ધારાસભાના સભ્યોને માટે સવાલો
ધારાસભાના સભ્યોને માટે સવાલો
(પરિપત્ર)
ડરબન,
જુલાઈ ૧, ૧૮૯૪
શ્રી
સાહેબ,
અમે નીચે સહી કરનારાઓએ આ પત્રની નકલો માનનીય લેજિસ્લેટિવ કાઉન્સિલ અને માનનીય લેજિસ્લેટિવ ઍસેમ્બલી બન્નેના માનનીય સભ્યોને રજિસ્ટર્ડ ટપાલથી મોકલી છે અને તેમને સાથેના બિડાણમાં પૂછવામાં આવેલા સવાલોના જવાબો આપવા વિનંતી કરી છે. સાથેની યાદીમાંના વિશેષના ખાનામાં તમારે જે વિશેષ કહેવું હોય તે લખી જવાબના ખાનામાં તમારો જવાબ ભરી મોકલવાની અને તેના પર તમારી સહી કરી નીચે સહી કરનારાઓમાંથી પહેલાને ઉપરને સરનામે મોકલવાની મહેરબાની કરશો તો તમારો અમારા પર મોટો ઉપકાર થશે.
અમે છીએ, સાહેબ
તમારા
આજ્ઞાંકિત સેવકો
મો. ક. ગાંધી
અને ચાર બીજા લોર્ડ રિપનને મોકલવામાં આવેલી અરજીના ફકરા ૮મામાં આ પત્ર અને પ્રશ્ન
ાવલિને ઉલ્લેખ છે. જુઓ આગળ પા. ૮૮.
સવાલો જવાબવિશેષ હા અથવા ના
૧. મતાધિકારના કાયદામાં સુધારો કરવાનો ખરડો કોઈ
પણ જાતના સુધારા અગર ફેરફાર વગર અણિશુદ્ધ ન્યાયી કાયદાનું પગલું છે એવું તમે તમારા અંત:- કરણને પૂછીને કહી શકો ખરા કે?
૨. જે હિંદીઓ ગમે તે એક યા બીજા કારણસર પોતાનાં નામ મતદારોની યાદીમાં દાખલ કરાવી શકયા નથી તેમને તેઓ ગમે તેટલા શક્તિશાળી હોય અથવા સંસ્થાનમાં તેમનાં ગમે તેવાં હિત હોય તોપણ ધારા- સભાની ચૂંટણીમાં હમેશને માટે મત આપવાની બંધી થવી જોઈએ ખરી કે ?
૩. તમે ખરેખર માનો છો કે બ્રિટિશ હિંદનો કોઈ પણ પ્રજાજન સંસ્થાનનો પૂરેપૂરો નાગરિક બનવાને અથવા મત આપવાને કદી પૂરતી જરૂરી લાયકાત મેળવી કે કેળવી ન શકે ?
૪. માણસ મૂળે એશિયાઈ હોય તેટલા જ કારણસર
તે મતદાર ન થઈ શકે એ વાતને તમે ન્યાયી માનો છો?
૫. જે હિંદી મુદતી કરારથી અહીં સંસ્થાનમાં એવી વસવાટ કરે છે તે કાયમને માટે હિંદ પાછા ફરવાનું પસંદ ન કરે તો હમેશને માટે અર્ધગુલામી અને અજ્ઞાનની દશામાં અહીં રહે એવું તમે ઇચ્છો છો ?