"અજનબી" વિપુલ ઠાકોર

Tragedy

4.7  

"અજનબી" વિપુલ ઠાકોર

Tragedy

કોરોના ટેસ્ટ

કોરોના ટેસ્ટ

4 mins
270


ટક...ટક...ટક...અરે જરા ધીરેથી. . . . આવું છું, બારણાની પેલી બાજુએથી મંદ મંદ અવાજ આવ્યો. ફરી દરવાજો ખટખટાવાનુ ચાલુ કર્યું ટક... ટક... ટક... આ મારા બેટા નહીં માને, ભુરી આંખો ને ઘઉંવર્ણા મેઘજીબાએ મનમાં બરબડતા ધીરેથી બારણું ખોલ્યું. અરે ક્યારનો કહું તો છું જરા ધીરેથી ખટખટાવો આવું છું. પણ ઉંમરલાયક મેઘજીબાનો અવાજ ક્યાં બહાર પહોંચવાનો હતો.

અરે કાકા સોરી, ઇજીપ્તના પીરામીડમાંથી વર્ષો પુરાણું મમી જાણે બહારનીક્ળ્યું હોય એવા બે માણસો બારણાની બહારથી બોલ્યાં. 'અરે કાકા તમે કરણના ફાધર છો ને ?' મેઘજીબાએ ડોકું હલાવતાં હા પાડી, આવકાર આપતાં મેઘજીબાએ એમને અંદર બોલાવ્યાં. 'કાકા અમે કોવિડ 19 ટીમના માણસો અહીં કોરોના ટેસ્ટ માટે આવ્યાં છીએ. મેઘજીબાએ હાથમાં ફોન લઈને, હેલો કરણબેટા એટલું જ કહેતાં ફોન કટ થઈ ગયો. અરે કાકા ચિંતાના કરો અને કહો કંઇ શરીરમાં તકલીફ જેવું છે તમારે, કોવિડ 19 ટીમના એક વ્યક્તિએ મેઘજીબાની પીઠ થાબડીને કહ્યું. મેઘજીબા આમ તો શરીરે હેમખેમ પણ તોય આ ઉંમરે શું નક્કી કે શ્વાસ લેવાનું ભૂલી જાઉં, મજાકીયાં સ્વભાવમાં મેઘજીબા બોલ્યાં. એટલાંમાંજ જાનવી દોડીને દાદું દાદું કરતી મેઘજીબા જોડે જાય ત્યાં તો વૈભવી એ જોરથી પકડી રાખી.

વૈભવી મેઘજીબાની પુત્રવધું જે થોડી કર્કશ સ્વભાવની હતી. કરણની મા જ્યારે કરણ આઠ વર્ષનો હતો ત્યારે ગુજરી ગયેલી. એકલા હાથે મેઘજીબા એ કરણને ઉછેર્યો હતો. જ્યાંરે કરણ કોલજના પહેલા વર્ષમાં હતો ત્યારે વૈભવી પર મન મોહી ગયું હતું, વૈભવીને કરણ એક જ ક્લાસમાં બેસતા. થોડા જ સમયમાં બન્ને વચ્ચે ગાઢ મિત્રતા થઈ ગઈ, કોલેજના ત્રીજા વર્ષમાં પ્રવેશ થતાં થતાં તો બન્નેનો મિત્રતાનો સંબધ પ્રેમસંબંધમાં ફેરવાઈ ગયો હતો. કોલેજકાળ પૂર્ણ થતાંની સાથે જ બંન્ને લગ્નગ્રંથિથી જોડાઈ ગયાં. મેઘજીબા, કરણ અને વૈભવી સાથે રહેતા, ઘર બહું મોટું પણ મન નહીં.

વૈભવીને મેઘજીબા ઘરમાં હોય એ ન ગમતું એ કારણે તે કેટલીક વાર કરણ જોડે ઝઘડો કરી બેસતી. સમય જતાં ઘરમાં જાનવીએ જન્મ લીધો. એકલાં અટૂલા મેઘજીબાને જાનવીનો સાથ મળી ગયો. બન્નૈ જણા ખુબ ધમાલ મસ્તી કરતાં, પણ આ બધું વૈભવીને ગમતું નહીં. સાંજના સમય પર મેઘજીબા બહાર ગયેલાં. જો કરણ તમને આ છેલ્લી વાર કહું છું કે આ ડોસાને વૃધ્ધાઆશ્રમ મુકી આવો, એ મારી દિકરીને ખોટા સંસ્કારો આપે છે ને મારી દીકરીને બગાડે છે, એક પણ શ્વાસ લીધા વિના બહું ગુસ્સેથી વૈભવી બોલી. સુમસામ કરણ બધું સાંભળી રહ્યો હતો, પણ વૈભવી મારી વાત તો સાંભળ આપણે એમ સીધું કંઇ રીતે કહીશું કે તમે અમને એકલાને રહેવા દો. ગમે તે કરો પણ મને છુટકારો આપો, આક્રોશથી વૈભવી કરણને કહેતા કહેતા ઘરની બહારનીકળી ગઈ.

અરે કરણ બેટા તું આવી ગયો, આ જો કોરોના ટેસ્ટ માટે માણસો આવ્યાં છે , ખુરશી પર બેઠેલા મેઘજીબા બોલ્યાં. કરણભાઇ તમે દુર જ રહેજો, હાલમાં કોરોનાના કેસોમાં એટલો બધો વધારો થઇ રહ્યો છે કે ઘરમાં પણ ડિસ્ટન્સ જાળવવું પડે છે. હા ડોક્ટર સાહેબ તમારી વાત એકદમ સાચી, કરણે કહ્યું. જુઓ કરણભાઇ તમારા ફાધરનો રીપોર્ટ તો નોર્મલ છે પણ કોરોનાના આંશિક લક્ષણો દેખાઇ રહ્યાં છે, આટલું સાંભળતા જ મેઘજીબાની આંખો એકદમ નરમ ને ચહેરા પર ઉદાસી છવાઈ ગઈ. ચિન્તા કર્યા જેવું કંઈ નથી પણ તમારા ફાધરથી હમણાં થોડા સમય સુધી દૂર રહેજો એટલે તમારાં બધાની સલામતી રહે, આટલું કહીં કોવિડ 19 ટીમ ત્યાંથીનીકળી ગઈ.

પપ્પા જાનવી આખો દિવસ તમારી જોડ જ રમે છે એથી હવે અમે તેનો જીવ જોખમમાં નથી મુકવા માંગતા. કરણનું શરીર આખતું કાંપતું હતું, તે જીંદગીનો એવો એક નિર્ણય લઈ રહ્યોં હતો જે મેઘજીબા એ કદી સપનામાં પણ વિચાર્યું ન હતું. છેવટે ખચકાતાં કરણ એ કહ્યું કે 'પપ્પા આ વાઇરસનાં કારણે ઘરનાં સભ્યોને અસરના થાય એથી અમે તમને શહેરથી દૂર આવેલા એક વૃદ્ધાઆશ્રમમાં મોકલવા માંગીએ છીએ.' મેઘજીબા આ સાંભળતાજ અંદરથી પડીભાંગ્યા. મેઘજીબાની પીઠ પાછળ રચાયેલાં કાવતરાની ખબર મેઘજીબાને થઈ ગઈ કે વૃદ્ધાઆશ્રમ મોકલવા માટેજ આ કોરોના ટેસ્ટનું નાટક રચાયું હતું, છતા પણ મેઘજીબાએ એના વિષે એક શબ્દ ન ઉચ્ચાર્યો. પપ્પા તમારે વધારે સમય ત્યાં નથી રહેવાનું થોડા દિવસો પછી અમે તમને લેવાં પણ આવી જઈશું,' હળવેથી કરણે મેઘજીબાને કહ્યું. વૈભવી ત્રાંસી નજરે મેઘજીબાને જોઇ રહી હતી, તેનું મોઢું ફુગ્ગામાં જાણે હવા ભરી હોય એમ ફુલાયેલુ હતું. 'હા બેટા મારી જાનવીને કંઇ તકલીફ ન પડે એ માટે હું વૃદ્ધાઆશ્રમ જવાં તૈયાર છું,' પાંપણોમાં અસંખ્ય આસુંઆોને દબાવી મેઘજીબા બોલ્યાં.

ટક..... ટક.... ટક...

મેઘજીબા ઉઠો હવે, આ વૃદ્ધાઆશ્રમ છે તમારૂં ઘર નથી કે મોડા સુધી આમ પડ્યાં રહો છો, સાત વર્ષથી આ ડોસો અહીંયા પડ્યોં છે પણ ખબર નહીં કયાંરે સુધરશે, વૃદ્ધાઆશ્રમનાં સુપરવાઇઝરે ગુસ્સામાં કહ્યું. મેઘજીબાની આંખો ખુલી ગઈ, બંન્ને આંખોથી જોરદાર આંસુઓની ધારાઓ વહી રહી હતી, હકીકતમાં આ બધું મેઘજીબાએ જોયેલું એક સપનું હતું પણ મેઘજીબાને ખબર હતીં કે સપનાંમાંજ બધી હકીકત હતી.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy