STORYMIRROR

dinesh Nayak "Akshar"

Inspirational Others

4  

dinesh Nayak "Akshar"

Inspirational Others

ચૂકવણી

ચૂકવણી

2 mins
5

શેઠ અમૃતલાલની ઓફિસની કેબિનમાં સન્નાટો હતો. વૃદ્ધ શેઠે ચશ્માં સરખાં કર્યાં, ડાયરી બંધ કરી અને ટેબલ પર પડેલી નોટો તરફ ઈશારો કર્યો, "આ લે રમેશ, આ મહિનાનો તારો નોકરીનો પગાર. સાત દિવસ ગામડે જવાના ત્રણ હજાર રૂપિયા નિયમ મુજબ કાપ્યા છે." "પણ શેઠ, એ સાત દિવસમાં મેં ઘરે બેસીને કંપનીનું ઓનલાઇન કામ તો પૂરું જ કર્યું હતું..." પંદર વર્ષ જૂના વફાદાર નોકર રમેશના અવાજમાં આજીજી હતી. "નિયમ એટલે નિયમ, રમેશ! અહીં હાજરીના પૈસા મળે, કામના નહીં." શેઠ અમૃતલાલનો અવાજ કડક હતો. રમેશ હરફ સુધા ઉચ્ચાર્યા વગર પૈસા ખિસ્સામાં મૂકી કેબિનની બહાર નીકળવા ગયો, ત્યાં જ ઓફિસના જ બીજા ટેબલ પર બેઠેલો શેઠનો દીકરો લેપટોપ સ્ક્રીન તરફ જોતાં બોલ્યો, "પપ્પા, આપણા આ મહિનાના બિઝનેસ પ્રોફિટમાંથી મેં હમણાં જ ઓનલાઇન અનાથાશ્રમમાં પચાસ હજારનું દાન ટ્રાન્સફર કરી દીધું છે. આ જુઓ ડિજિટલ રસીદ! કોઈ લાચારને મદદ કરવાનો આનંદ જ કંઈક અલગ હોય છે, નહીં ?" પિતા અમૃતલાલે ગર્વથી પોતાના દીકરાની પીઠ થાબડી, "શાબાશ બેટા! આપણા ખાનદાનના સંસ્કાર જ એવા છે કે આપણે ક્યારેય કોઈની લાચારી નથી જોઈ શકતા." દરવાજા પાસે ઊભેલો નોકર રમેશ થંભી ગયો. એણે પાછા વળીને ટેબલ પર પડેલા લેપટોપની સ્ક્રીન તરફ અને પછી પોતાના માલિક અમૃતલાલની પથ્થર જેવી આંખોમાં જોયું. એણે કેબિનનો દરવાજો આડો કરતાં સાવ ધીમેથી કહ્યું, "શેઠ, જો પરવાનગી હોય તો કાલે સવારે હું પણ એ અનાથાશ્રમ જોઈ આવું? ઘરે જે ત્રણ હજાર ઓછા પહોંચવાના છે, એના લીધે કદાચ મારાં બાળકો પણ એ આશ્રમમાં રહેવા લાયક બની જાય!"

-દિનેશ નાયક 'અક્ષર'
     .સરડોઈ


Rate this content
Log in

Similar gujarati story from Inspirational