STORYMIRROR

Kalpa Vohra

Romance Inspirational

3  

Kalpa Vohra

Romance Inspirational

ધબકાર

ધબકાર

2 mins
21

'ચરરરરર...' કરતી એક ચમચમાતી બીએમડબલ્યુ શહેરના છેવાડે આવેલા બગીચા પાસે પાર્ક થતા જ એમાંથી ત્વરા ...પોતાના નામ પ્રમાણે જ ત્વરાથી દરવાજાની અંદર જાણે કે બસ દોડી. એની રડું રડું થતી આંખો ધીરજને શોધી રહી હતી. ત્યાં તો સામે એક વૃક્ષ પાસેના બાંકડા પરથી ત્વરાને જોતાંજ ધીરજ "હાય! ડીઅર..આવી ગઈ તું ? પહેલાં એમ કહે કે આવા કાળઝાળ ગરમીના સમયે; ભરબપોરે મને અચાનક કેમ અહીં બોલાવ્યો? એવરીથિંગ ઈઝ ઓકે ?' એમ પુછતો ત્વરાની સામેજ આવી ગયો, પણ કંઈ પણ બોલી શકવા અક્ષમ એવી ત્વરા ધીરજને ગળે વળગીને ખળખળ રડી પડી. ધીરજે પહેલાં એને મન ભરીને રડી લેવા દીધી. પછી હળવેક થી પુછ્યું "શું વાત છે ? તું આટલી વિહવળ કેમ છો ? રડે છે કેમ ?

ત્યારે માંડ થોડી શાંત થયેલી ત્વરા એ કહ્યું .."તું મારા પપ્પા પાસે મારો હાથ માંગવા ક્યારે આવે છે ? ઘરમાં મારી સગાઈની વાતો શરૂ થઈ ચૂકી છે. જે કરવું હોય એ ત્વરિત કરવું પડશે."

ધીરજે ધીરજ બંધાવતા કહ્યું "ચિંતા ન કર...મને નોકરીમાં થોડો પગભર થવા સમય આપ"...

"અરે.. યાર એ જ તો નથી..." ત્વરા બોલી...

ધીરજે કહ્યું, 'એ જલ્દીથી આવશે...'અને બન્ને અશ્રૃસભર આલિંગન સાથે છુટા પડ્યા.

સમય ને પણ પાંખો આવી. સંજોગોવશાત્ ધીરજ આવી ન શકયો અને ત્વરા એના પપ્પાના વચનને ખાતર એમના જિગરી દોસ્તના પુત્ર આલેખ દેસાઈ સાથે પરણીને સાસરે આવી. આ બાજુ ધીરજ પણ એક સંસ્કારીને સુશીલ એવી સમીક્ષા સાથે ચૉરીના ચાર ફેરા ફરીને ગૃહસ્થ જીવનમાં ગોઠવાઈ ગયો. વળી થયું એવું કે સમીક્ષા અને આલેખ બાળપણના મિત્રો હતા. એટલે ચારેયને એકબીજા સાથે સારું ફાવી ગયું હતું.

ધીરજ - સમીક્ષાના લગ્નને સાત -સાત વર્ષ થવા છતાં ખોળના ખૂંદનારની - શેરમાટીની ખોટ હતી.

અચાનક રવિવારની એક બપોરે ધીરજનો મોબાઈલ રણક્યો. સામે છેડે આલેખ હતો. પણ જ કંઈ વાત થઈ એ સાંભળીને ધીરજ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના સમીક્ષાને લઈને ભાગ્યો. હોસ્પીટલ ભણી.

વાત એમ હતી કે ત્વરાને પ્રસુતિની પીડા ઊપડી હતી...પ...ણ ધીરજ - સમીક્ષા પહોંચ્યા ત્યાં તો ત્વરા એક દિકરીને જન્મ આપીને આ ફાની દુનિયા છોડી ગઈ હતી. આલેખ કંઈ પણ બોલી શકવા અસમર્થ હતો. ધીરજને જોતાંજ દોડીને એને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો ને હકિકતથી એને વાકેફ કર્યો. સમીક્ષા તો જાણે પૂતળું જ બની ગઈ હતી...હકિકત જાણીને.

આ વાતને પંદરેક દિવસ ગયા પછી એકવાર ધીરજે આલેખ સાથે એ દીકરીને ગોદ લેવાની ઈચ્છા પ્રદર્શિત કરી. આલેખે થોડું વિચારી મંજૂરીની મહોર મારી દીધી કેમકે એ પણ મા વિહોણી દિકરીનો બાપ પણ હતો અને ધીરજ - સમીક્ષાની નિ:શબ્દ વેદનાથી પરિચીત પણ હતો ! અને ગણતરીના દિવસોમાં જ કાનૂની કાર્યવાહી બાદ એ દીકરી "દુલારી" નામ સાથે ધીરજ -સમીક્ષાના જીવનમાં પ્રવેશી એમના હૃદયનો ધબકાર બનીને.


Rate this content
Log in

Similar gujarati story from Romance