Suresh goletar

Tragedy Others

3  

Suresh goletar

Tragedy Others

અતીત

અતીત

3 mins
45


 પારાવાર હાડમારીઓ વચ્ચે પોતાનું અને ખુદની અર્ધાંગિનીનું જીવન ટકાવી રાખવું એ કંઈ જેવી તેવી સહેલી કસોટી નહોતી. મુશ્કેલીઓને તરત જ પરાસ્ત કરી દેવાની ખેવનાઓ સામે હકીકત તો સાવ બીજું જ સ્વરૂપ દર્શાવી રહી હતી.

        સાવ નાની એવી ઓરડીમાં બંને એ પોતાના લગ્નજીવન નો આરંભ તો કરી દીધો પણ આ અનુભવ ખૂબ જ કઠિન અને મુશ્કેલી ભર્યો હતો. મિલાપ ને પોતાની પૈતૃક સંપત્તિમાં ની સગવડો સામે ખૂબ જ ઓછી સુવિધા માં જીવન ગાળવું પડી રહ્યું હતું.

         સૂર્યનારાયણ ધીમે ધીમેથી પોતાની તીવ્રતા ઘટાડીને કિરણોનો મારો સંકેલવા લાગ્યા હતાં. અંધારાનું સામ્રાજ્ય ફેલવાને તો થોડી જ વાર રહી હતી. મંદિરોમાં સંધ્યા આરતીની ઝાલર વાગી રહી હતી. ભરવાડો પોતાનું ધણ હાંકીને ગામનાં પાદરમાં ધૂળ ઉડાડી રહ્યા હતાં.

        મહેસાણા શહેરના એક છેડે સાવ જુનાપુરાના મકાનની જર્જરિત દીવાલો નીચે દંપતી પોતાનું જીવન ટકાવી રહ્યા હતાં.

      મિલાપ એની કારકુનની કમર તોડી નાખતી નોકરીમાંથી હજી હમણાં જ પાછા ફર્યા હતાં. રાધા સાંજ માટે વાળું ની તૈયારી કરી રહી હતી. ખીચડીની સુવાસ ચારેકોર આવી રહી હતી.

     " સાંભળો છો તમે , ખીચડીને દૂધ બનાવ્યું છે, ચાલશે ને "

          હળવેથી રાધા એ સાદ કર્યો.

   મિલાપ કંઈ પણ જવાબ આપે એ પેલાં તો રાધા એ ચીસ પાડી ને ફસડાઈ ગઈ. મિલાપ દોડીને પહોંચ્યો ત્યારે તો લોહીનું આખું પાતોડું ભરાઈ ગયું હતું. હવે કંઈ પૂછવાનો સમય વધ્યો નહોતો.

  તરત જ રાધાને સરકારી દવાખાને પાડોશી અલ્તાફના ગાડાંમાં બેસાડીને પહોંચાડી દીધી.

બહાર બાંકડે પણ મિલાપનું મન જરીયે શાંતિ નો'તું.  

" તબિયત તો હવે સુધરી રહી છે પણ ગમે ત્યારે ડિલિવરીનું દરદ ઉપડી જાય. સાતમો મહિનો ચાલે છે એટલે અધૂરા મહિને જન્મેલું બાળક સ્વસ્થ નહીં હોય. પ્રીમેચ્યુર ડિલિવરી માટે અહીં પૂરતી સુવિધા નથી એટલે દર્દીને તાબડતોબ મોટી હૉસ્પિટલમાં પહોંચાડી દેવા પડશે '

આજનો દિવસ મિલાપ માટે કઈક જુદો જ ઊગ્યો હતો. સૂર્યદેવ બધી જ કૃપા એની ઉપર વરસવા માંગતા હોય એમ એના જીવનમાં નવી ઊર્જાનું સંચરણ થયું.

" તમારે ઘરે પારણું બંધાયું છે, દીકરી નો જન્મ થયો છે પણ એને શ્વાસ લેવામાં તકલીફ છે એટલે એને ઈંક્યુબેટરમાં રાખવી પડશે "

પ્રીમેચ્યુઅર નો મસમોટી ફી ભરવાની તો એની ઓકાત જ નો'તી પણ આ નાની ઢીંગલીને કેમેય કરીને જીવડવી હતી.

એનો ચહેરો જોઈ લેવા માટે વોર્ડ તરફ એને દોટ મૂકી.

બિડાયેલા પોપચાં ને હથેળીમાં સમાઈ જાય એવી પાતળી કાયા. એના હરખનો પાર રહ્યો નો'તો.

હજુ ઘણા પાના ઉથલાવી લીધા હોત પણ ત્યાં જ ખભા પર કોઈએ હાથ મૂક્યો,

 "  એલા આયા બેઠો પલળે છે શું કામ,

શરદી થઈ જશે ને માંદો પડી જાશ "

 જમવા બોલાવવા માટે રમણીકભાઈ આવ્યા હતાં.

મિલાપભાઈની જાહોજલાલી વિશે તો મેં પણ ઘણું સાંભળેલું પણ એના ભૂતકાળ વિશે જાણવાની ઘણી ઈચ્છા હતી. એમને જોવાનું તો રોજ થઈ જાય પણ તેઓ હંમેશા અતડા જ રહેતા.

હું હજી નવોસવો ડિગ્રી લઈને નોકરીએ જોડાયેલો. કોઈની લાગવગ નહીં એટલે કોઈ મને નોકરી આપતું નહી પણ વૃદ્ધાશ્રમ માં છેવટે કામ મળ્યું આ બધા ભૂતકાળના ભવ્ય ઘરેણાંઓને સાચવવાનું. હું હજી ત્યારે ૨૩ વર્ષ નો જ હતો પણ દરેક વડીલ મારી સાથે આદર અને સમ્માનથી જ વાત કરતા.

એક દિવસ હું અને મિલાપ ભાઈ બેઠા હતાં ત્યારે એમને મારી ઈચ્છાથી એમની જૂની વાતો ઉખેળી.

" જો દીકરા, જ્યારે મૃત્યુ નજીક આવે ત્યારે સુખના દિવસો બોવ જ યાદ આવે "


Rate this content
Log in

Similar gujarati story from Tragedy