Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Suresh goletar

Inspirational


4  

Suresh goletar

Inspirational


અદનો માણસ

અદનો માણસ

3 mins 20 3 mins 20

 "દીકરા, હજી કંઇક લેવાનું બાકી રહી ગયું હોય તો મને કહેજે, રાજકોટ પણ એક વાર જઈ આવશું " 

અમદાવાદ થી બહાર નીકળીને સોલા પહોંચ્યા ત્યાં સુધીમાં તો સાંજ પડી ગઈ. સૂર્યનારાયણ પોતાના બધા આવરણો સંકેલીને અંધારાને ઉમળકા થી આમંત્રણ આપી રહ્યા હતા.

દયાશંકર ભાઈ આમતો મૂળ માણાવદરના પણ ભાવનગરની બેંકમાં વર્ષોથી નોકરી કરે. ધીમે ધીમે બઢતી પામીને મેનેજર સુધીની પોસ્ટ માં પહોચી ગયેલા.    હવેતો નિવૃત્તિ આડે થોડાક જ વરહ બાકી રહેલા. પોતાની એકનીએક લાડકી ભક્તિના થોડાકજ દિવસોમાં લગ્ન લેવાના હતા. અમદાવાદથી ઘરેણાં અને બીજો ઘણો બધો પરણેતર નો સામાન ની ખરીદીમાં સાંજ પડી ગયેલી.

તહેવાર નજીક હોવાથી ખાલી રસ્તાઓમાં વેગનઆર પૂરપાટ ઝડપે દોડતી હતી. અંદર બેઠા બન્ને મુસાફીર હજુ શું લેવાનું બાકી રહ્યું છે એની ચર્ચાઓ થતી હતી. અચાનક ગાડી ધીમી પડી ને ઝટકો મારીને ઊભી રહી ગઈ. અતુલભાઈ એ બારણું ખોલ્યું અને આગળનું બોનેટ ઉઘાડ્યું. કેટલીયે વાર બધા વાયરોની સલી કર્યા બાદ લાગ્યું કે આ ડખો હવે સોલ્વ ખુદથી થશે નહી. કોઈ મિકેનિક ને જ બોલાવવો પડશે. 

અહીંથી નજીકમાં નજીક નું ગામ પણ દસ કિલોમીટરથી ઓછા અંતરે આવેલું નહોતું. બાવળા તો વટી ગયા હતા અને જલદી પહોંચવા માટે ધંધુકા ને બદલે ધોલેરા વાલો શોર્ટકટ લીધો હતો.આ રસ્તો ધીમે ધીમે સાવ અંધારપટમાં ફેરવાઈ જવાનો હતો.

વીસેક લાખ જેટલો પરણેતરનો સામાન અને દીકરી સિવાય કોઈ બીજું સાથે હતું નહી. સાવ નિસહાય પરિસ્થિતીમાં કોઈ મદદ કરવા માટે આવે અને લૂંટી જાય એવું પણ થઇ શકે તેમ હતું. ભાલમાં નજીકમાં કોઈ ખેતરો પણ નોતાં. ઘણી વાર હાથ ઊંચા કર્યા પણ કોઈ વાહન ચાલક ઊભો રહેતો નોતો અને બીજી બાજુ રસ્તો સાવ અંધારપટમાં ગરક થઇ ગયો હતો. છેલ્લે એક આઇસરવાળો ઊભો રહ્યો અને એમાંથી એક મૂછોવાલો વિકરાળ લાગતો પડછાયો નીચે ઉતર્યો. હત્તોકટ્ટો અને મજબૂત બાંધાનો લાગતો હતો પણ અહી તો અતુલ ભાઈને પરસેવો છૂટવા લાગ્યો. નજીક આવ્યા પછી જોયું તો આ ચહેરો તો અજાણ્યો નોતો. ભાવનગરની બાજુના જ ગામ ભંડારિયાનો રઘો રબારી હતો.

અતુલભાઈ ને જૂની વાત યાદ આવી અને ભયનું લખલખું પસાર થઈ ગયું. થોડા દિવસો પહેલાં બનેલો સંવાદ કાનમાં અથડાયો.

"સાબ, આ કાગળિયા તો બરોબર છે તો તમે મારી લોન કેમ આપતાં નથ મને" કાકલૂદીના સ્વરમાં રઘલો વિનંતિ કરી રહ્યો હતો.

"જો બકા, એમનેમ તને આપી દઉં તો મારા ઘરમાં હું ખાઉં હું ! " દાંતખોતરવાની સળીથી કાનમાં નાખતા બોલ્યા.

"પણ સાબ, હું ગરીબ માણસ છું થોડી દયા રાખીને માબાપ"  એ ગળગળો થઈ ગયેલો.

"સિક્યોરિટી ગાર્ડ, આને કોઈક મારી કેબિનમાંથી બહાર કાઢો.આવને આવા રોજ ભટકાય છે "

પછી તો રોજ રઘૂડાના આંટાફેરા ચાલુ હતા પણ એકેય કર્મચારી એણે ગણકારતો નહી. એક ટેબલથી બીજા ટેબલમાં ધક્કા ખવડાવતા અને ઘણો તિરસ્કાર કરતા. એનો અભણ હોવાનો પૂરતો લાભ ઉપાડીને આખો પૈસાથી વેતરી નાખેલો.

"સાબ શું ડખો થયો છે, મને જોઈ લેવા દયો" રઘા નો હાકોટો સાંભળીને અતુલભાઈ  વર્તમાનમાં પાછા ફર્યા.

અઢી કિલોના એના હાથ સામે અતુલભાઈ ઘડીક પણ બાખડી શકે તેમ નોતાં. આવા વગડામાં જો એણે લૂંટી લે તો કંઈપણ થઇ શકે તેમ ન હતું. છતાં મોઢા ઉપર બનાવટી સ્મિત ધારણ કરી બોલ્યાં,  

"કદાચ કાર્બોરેટરમાં કચરો ભરાઈ જવાથી ચાલુ નહી થતું હોય પણ અહી રિપેર કરવા કોણ મળે અમને " 

 રઘલાએ ઘણી મથામણ કરી જોઈ પણ વેગનઆર ચાલું નોજ થઇ. પછી પરસેવે રેબઝેબ થઈ એણે પૂછ્યું,

"અત્યારે તો રાત પડી ગઈ છે એટલે કોઈ મિકેનિક મળશે નહી પણ કાલે હું આમ સરખી કરીને લેતો આવીશ. અત્યારે તમે મારા આઈસર માં બેસી જાઓ "

અતુલભાઈ પાસે હવે તો કોઈ વિકલ્પ વધ્યો નોતો એટલે કચવાતા મને એ અને ભક્તિ ખટારામાં બેસી ગયા. ભાવનગર પહોંચીને રઘૂડાએ સુરક્ષિત સ્થળે પહોંચાડી દીધા. બન્ને ને સામાન ઉતારવામાં ઘણી મદદ પણ કરી.અતુલભાઈ ગદગદ થઇ ગયા.

રઘલો નિસ્પૃહની જેમ મેલા પાઘડીમાંથી બે હાજરની નોટ કાઢીને બોલ્યો 

"બુનમાં લગનમાં તો મારાથી નહિ આવી શકાય એટલે અત્યારે આટલાજ છે "

અતુલભાઈ કંઈપણ બોલે એ પેલા કંઈપણ માં બન્યું હોય એમ ખુદની મોજમાં એ હાલતો થઇ ગયો.


Rate this content
Log in

More gujarati story from Suresh goletar

Similar gujarati story from Inspirational