Pravina Avinash

Inspirational

3  

Pravina Avinash

Inspirational

ડફોળ

ડફોળ

2 mins
7.2K


"અરે, હું આવ્યો અને તું કેમ છો પણ નથી કહેતી? સાવ ડફોળ છે."

ચોપડીમાંથી ઊંચુ જોઈ નેહા બોલી, "નાના મને ડફોળ ન કહો, મારું ધ્યાન ન હતું."

નાના હસતાં કહે, “ચાલ તું નહીં તો તારી કાકી ડફોળ."

શીલાએ સાંભળ્યું અને ‘નાના’ની સામે જોઈ રહી. એક તો દીકરીના ઘરમાં ઊભા છે. શીલા કાકી થાય. નાનાની હિંમત કેવી રીતે ચાલી કે મારા જેઠના નાના દીકરાની વહુને ડફોળ કહે?

ગરજવાનને અક્કલ નથી હોતી તેમ ઘણીવાર ઓછું ભણેલા, બે પાંદડે ન થયેલા લોકો શું બોલે છે તેનો ખ્યાલ રાખતા નથી.

શીલા ઊભી થઈ અને બહાર વરંડામાં જઈ ઊભી રહી. તેને નાની વહુ પર ખૂબ વહાલ હતું. જેઠાણી છેલ્લા પાંચ વર્ષથી સ્વર્ગ વાસી થયા હતા. લગ્ન કરીને આવી ત્યારે મોટા ભાઈ અને ભાભીએ, ખૂબ વહાલ દર્શાવ્યું હતું.

શીલાના બંને બાળકો સુહાની અને શિતલ અમેરિકા સ્થાયી થયાં હતાં. સુશીલ પણ હવે કામકાજથી પરવારી ગયો હતો. દર વર્ષે મોટાભાઈ સાથે પંદર દિવસ રહેવા આવતા. ઘરના બાળકો વહુવારુઓ ખૂબ ખુશ થતા.

વાત નાનીશી હતી પણ નાના, સ્વાર્થી અને પોતાની દીકરીના ઘરમાં પ્રવર્તતી શાંતિ જોઈ શકતા ન હતા. રાતે બને ભાઈઓ જમીને ઊઠ્યા. શીલા વિચાર કરતી હતી કે આ પ્રસંગ કાજે આંખ આડા કાન કરવા કે પછી વાત ઉખાળવી.

તેણે રાતે સુશીલને વાત કરવાનો નિર્ણય કર્યો. રાતના પોતાના ઓરડામાં આવીને તરત જ વાત કરી. સુશીલ તો એક મિનિટ ડઘાઈ ગયો. પણ 'ડાહીમાનો દીકરો' કહે, શાંત થા મને વિચાર કરવા દે.

સવારે ઊઠીને શીલાને કહે, "તું ‘નાના વાળી’ વાત ભૂલી જા. એ વ્યક્તિના કહે આપણી વહુ ‘ડફોળ’ નથી સાબિત થવની. એ માણસ પાસે સારા વર્તનની આશા રાખવી નકામી છે."

શીલા અને સુશીલ ઘરે પાછા જતી વખતે બેઉ વહુઆરુને આશીર્વાદ આપી, સલાહ અને સંપથી રહેવાની શિખ આપી ઘર ભેગા થયા.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational