Suresh goletar

Drama

3  

Suresh goletar

Drama

દિલ બેચારા રિવ્યુ

દિલ બેચારા રિવ્યુ

4 mins
28


   ડિઝની હોટસ્ટાર પર રજૂ થયેલી આ ફિલ્મ વિશે કદાચ ખૂબ જ ઓછા લોકો અજાણ હશે સુશાંતસિંહ રાજપુતની છેલ્લી ફિલ્મ હોવાથી અને જોવા માટે ઘણી ઈચ્છા હતી.

    ફિલ્મ શરૂ થાય છે 'કિઝી બાસુ' ( સંજના સાંધી ) ના પાત્રથી, જેને લંગ કેન્સર છે. રોજબરોજની જિંદગી કેટલી કંટાળાજનક છે એવું કિઝીનું માનવું છે. મૃત્યુ પામેલા લોકોનો ખાલીપામાં પોતાને જીવનનું કારણ શોધતી ને બીજાની એકલતા ઘટાડતી જાય છે. પછી તેને અચાનક મળે છે રજનીકાન્તનો જબરજસ્ત ફેન સેમ્યુઅલ રાજકુમાર અકા મેન્ની (સુશાંત સિંહ રાજપૂત). એના મિત્ર અને મેન્ની બંને સાથે મળીને એક ફિલ્મ બનાવવા માંગે છે. એ પણ ભોજપુરીમાં.

   વીર અભિમન્યુના દર્દભર્યા ગીતોમાં પોતાની એકલતાને સંતાડી રાખતી કિઝી કંઈક અંશે ખુદની જિંદગીને બહુ જ કંટાળાજનક માને છે.

રોજિંદી દિનચર્યાના બ્લોગ બનાવીને ખુદ ને દિલાસો આપવાના પ્રયત્નો કર્યા કરે છે.

    કિઝીના નીરસ જીવનમાં ખુશીઓનો મહાસાગર ને ત્સુનામી લાવી દે છે એક અલ્લડ છોકરો મેન્ની અકા સેમ્યુઅલ રાજકુમાર જુનિયર. એના હોઠો પર સ્માઈલ લાવે છે.

      ફોલ્ટ ઈન અવર સ્ટાર્સ નામની નવલકથા અને એજ નામની હોલિવૂડની ફિલ્મની ઓફિશયલ હિન્દી રિમેક છે દિલ બેચારા.

       પેલા આ મૂવીનું નામ કિઝી અને મેન્ની રાખવાનું નક્કી થયું હતું પણ પછી બદલાવી નાખવામાં આવ્યું. મુકેશ છાબડાની દેબ્યું ડિરેક્ટર તરીકેની આ ફિલ્મમાં દરેક એક્ટરનું પરફોરમન્સ ઘણું જ જીવંત અને યાદગાર છે. ઘણું હસાવે છે અને ઘણું રડાવે છે. એઆર રહેમાનનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક ખુબ જ ખુશનુમા ને હૃદયના ધબકારા વધારી દે છે. કેટલાય દ્રશ્યો તો ઘણા તાંતણા હલબલાવી દે એવા છે. દરેક ગીત નું સંગીત અને ફિલ્માંકન ખુબ જ સરસ રીતે થયું છે જેમાં તારે ગીન તો જબરજસ્ત છે.

  " એક થા રાજા , એક થી રાની 

દોનો મર ગયે ખતમ કહાની " 

    કિઝી અને મેન્ની બન્ને કેન્સરના પેશન્ટ છે અને બંને ની આગળ પાછળ ફરતી આ વાર્તા કદાચ થોડીક હૃદયદ્રાવક પણ છે. પોતાની ભોજપુરી ફિલ્મમાં કામ કરવા માટે કિઝી ને મનાવવા મેન્ની આખો દિવસ એની પાછળ પાછળ ફેરતો હોય છે. પછી બન્ને વચ્ચે પ્રેમ પાંગરે છે. આ દરમ્યાન અચાનક કિઝીની તબિયત વધુ પડતી લથડી જાય છે એમાં પણ કિઝી મેન્ની ને વધુ દુઃખી ના થાય એટલે અંતર બનાવવા માંડે છે અને તેને મળવાનું મૂકી દે છે. આમાં તેના માતાપિતા નું પાત્ર પણ જોરદાર રીતે ભજવ્યું છે અને બંગાળી દંપતી તરીકે પ્રભાવ પાડી દે છે.

 " જન્મ અને મૃત્યુ આપણે નથી નક્કી કરી શકતા પણ એ નિર્ધારિત કરી શકીએ કે આપને ખુદને કેવી રીતે જીવવું છે "

  કિઝી એની એક ખૂબ જ ઈચ્છા મેની ને વ્યક્ત કરે છે. એણે ફેવરિટ સોન્ગના ગાયક અભિમન્યુ વીર ને મળવા માંગે છે. તેને મળીને પૂછવું છે કે એણે યુ આર.. નામનું એનું ગીત અધૂરું શા માટે મૂકી દીધું કેમ પૂરું ના કર્યું.જ્યારે બન્ને ઈમેઈ થી વીરનો કોન્ટેક્ટ કરે છે ત્યારે જવાબ મળે છે કે જો કદાચ તેઓ ક્યારેક પેરિસ આવે તો મળી શકે.

  બીમાર હાલત માં ટ્રાવેલિંગ માટે એનો ડોક્ટર ના પડે છે છતાં કીત્ઝી એનું ડીસીઝન બદલતી નથી ત્યારે ત્રણેય પેરિસ જાય છે.

  પછી બન્ને વીર અભિમન્યુ ને મળે. છે પણ આ મુલાકાત ધાર્યા મુજબ સુખદ રહેતી નથી. થોડો સાઈકો એવો વીર ઘણું જ ખરાબ વર્તન કરે છે.વીર અભિમન્યુ ના પાત્ર માટે સૈફ અલી ખાને. ખુબ જ જોરદાર અભિનય કર્યો છે. એનો યાદગાર. ડાયલોગ

   'ગીત અધૂરું રહી ગયું છે કેમ કે જેની માટે લખતો અને ગાતો હતો એ મરી ગઈ. સુસાઇડ એતો ગુનો છે એટલે પરાણે જીવી રહ્યો છું.

તમારા બન્ને માં પણ એવું જ થશે એક મરી જાય એટલે બીજાની ખુશી છીનવાઈ જશે. '

 આ પછી ત્રણેય ભારત આવે છે અને તેના આંધળા મિત્રની ફિલ્મ નું બાકી રહેલું શૂટ પૂરું કરે છે. એક દિવસ મેન્ની કિઝીને એની ખુદની ફ્યુનરલ નું રિહર્સલ કરવા માટે ચર્ચ માં બોલાવે છે. આ ખુબ જ હૃદયદ્રવક સીન છે.

  હવે મેન્ની ની હાલત ધીમે ધીમે વધારે બગડતી જાય છે ને પરિસ્થિતિ હદબહાર જતી રહે છે.તે નસીબ ના આ ક્રૂર ખેલ સામે ખુબ જ લાચારી અનુભવે છે . કિઝી પણ ખૂબ દુઃખી છે કેમ કે એણે અઢળક પ્રેમ આપનારો મેન્ની હવે એની વિદાય લઈ લેશે .

       મેન્ની એક દિવસ કિઝીને થીએટર માં બોલાવે છે જ્યાં કબાલી ફિલ્મ ના શો માં ખુબ જ છેલ્લો અને ખુબ જ ઈમોશનલ સીન છે એના મ્રુત્યુ નજીક હોવાનો આભાસ. 

સુશાંત સિંહ રાજપૂત નો આ છેલ્લો સીન છે.

   મેન્ની ના મૃત્યુ બાદ બન્ને ની ફિલ્મ ના ક્લાઈમેક્સ માં મેન્ની પૂછે છે કે કિઝી  

  ' સેરી ( તમિલ માં ઓકે ) ?

અને ફિલ્મ નું સમાપન થાય છે.

એક વાર તો આ ફિલ્મ જોવી જ રહી.

 " કહાની તબ તક ખતમ નહી હોગી જબ તક

 રાની જિંદા હૈ."


Rate this content
Log in

Similar gujarati story from Drama