Shailesh Rathod

Others

3  

Shailesh Rathod

Others

ટીકટોક

ટીકટોક

3 mins
627


"થોડી આગળ આવ, ઓકે. હવે એક કામ કર... મંદ મંદ હાસ્ય સાથે, તું ફૂલો સાથે વાત કરતી હોય તેમ અભિનય કર." 

નેહા અભિનય કરવા લાગી અને નિશાંતે બેકગ્રાઉન્ડ ગીત શરૂ કર્યું, "યે ફૂલો કી રાની, બહારોં કી મલ્લિકા, તેરા મુસ્કુરાના ગજબ હો ગયા..!"

વિડીઓ મિક્ષિંગનું કામ પૂરું થયું. નેહા કુતૂહલતા સાથે નિશાંત પાસે આવી અને ટીકટોક એપમાં અપલોડ કરવા માટેનો વિડીઓજોવા લગોલગ બેસી ગઈ. બંને એકીટશે તરબોળ થઈ વિડીયો જોવા લાગ્યા.

"વાહ, અદ્ભુત ! નેહા જોરદાર અભિનય કર્યો. આ વિડીયો સૌથી વધુ શેર થશે અને સૌથી વધુ લાઈક મળશે." નિશાંત ગૌરવપૂર્વક બોલ્યો.

નેહાની આંખોમાં ચમક વધી અને બોલી, "મારા હાસ્ય પર દુનિયા આફરીન છે. હવે તો મારા હાસ્યના ફોટા અને વિડીઓની ડિમાન્ડ વધી છે. ચાલો, ઘર તરફ. તમારા માતૃશ્રી દરવાજે ઊભા ઊભા મારા નામનું ગીત ગાતા હશે."

"જો તેરે સંગ લાગી પ્રીત મોહે, રૂહ બાર બાર નામ તેરા લે, કે રબ સે હે માંગી, યે હી દુવા... તું હાથ કી લકીરે થામ લે..."ગીત ગાતા ગાતા ગર્વભેર નિશાંતે બાઈક ઘર તરફ મારી મુક્યું.

ફેસબુક પર નિશાંતે નેહાની પ્રોફાઈલ જોઈ ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી અને મિત્રતા પ્રેમમાં પરિણમી.ફેસબુક પરથી વોટ્સઅપ પર આવ્યાના એક માહિનામાં જ બંને તન અને મનથી એકમેક સાથે જોડાઈ ગયા. હોટલમાં મુલાકાતોનો સિલસિલો શરૂ થયોને એક જ વર્ષમાં લગ્ન બંધને બંધાવું પડ્યું. લગ્નના પાંચમા જ મહિને ઘરમાં સ્પૃહાનો જન્મ થયો. પ્રેમમાં ભાન ભૂલેલા બંનેએ લગ્ન પહેલા જ શરીર આપ્યું અને પરિણામે પ્રેગ્નેટ બનેલી નેહાએ લગ્ન માટે ઉતાવળ કરી.

પોરબંદરમાં માતા સાથે રહેતો અને ફિશ એકસપોર્ટનો વ્યવસાય કરતો નિશાંત નેહાને પ્રેમપૂર્વક ઘરમાં લાવ્યો. લગ્નના પથમ દિવસે નિશાંતની માતા જશોદાએ નેહાને ઘરની લક્ષ્મી કહી પ્રેમપૂર્વક આવકાર આપ્યો. ઘરમાં સ્પૃહાના જન્મ પછી માતા જશોદાનો આનંદ બેવડાઈ ગયો. પણ નેહા ઘરકામ કરતાં મોબાઇલમા જ વ્યસ્ત રહે. બેડ ઉપરથી નીચે પટકાયેલી સ્પૃહાના હાથને સર્જરી કરવી પડી તે આઘાત જોશોદાબેન માટે કઠિન રહ્યો. વારંવાર ટકોર કરવા છતાય બંધ બારણે મોબાઇલમાં વ્યસ્ત રહેતી નેહાને કહી દીધું, 'બેટા, તું શ માટે આખો દિવસ મોબાઈલમા જ વ્યસ્ત રહે છે ? દીકરીનું ધ્યાન રાખ."બસ, આ ઘડી અને આ શબ્દોએ જશોદાબેન અને નેહા વચ્ચે ઊંડી ખાઈ સર્જી દીધી. સમગ્ર ઘટનાની જાણ નિશાંતને ટ્વિસ્ટ કરી રવામાં આવી. નેહાએ નિશાંતને સ્પૃહાના અકસ્માતનું કારણ માતા જશોદા ગણાવી કહ્યું, "તેમને કારણે જ હું કઈ જ કરી શક્તિ નથી. મારૂ જીવન નર્ક બની ગયું છે. રોજના કંકાસથી હું કંટાળી ગઈ છું."

નિશાંત શાંત રહ્યો અને પ્રેમપૂર્વક બોલ્યો,"તારા ફેસબુકમાં 5000 ફ્રેંડ્સ થઈ ગયા, હવે શું કરીશ ?'

નેહા બોલી, "મે નેહા લાઈવ નામનું પેજ બનાવી દીધું છે અને ટીક ટોક ઉપર પણ વિડીઓ અપલોડ શરૂ કર્યા છે એટ્લે સોસિયલ મીડિયામાં લાઈવ જ છું. હા, વિડીયો બનાવવામાં મુશ્કેલી પડે છે, પણ તે હું મેનેજ કરી લઇશ."

નિશાંત આજે નેહાને લઈ ફેસબુક અને ટીકટોક ફોટા અને વિડીયો ક્રિએટ કરવા નીકળ્યો હતો. નિશાંત બાઈક ઉપર ગીત ગાતો હતો અને નેહા ફેસબુક લાઈવ હતી.

નિશાંત બોલ્યો, "નેહા, તું મારી ફ્રેન્ડ રિકવેસ્ટ કેમ એકસેપ્ટ કરતી નથી. મને હવે તારું ટીક ટોક એકાઉન્ટ નથી દેખાતું કે નથી ફેસબુક એકાઉન્ટ !"

નેહા ગુસ્સે થઈ બોલી, "મહાત્મા ગાંધીના ત્રણ વાંદરાની શિલ્પ કૃતિનો વિડીયો લાઈવ કરતી હતી ને તમે તમે તમારી લવરી ચાલુ કરી દીધી. બે મિનિટ ચૂપ નથી રહેવાતું ! અને..હા..કહી દઉં છું, મે તમને બધા એકાઉન્ટમાં બ્લોક કર્યા છે, એટ્લે ફરી રિકવેસ્ટ વાળી વાત ના કરશો."

"ફૂલ આહિસ્તા ફેંકો, ફૂલ બડે નાજુક હોતે હૈ..."ગીત ગાતા ગાતા નિશાંત બાઈકની મજા લેવા લાગ્યો.

ઘરે પહોચ્યા ત્યારે જશોદાબેને રસોઈ તૈયાર છે, ચાલો જામી લઈએ કહ્યું,, ત્યાજ નેહાનો મોબાઈલ રણકયો. નેહાએ ફોન ઉઠાવ્યો અને બોલી, "સોરી,ભૂલ થઈ ગઈ. હમણાં જ ફોટો મોકલું છું."

નેહા પોતાની રૂમમાં ગઈ અને જાશોદા રોજીંદી ક્રિયા પ્રમાણે સ્પૃહને જમાડવા બેઠા. જાશોદાબેન જાણતા હતા કે હવે નેહા રોજિંદાક્રમ મુજબ સોસિયલ મિડિયાના ભોજનમાં વ્યસ્ત બની છે. નિશાંતે હાશકારો લીધો. માતા જશોદા નિશાંત માટે પણ થાળી પિરસી લાવ્યા.

અંદરની રૂમમાંથી અવાજ આવ્યો, "મારે થોડું કામ છે, મોડુ થશે, જમી લેજો."

જાશોદાબેને મોબાઈલ ચાલુ કર્યો અને નેહાએ અપલોડ કરેલ વિડીઓ જોઈ મંદ મંદ હસવા લાગ્યા.

નિશાંત બોલ્યો, "મા, દુનિયા બદલાઈ છે પણ તે જે બેલેન્સ કર્યું છે ! ધન્યવાદને પાત્ર છે. ચાલ, પેલી લોરી ગા... સ્પૃહાને સુવડાવીએ.."

નિશાંતે જાશોદાબેનનો મોબાઈલ ચાલુ કર્યો અને માતા જશોદા હેતપૂર્વક સ્પૃહાને સુવડાવતા ગાવા લાગ્યા, "ચંદા હે તું,મેરા સુરજ હે તું....."

જાસોદાબેને ટીકટોકમાં ગીત અપલોડ કર્યું. નિશાંત મનોમન બોલ્યો,'રોજની રકજક કરતાં આ ટીકટોક સારું"


Rate this content
Log in