દેડકાએ લીધું ભગવાન નું રૂપ
દેડકાએ લીધું ભગવાન નું રૂપ


એક હતી ડોશી અને એક હતાં દાદા બહુ ઉમ્મરલાયક હતાં. અને તેમને કોઈ પુત્ર પુત્રી ન હતાં. તેને એક હાથમાં ફરફોલો થયો. પછી ફરફોલો કેટલાય દિવસો પછી ફૂટ્યો, અને તેમાંથી દેડકો નીકળ્યો. પછી તો પરષોત્તમભગવાનની વાર્તા સાંભળવા જાય. પરશોત્તમ મહિનામા મંદિરે તે ત્યાં બધી ગોપીએ વાર્તા કે ભજન ગાય અને વર્તુળ કરે અને ડોશી જાય તેની સાથે દેડકો પણ મંદિરે જાય. અને તે ડોશી ને ન માથું ઓરેલું ન સાડી સરખી પહેરેલી અને તે મંદિરે જાય દેડકાને લઇ પછી તો ત્યાં ગોપીઓ તેના હસીમજાક ઉડાવે કે આ ડોશી કયું તો બોલે અને તે બધાની સાથે ગીત ગાય અને ઘરે દેડકા ને લઇ જતી અને તે ડોશી સાવ ભોળી હતી. અને તેને ઘરમાં કશુજ હતું નાય ખાવાનું નાય કાય વસ્તુ નહી. પછી એક વાર તે દેડકો નદીએ નાહવા ગયો ત્યાં તેને જોયું કે કોઈ નદીમાં છે ? ને અને તેને જોયું કે કશું નતું. પછી તેને નાતા નાતા તેણેપુરષોત્તમ ભગવાનનું રૂપ ધારણ કર્યું અને એક કુવારી છોકરી ઉપરથી જોતી હતી. અને તેને ખબર પડી ગઈ કે આ તો દેડકો નથી આ તો પુરષોત્તમ ભગવન છે પછી તો તે બીજે દિવસે પછી તે ભોળી ડોસી હતી ને તે દેડકા ને લઇ મંદિરે ગઈ ત્યાં બધી પૂજા કરતી ગીત ગાય અને આવું બધું કરતી હતી. ત્યાં તો ઓલી કુવારી છોકરી આવી ગઈ અને તેને દેડકા ને જોયો.
પછી તો તેના માબાપ છોકરીના માંગા લઈને આવે. અને છોકરી ને કોઈ નાં ગમે પછી તે છોરીએ કીધું કે મારે તો કોઈ સાથે પરણવું નથી અને મારે તો આ દેડકા સાથે પરણવું છે. પછી બધાં ચુપ થઇ ગયા. અને બધાં વિચારવા લાગ્યા અને તેના પિતા છોકરીને કહે કે તારે આ દેડકા સાથે પરણવું છે. તો છોકરી કહે કે હા . તો કહે કે ગાંડી નાં થા ઇદેડકા સાથે થોડું પરનાય અને છોકરી એ તો તેની વાત પકડી રાખી પછી તો તે દેડકાની મા ડોશી હતી તેને અ કુવારી છોકરી નો પિતા એ વાત કહી અને ડોશી પણ વિચાર કરવાં લાગ્યા. કે આ મારાં દેડકા સાથે કેમ પરણવું છે. ડોશી ને નથી ખબર કે આ દેડકો પોતે પુરષોત્તમ ભગવાન છે. પછી તો ડોશી એ હા પડી અને પછી તો બધાં એ બધી તૈયારી કરી અને આ ડોશી નાં ઘરમા કાય નો મળે જાન લઈને કે જવું અને ઈ ડોશી અને દાદા બંને મુજાયા. ઘડીક વિચાર કર્યું કે આપને શું કરવું પણ બંને ને કઈ સુજ નહી પછી તો બંને જના એક ઘરમાં બેસી ગયા અને અંદરથી બારણા ને આગળિયો દઈ દીધો. પછી તો ઓલા બધાં છોકરી વાળા બધાં આવે કે આ ગયા ક્યાં પછી તો બધાં થઇ ગોત્ય અને તેને ખબર પડી ગઈ કે આતો ઘરમાં છે પછી બધાએ કહ્યું કે તમે સંતાઈ કેમ ગયા અને દાદા દાદી તો કઈ બોલે ની એન તે થઇ ગયા પછી તો ઓલી છોકરી કેટલી તૈયાર થઇ અને કેટલા ઘરેણા પેહરે પગમાં ને હાથમાં ને છતાં આપ કેટલી ઝગમગતી. આને શું જવાબ આપીશ ડોશી વિચારે.
પછી તો તેને છોકરી ઓરડાની આવી આપી અને કહ્યું લે બેટા આ ચાવી પછી તો તેને ચાવીથી ઓરડા છોકરી એ ખોલ્યા અને પેલો ઓરડો ખોલ્યો તેમાં કેટલું બધું ધન પ્રાપ્ત થાય અને બીજા ઓરડાથી કેટલું બધું મળે છે. બીજા ત્રીજા ચોથા પાંચમાં ..અને સાતમો ઓરડો જ્યાં ખોલવા જાય છે ત્યાં તો તે પુરષોત્તમ ભગવાન દેખાય છે,.છોકરી ને . એ તો ત્યાં અટકી જાય છે, આ તો નદીએ સ્નાન કરતા તે જ પુરષોત્તમ ભગવાન છે ને તો પછી બધાને કીધું કે આ તો પુરષોત્તમ ભગવાન છે, તે ડોશી પણ રાજી થયા. તેના માતાપિતા પણ રાજી થયા. અને પછી તો ખુશીનો પાર નાં રહ્યો, પછી એટલે છોકરી ને રાજી ખુશી થી પુરષોત્તમ ભગવાન સાથે પરણાવી દીધી. પછી તો તે છોકરી એ તેની સેવા કરી. અને સાસુ સસરાની પણ સેવા કરી.