Vibhuti Desai

Inspirational

3.4  

Vibhuti Desai

Inspirational

ધબકાર

ધબકાર

1 min
23


પત્ની રમાના અવસાન પછી પુત્રી નેહાને રમેશભાઈએ એકલા હાથે ઉછેરી. સંસ્કાર સિંચનમાં જરા પણ કચાશ નહીં. આજે આ દીકરીને વિદાય આપતી વખતે નેહાના સસરાએ કહ્યું કે,વેવાઈ અમારી એક માંગણી છે. એ પૂરી કરશો તો જ નેહાની વિદાય થશે.

સાંભળતાં જ નેહા અને એના પિતાનું હૃદય ધબકાર ચૂકી ગયું. દહેજ લેવાની સ્પષ્ટ ના પાડનાર વેવાઈની શું માંગણી હશે. ત્યાં જ નેહાનાં સસરાએ કહ્યું, નેહાનાં પગફેરાની વિધિ પતે એટલે નેહાની સાથે તમો અમારે ત્યાં કાયમ માટે આવીને રહેશો. આ માટે જો તમારી હા હોય તો જ નેહાની વિદાય થશે. સાંભળતાં જ નેહા અને એના પિતાનું હૃદય હર્ષના ધબકારથી ધબક્યું.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational