'Sagar' Ramolia

Inspirational

4.9  

'Sagar' Ramolia

Inspirational

દાદાજીની વાર્તા 61

દાદાજીની વાર્તા 61

2 mins
213


ઊંઘ અને આરોગ્ય

રાત પડી ચૂકી હતી. દાદાજી અને પૌત્ર મયંક હવે સૂવાની તૈયારી કરતા હતા. ત્યાં જ મયંકે દાદાજીને પૂછયું, 'આ ઊંઘ વળી શું ચીજ છે ?'

દાદાજીએ કહ્યું, 'જીવનકાળ દરમિયાન ત્રીજા ભાગનું આયુષ્ય માનવી ઊંઘમાં જીવે છે કે માનવી માટે ઊંઘનું વિશેષ મહત્વ છે. ઊંઘની મહત્તા અને આવશ્યકતા પ્રત્યેક વ્યક્તિ સ્વાનુભવથી જ જાણે છે. ગાઢ નિદ્રા માણ્યા પછીની સ્ફૂર્તિનો આનંદ કોઈ અનેરો જ હોય છે. સાચે જ ઊંઘ એ સમગ્ર જગતની અદ્ભુત વસ્તુ છે. ઊંઘ એ તંદુરસ્તીનો પાયો છે, આરોગ્ય પ્રાપ્તિનો રાજમાર્ગ છે. માનસિક ક્ષામતામાં વૃદ્ઘિ કરનાર ઊંઘ આંખોને તેજસ્વી બનાવે છે. બીમાર માણસ પોતાનું દુ:ખ નિદ્રા દરમિયાન જ વીસરે છે. ભૂખનું દુ:ખ વેઠાય, પણ ઊંઘનું દુ:ખ અસહ્ય બને છે.'

મયંકે પૂછયું, 'વળી ઊંઘનું પણ દુ:ખ ?'

દાદાજી કહે, 'જીવનશકટનો ભાર ખેંચનાર માનવી રાત્રે સૂવાની તૈયારી કરે છે, પણ ઊંઘ વિશે એ બહુ ઓછું જાણે છે. સૂવું એટલે માત્ર પ્રવૃત્તિઓની ગેરહાજરી જ નહીં, પણ માનસિક પ્રવૃત્તિઓની હારમાળા તો ઊંઘ દરમિયાન પણ ચાલતી જ હોય છે. જાગ્રત અવસ્થા અને નિદ્રાવસ્થા વચ્ચેનો ગાળો ખૂબ જ ટૂંકો હોય એ તંદુરસ્તીની નિશાની છે. પડયા ભેંગી ઊંઘ તો ભાગ્યશાળીને જ આવે અને અનિદ્રા જેની પાછળ પડે છે એની જીવન શક્તિ ક્ષીણ કરી નાખે છે.'

મયંક બોલ્યો, 'એ તો ભયંકર કહેવાય.'

દાદાજી કહે, 'સૂતો માનવી મૂર્છિત જેવો લાગે, પરંતુ અવાજ થવાથી એ જાગી જાય છે. જોકે ઊંઘમાં જ્ઞાનેન્દ્રિયો એટલી સતેજ નથી હોતી, જેટલી જાગૃતાવસ્થામાં હોય છે. સૂનાર વ્યક્તિની માંસપેશીઓ પણ પ્રમાણમાં શિથિલ થઈ જાય છે. એટલે જ આપણે ઊભા ઊભા કે બેઠા બેઠા ગાઢ નિદ્રા લઈ શકતા નથી. શ્વાસ લેવાની ગતિ પણ ઘટે છે. રુધિરા- ભિસરણમાં પણ થોડા પ્રમાણમાં ઢીલાશ આવે છે. હ્રદયના ધબકારા પણ થોડા ઓછા થાય છે. શરીરનું ઉષ્ણતામાન ભલે ખૂબ જ થોડું, પણ ઘટે છે ખરું. સામાન્ય પરિસ્થિતિમાં માનવી આંખો મીંચીને જ ઊંઘે છે. અર્ધખુલ્લી આંખોએ પણ ઊંઘની મજા માણનારા ઘણા હોય છે. પણ ઉપર જણાવેલાં ઊંઘનાં સામાન્ય લક્ષણોમાંનું એ સામાન્ય લક્ષણ નથી. ઊંઘમાં પાચન ક્રિયા સામાન્ય અવસ્થા જેવી જ ચાલે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, જાગૃતઅવસ્થા કરતાં નિદ્રાવસ્થામાં ચોથા ભાગનો જ પેશાબ બને છે. ઊંઘમાં માનવી અવનવાં સ્વપ્નાં જુએ છે. 'સ્વપ્ન' એ બૃહદ ચર્ચા માગી લે એવો વિષય છે. પરંતુ ટૂંકમાં કહીએ તો સ્વપ્ન માનવીની અતૃપ્ત વાસનાની કાલ્પનિક તૃપ્તિ કરાવીને લાગણીઓને તંદુરસ્ત રાખે છે. લાંબું અનુભવાતું સ્વપ્ન સામાન્ય રીતે ગણતરીની સેકન્ડો જેટલું જ હોય છે.

 (ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati story from Inspirational