ચોરી
ચોરી
આજે ઘરેથી ટ્યુશન જવા નીકળ્યો, ટ્યુશનમાં ટેસ્ટ હતો. પરંતુ મે વાચ્યુ પણ ન હતું. મનમાં ચિંતા હતી કે આજે કેટલા માર્ક્સ આવશે ? ચિંતાના વાદળો મારી પર મંડરાઇ રહ્યા હતા. ટેસ્ટમાં હું શું લખીશ એનો મને જરાય પણ ખ્યાલ નહોતો. આખરે હું ક્લાસ નજીક પહોંચવા થયો હતો. દુરથી જોયું તો ક્લાસ બંધ હતો.. મનમાં નવો એક ઉમંગ પસરાઈ ગયો. અરે વાહ આજે તો ક્લાસમાંં રજા. પેલુ આમ કહેવાય ને કે 'ઊડવુ તું ને ઢાળ મળ્યો.' બસ કંઇક એવું જ ધ્યાનથી જોયું તો એ શોપિંગની ઉપરની અમુક દુકાનો બંધ ને કેટલીકને સટર અડધા બંધ હતા. ફરી પાછી મનમાં ચિંતા કે કેમ આવું થયું હશે ?
આખરે મેં વિચાર કર્યો કે લાવને હું પણ ત્યાં જઈ જોઈ આવું. ત્યાં પહોંચ્યો તો કેટલાય માણસોનું ટોળું એકઠું થયેલું હતું. પાંચ-છ પોલીસવાળાનુ ટોળું આમ આંટા ફેરા કરતું હતું. અમારા સાથી મિત્રો પણ ત્યાંજ ઊભા હતાં..બધીજ ઑફીસ-દુકાનોના તાળા તુટેલા હતા. અમારા ટ્યુશન ક્લાસના પણ તાળા આમ વેર વિખેર પડ્યા હતા. બધા માલિકોના મોં લટકેલા હતા. અમારા ટ્યુશન ટિચર પણ ત્યાંજ ઊભા હતા.
મેં તેમને સહજતાથી પુછ્યું, "સર.. શું થયું ?"
"ચોરી." સરે મને કહ્યું.
હું દરેક ઑફિસ-દુકાને જઇને નિરીક્ષણ કરતો હતો. ખરેખર આ ચોર પણ એક કલાકાર જ કહેવાય. આપણી પાસે બધીજ ઑફીસ - દુકાનની ચાવીઓ હોય તો પણ આટલી ઝડપે તાળા ન ખોલી શકીએ, પણ આ ચોરોએ વગર ચાવીએ એક રાતમાં બધીજ ઑફીસ-દુકાનોના તાળા ખોલી નાખ્યા. પરંતુ મને દુઃખ ચોરી થવાનું ન હતુ. દુઃખ એ માનવીના સ્વાર્થનું હતુ. માંનવી એ એકબીજા પ્રત્યે કેટલી ઈર્ષ્યા ભાવના જગાવે છે તે આ ઘટનાનાં એક વાક્ય પરથી જાણવા મળ્યું. એ વાક્ય હતું ઑફીસ-દુકાનોનામાલિકોના મુખે બોલાયેલ, "બાજુવાળાની પણ તુટી જ છેને !"
