Kalpa Vohra

Others

2  

Kalpa Vohra

Others

મારી મૈત્રીગાથા

મારી મૈત્રીગાથા

2 mins
22


.....મિત્રો..!

આમ તો માનવ જિંદગી ખૂદ જ એક યાદગાર ઘટનાઓ કે પ્રસંગોથી ખચોખચ ભરેલો એક પટારો જ છે.

કંઈ કેટલીય "સારી - ખરાબ" , "કડવી - મીઠી" , "હસાવતી - રડાવતી" કે પછી કહો કે 'જિંદગીને સાચા અર્થમાં જીવતા શિખવતી' કેટલી ય...અણમોલ યાદો પ્રસંગોના રુપમાં આપણા જીવન સાથે વણાઈ ગઈ હોય છે.

જીવનનો આવો જ એક સુખદ પ્રસંગ આજે અહીં વર્ણવવા જઈ રહી છું. આમતો મારે ખૂબ જ વિશાળ મિત્રવર્તુળ છે, અને બધા જ ખૂબ સારા છે. પણ....કોઈ એકલ દોકલ એવા પણ મિત્રો હોય કે જે 'લોહીના સંબંધ' ને પણ મહાત કરી દેતા હોય અને આજીવન દિલ સાથે જડાઈ જતા હોય.

લગભગ આઠ - નવ મહિના પહેલા એક એવી વ્યક્તિ "મિત્ર" રુપે મારા જીવનમાં આવી કે આજે એ જાણે મારું સર્વસ્વ બની ગઈ છે. ઘણી વાર એવું બનતું હોય છે કે આપણે જે અમૂક વાતો આપણા પરિવાર સાથે સહજતાથી નથી કરી શકતા એ "મિત્રભાવે" બેજીજક એ મિત્ર સાથે વહેચી શકીયે છીએ.આ વાત હું સ્વાનુભવથી કહું છું , અને એ વાત પણ એટલી જ 'અભિમાન અને ગૌરવ' થી કહું છું કે આજે એ મિત્ર એ મારી જિંદગીમાં એની ખૂદની એક અલગ જ જગ્યા બનાવી લીધી છે. કંઈ પણ દુઃખ - તકલીફ - મુંજવણ કે દર્દ હોય...એનું એક જ વાક્ય 'હું છું ને તારી સાથે...' એ મારી તમામ તકલીફોનું વિરામ સ્થાન બની જાય છે. એ મિત્ર એ ખરા અર્થમાં મિત્રતા નિભાવી છે...એ પણ એક વચન સાથે કે દોસ્ત તારી કહેલી કોઈ વાત મારા જીવતેજીવ મારી પાસેથી બહાર નહીં જાય....બસ...!! આવા વિશ્વાસથી વધુ શું જોઈએ જીવનમાં ? એ પણ એટલા જ પોતીકાપણાના હક્કથી એની તકલીફો પણ વહેંચે જ છે મારી સાથે...એમાં કંઈ ખોટું પણ નથી.

એકબીજા પાસે અમે આંસુઓના સમંદર ઉલેચ્યા છે , તો ખડખડાટ હાસ્યની છોળો પણ એકબીજા સાથે દિલ ખોલીને વહેંચી છે. ભલે એ મિત્ર મારા શહેરથી ઘણો દૂ...ર વસે છે છતાં દિલતો એકમેકની સાથે જ ધબકે છે...સતત..!!

આ મિત્ર કે અમારી મૈત્રી વિશે લખતા તો કૈ કેટલીય એવી ક્ષણ, ઘટનાઓ અને વાતો અત્યારે એક 'ચલચિત્ર' ની માફક નજર સામેથી પસાર થઈ રહી છે કે જાણે એની મારી સાથે - મારી સામે જ હોવાની એક પ્રતિતિ થઈ રહી છે. મારે આ લેખનની પૂર્ણાહૂતિ કરતા પહેલા એટલું જ કહેવું છે કે -

'મિત્ર એવો શોધવો ; જે ઢાલ સરીખો હોય,'

'સુખમાં પાછળ ભલે રહે ; પણ દુઃખમાં આગળ હોય'

અમારી બન્ને વચ્ચે જે આ એક એવો "લોહીના સંબંધોથી પર" એવો એક 'લાગણીભીનો' સંબંધ મૈત્રીના બંધનમાં બંધાયો છે એ અમારા છેલ્લા શ્વાસ સુધી આવો જ પવિત્ર અને મહેકતો રહે.


Rate this content
Log in