STORYMIRROR

Adarsh Solanki

Classics Others

4  

Adarsh Solanki

Classics Others

દાનવીર

દાનવીર

2 mins
220

સૂર્યોદય થયો ને સૂર્યપુત્ર સૂર્યદેવને જળ અર્પિત કરવા ગંગા કિનારે પહોંચ્યા છે, નાહી ધોઈને સૂર્યદેવને જળ અર્પિત કર્યું પછી પાછા વળવાની તૈયારી કરતા હતા ત્યાં અચાનક જ મા કુંતા તેઓની પાસે પહોંચ્યા. કુંતામા ને જોઈને કર્ણે તેમને પ્રણામ કર્યા.

કર્ણ: "પ્રણામ રાજમાતા, મુજ સેવકની શી જરૂર પડી તે તમારે અહીં આવવું પડ્યું ?"

કુંતા: "બેટા, કૃષ્ણે તને બધું સત્ય કહી દીધું હશે."

કર્ણ: "હા માધવે કાલે મને બધી સત્યતા કહી, જો ના કહી હોત ને આ અભાગુ જીવન જીવવા દીધું હોત તો સારું રહે, પણ તમે હવે કેમ અહીં આવ્યા ? તમારાં તો પાંચેય પુત્રો રાજભવનમાં સુરક્ષિત છે, મુજ સુતને મળીને આપને શું લાભ ?"

કુંતા: "બસ પુત્ર ! હું તને એટલું કહેવા આવી છું કે તને ખબર પડી જ ગઈ છે કે તારા ભાઈઓ સામે પક્ષે છે તો તું દુર્યોધનનો પક્ષ છોડી અમારી તરફ આવી જા."

કર્ણ: "ના રાજમાતા, હું દુર્યોધનનો ઋણી છું. જ્યારે કોઈ મારી મદદે નતું ત્યારે પણ દુર્યોધને મારી મદદ કરી છે ને આજે પણ મુશ્કેલ સમયે તે મારી મદદ કરશે, હું તેનો પક્ષ નહિ છોડી શકું."

કુંતા: "ઠીક છે પણ મને વચન આપ કે મારા એકેય પુત્રને તું નહિ મારે."

કર્ણ: "તો એક માતા પોતાનાં પુત્રો માટે જીવનદાન માંગવા આવી છે, પણ હું તમને વચન આપું છું કે યુદ્ધ પછી તમારા કોઈ પાંચ પુત્રો જીવિત રહેશે, જો હું અર્જુનને મારીશ તો મને ગણીને અને જો અર્જુને મને માર્યો તો અર્જુનને ગણીને કોઈ પાંચ પુત્રો જીવિત રહેશે. અને હું એ પણ વચન આપું છું કે હું યુધિષ્ઠિર,ભીમ,નકુલ,સહદેવનો વધ નહિ કરું.

(કર્ણ ત્યાંથી જતો રહે છે ને કુંતા તેને બસ જતા જોઈ રહે છે.)


Rate this content
Log in

Similar gujarati story from Classics