Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win
Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win

ઢાળ

ઢાળ

2 mins
171


ગળતેશ્વરના ઢાળના વણાંક પાસે જ એકાએક બ્રેક વાગતાં જ દિશા ડગમગી.હાથમાં ઊંચકેલ 3 માસનો દીકરો નીચે ન પડે તે માટે તેણે શીટ નો સહારો લીધો.જોકે પાછળ અડોઅડ ઉભેલા એક આધેડે દિશાને પકડી લીધી !

દિશાએ આવેશમાં આવી તમાચો ચોડી દીધો, એનું ધ્યાન ઘટના તરફ.

"બહેન,હું તો........"

આધેડને વચ્ચેથી રોકી દિશા બોલી,"તું તારા મનમાં સમજે છે શું? તકનો લાભ લઇ શરીફ બનો છો ?"

ગળતેશ્વર આવી પહોંચ્યું હતું. પોલીસ મથક અને બસ મથક પાસ પાસે.

દિશાની સાથે બીજા કેટલાક યાત્રિકો નીચે ઉતરીને આધેડને ધમકવી રહ્યા હતા. જોતજોતામાં ટોળું મોટું થયું.

પોલીસ સ્ટેશનમાં વર્ષોથી ફરજ બજાવતા જમાદાર જીવણભાઈ દંડો પછાડતા આવી પહોચ્યાં અને બોલ્યા,

"એય....શું છે..આ બધુ?.....જગ્યા કરો."

દિશાએ આધેડનો કોલર પકડ્યો હતો.તે બોલી,"સાહેબ,આટલી ઉમરે પણ માં દીકરીઓની છેડતી કરે છે. ડાકોરથી બસમાં બેઠો ત્યારથી ઘુરકે છે. બાળકને રમાડવાના બહાને છેડતી કરે છે અને ઉપરથી શરીફ બને છે. બસમાં બ્રેક વાગી એટ્લે તેણે મને અને બાળકને રીતસર પકડી લીધા. પોતાનો ખ્યાલ રાખે તેવી હાલત નથી ને......."

જમાદારે દિશાને રીતસર હડશેલી દીધી અને આધેડનો કોલર છોડાવી સાઈડ ઉપર લાવ્યા અને બોલ્યા,"બહેન,તમે શું બોલો છો તેનું ભાન છે. તમારા જેટલો તો તેમનો દીકરો હોત."

"એટલે શું હું જુઠ્ઠું બોલું છું?આ ઢાળ પાસે હમણાં જ આવું બન્યું અને તમે તેમનું ઉપરાણું લો છો?"

"બહેન,તેમ શાંતિ રાખો...સામેવાળાની વાત પણ સાંભળો.આ ભાઈ કોઈ લલ્લુ પંજુ નથી પણ નિવૃત મામલતદાર દિનેશ પટેલ છે. દર શ્રાવણીયા સોમવારે અને ઉત્સવ ઉજવણી દરમ્યાન અહી આવે છે.આજથી 30 વર્ષ પહેલાં આજ ઢાળ પાસે બસ પલટી જતાં તેમણે પત્ની અને દીકરાને ગુમાવ્યો છે. આ ઢાળ ઉપરનો વણાંક તેમના પરિવારને ભરખી ગયો ત્યારથી તેઓ કોઈ જે પરિવારને દુ:ખી કે મુશ્કેલીમાં જોઈ શકતા નથી. સામે જે વિસામો અને અન્નક્ષેત્ર ચાલે છે તેનો ખર્ચ તે ભોગવે છે. પેલું ઘોડિયાઘર પણ તેમણે જ ઊભું કર્યું છે. આ ઢાળ પહેલાં મોતનો ઢાળ ગણાતો. અહીનો અકસ્માત સર્જક વણાંક અને ઢાળ તેમણે કારણે જ દૂર થયો છે."

દિનેશભાઈ કપડાં સરખા કરતાં કરતાં વિસામાં તરફ ચાલવા લાગ્યા. આજે શ્રાવણ માસનો છેલ્લો દિવસ હોઈ વિસામાંમાં નવજાત બાળકોને વસ્ત્રદાન,નામાભિધાન અને બાળ ઉત્સવનું આયોજન કર્યું હતું. દિનેશભાઈને આવતા જોઈ બહેનોનું ટોળું કંકુ તિલક કરવા થાળી લઈને ધસી આવ્યું.

દિશા આજ ઉત્સવમાં ભાગ લેવા આવી હતી.


Rate this content
Log in

More gujarati story from Shailesh Rathod

Similar gujarati story from Drama