હતો. અજીતાએ તેને કહ્યું કે તે દ્રાક્ષ લઈ આવી છે.

‘શું ભાવ હતો ?’

’કિલોના રૂપિયા ૮૦.’

‘આટલી મોંઘી દ્રાક્ષ ? અને તું તે લઈ આવી ?

‘ના હું એવી મોંઘી દ્રાક્ષ લાવતી હોઈશ ?’

‘પણ તું કહે છે ને કે તું દ્રાક્ષ લાવી છે ?’

‘હા, પણ તે સસ્તા ભાવની.’

‘સસ્તા ભાવની એટલે ?’

‘એટલે એમ કે દ્રાક્ષના ઝુમખાનો ભાવ વધુ હતો પણ એક ટોપલીમાં છૂટી દ્રાક્ષ પણ હતી જે સહેજ વધુ પાકેલી હતી પણ ખાવાલાયક હતી એટલે તેવી દ્રાક્ષ લઈ આવી.’

‘તો તેનો ભાવ જરૂર ઓછો હશે.’

‘હા એટલે તો લાવી.’.

‘આ વાત પરથી તને કશુક સમજાયું ?’

‘દ્રાક્ષ અને તેના ભાવની વાતમાં શું સમજવાનું ?’

‘સમજાય તો ઠીક. બાકી તેં જ બહુ ગંભીર વાત કહી છે.’

‘ગંભીર વાત અને તે પણ દ્રાક્ષને કારણે ? કાંઈ સમજાય તેવું કહે.’

‘આપણી કિંમત આ દ્રાક્ષના ઝૂમખાં સમાન છે. દ્રાક્ષનું ઝૂમખું એટલે એક પરિવાર. જેમ ઝૂમખાની કિંમત છૂટી દ્રાક્ષ કરતા વધુ હોય છે તેમ સાથે રહીએ ત્યારે આપણી કિંમત વધુ હોય છે ભલે આપણી થોડી સ્વતંત્રતા ઓછી થઈ જાય. પણ જેવા આપણે પરિવારથી અલગ થઈ જઈએ છીએ ત્યારે સ્વતંત્રતા તો મળે છે પણ સાથે સાથે જ્યારે આપણે પરિવારમાં એટલે કે સમૂહમાં રહેતા હતાં ત્યારે જે આપણી કિંમત હતી તે હવે ઓછી થઈ જાય છે.

‘તે તો વાંચ્યું હશે કે એક ઝાડની ડાળખીની શક્તિ અને તેના ભારાની શક્તિમાં કેટલો ફેર હોય છે. એક ડાળી સહેલાઈથી તૂટી જાય છે જ્યારે તેના ભારાને તોડવો સહેલો નથી. સંયુક્ત પરિવારનું પણ તેમ જ છે.

‘એક આંગળી કરતા પાંચ આંગળીની શક્તિ અને તેનાથી બનેલી મુઠ્ઠીમાં પણ એવો જ ફેર છે તેની તને ખબર છે. હવે તારે જે સ્વતંત્રતા જોઈએ છે તે વિષે તું જ વિચારીને નિર્ણય કર.’


Rate this content
Log in

More gujarati story from Niranjan Mehta

Similar gujarati story from Inspirational