SOHAM PALANPURI

Thriller Tragedy

4.4  

SOHAM PALANPURI

Thriller Tragedy

ચોકીદાર રામદીન

ચોકીદાર રામદીન

7 mins
180


સવાર ના ૮ વાગ્યે ચાલુ થયેલી શિફ્ટ પૂરી કરી ચોકીદાર રામદીન ઘરે જવાની તૈયારીમાં ખુબ જ ખુશ હતો પોતાની લાડક્વાઇ દીકરીનો આજે જન્મ દિવસ હતો. ઘણા દિવસ ઓવરટાઇમ કરી ને આજે જન્મ દિવસ સારી રીતે ઉજવાય તેવી વ્યવસ્થા કરી હતી માલિક પાસેથી ઉપાડ કરી સવારે જ પૈસાની વ્યવસ્થા કરી દીધી હતી બસ આજે તો વહાલસોઇ દીકરીને ખુશ કરવાની છે અને એ પણ સરપ્રાઇઝ આપી ને રામદીન કેક ની દુકાન પર જાય છે.

“ભૈયા જરા બડિયાવાલા કેક દેના”

અરે રામદીન આજે ફરી પાછો શેઠ ના ઘરમા કોઇ નો બર્થડે છે કે શું.? દુકાનદારે ખાતરી કરી

“અરે ના ના ભૈયા આજ તો મેરી બીટીયા કા બર્થડે હૈ”

અરે વાહ રામદીન બોલો કઇ કેક બતાવુ

“ બતાના ક્યા હે ભૈયા વહી જો મે લેકે જાતા હું શેઠ લોગન કે લિયે .. રામદીન પણ એ તો તને મોઘી પડશે એના ૨૧૫૦ થશે રામદીન ..બીજી છે મારી પાસે સસ્તી બતાઉ..?

રામદીન માટે આ કેક તેનો ૭ દિવસ નો પગાર હતો પરંતું રામદીને પોતાની દીકરી ને વચન આપેલુ જ્યારે શેઠના ઘરે બર્થડે ની ઉજવણી બાદ વધેલી કેક ઘરે લઇ ગયો હતો તો દીકરી ને તે બહું ગમી અને સાથે સાથે દીકરી એ પિતા પાસે પ્રોમિસ માગ્યુ કે આવી જ કેક મારે પણ મારા જન્મ દિવસ પર જોઇએ છે લાવશો ને પપ્પા..? રામદિન ને વચન બરાબર યાદ હતું આજે તે નિભાવવાનો સમય હતો દીકરી માટે તો તે આખે આખો પગાર પણ વાપરે, આ તો માત્ર સાત દિવસ ના પગારની જ વાત હતી અને એ પણ ઓવરટાઇમ થી રામદીને મેનેજ કરી લીધું હતું માટે અહીં સસ્તી કેક લેવાનો સવાલ જ નહોતો.

“અરે ભૈયા બીટીયા સે બડકર ક્યા આપ વહી દે દો ૨૧૦૦ વાલી ઓર હા બડીયા તરીકે સે નામ લિખના મત ભુલના “સુહાની”

     કેક લઇ રામદીન એજ પોતાની તુંટેલી ફુટ્લી સાઇકલ લઇ ઘર તરફ રવાના થાય છે પૈસા ના અભાવે પોતાની સાયકલ રીપેરીંગ પણ ના કરાવનાર રામદીન આજે પુત્રી ના જન્મ દિવસે સાયકલ કરતા પણ મોઘી કેક ખરીદી લીધી પિતા ના પુત્રી પ્રત્યે ની પ્રેમ ની અદ્ભુત અનુભુતી હતી રામદીન પોતાની મસ્તી મા આગળ વધતો જાય છે ત્યા એકાદ કિલોમિટર જતા સર્કલ આવે છે આ સર્કલ ને ક્રોસ કરે છે ત્યાંતો રામદીન ની સાયકલ ને એક નવી દેખાતી આઇ ટ્વેંટી ની સહેજ ટક્કર લાગી જાય છે રામદીન ને ત સાયક્લ અને પોતાની ચિંતા કરતા પણ વધારે કેક ની ચિંતા છે જે થયુ પણ કેક ને તો કાઇ નથી થયુ ને જો કે ભૂલ તો સામે વાળા ની જ હતી એટેલે કઇ બીજી ચિંતા નહતી પરંતું તેની સાઇકલ ના લીધે જેમ સ્વચ્છ રાત્રી મા ઉલ્કા નો લિસોટો પડે તેમ એક લીસોટો ગાડી ના દરવાજા ના ભાગ મા પડી જાય છે. રામદીન ની કેક પણ પડી જાય છે બોક્સ ખુલી જાય છે અને કેક રસ્તા પર વિખેરાઇ જાય છે સાઇકલ તુંટી જાય છે અને રામદીન ને થોડો પછાડ પણ વાગે છે આમ તો શરીરે હટા કટા રામદીન માટે પછાડ ની વેદના કરતા કેક રસ્તા પર વિખેરાઇ ગઇ તેની વેદના બહું અસહ્ય હતી હવે પુત્રી ને શુ જવાબ આપશે તે વિચારતો જ હતો ત્યાજ આગળ ગુજરાત સરકાર ની નાની લીટી લખેલી આ ગાડી માથી રુઆબદાર સાહેબ ઉતરી લિસોટો જોયો ને સાહેબ નો જીવ ઉડી ગયો. બસ પછી તો તરત જ રામદીન ના ગાલ પર ચાર પાંચ જાપડ ચોડી દિધી. રસ્તા પર ટ્રાફિક જામ થઇ ગયુ  ગાડીમાથી સાહેબ ના પત્ની અને પુત્રી પણ ઉતરે છે આમ જનતા અને ફેમીલી ને જોઇ સાહેબ વધુ ગેલ મા આવ્યા રામદીન નો કોલર પકડી અનાબ શનાબ બોલવા લાગ્યા રામદીન ના સંસ્કારો જ હતા કે પોતાનો વાંક ના હોવા છતા તે ચુપ હતો અને આમેય ભેગા થયેલા લોકોમાથી પણ અમુક ચમચા “ આંધળા જોતો નથી ગાડી મા પેસી જાય છે મરવુ હોય તો બિજે જઇ ને મર તેવા અલંકારીત વાક્યો તો..સાહેબ ની ફેવર મા બોલતા જ હતા. રામદીને પોતાના બચાવ મા બોલવાનુ ચાલુ કર્યુ ત્યા હિંદ્દી ભાષી જાણી સાહેબ ની હિમ્મત વધારે ખુલી અને  સાહેબતો પોતાનો બેલ્ટ નિકાળી ને રામદીન પર તુંટી પડ્યા એક ,બે ,ચાર અને સાથે સાથે સાહેબે તો એકદમ ભદ્દી ગાળો બોલવાનુ ચાલુ કર્યુ એક વાર તો રામદીન ને લાગ્યુ કે બસ હવે બહું થયુ.

                પરંતું “ માર ખાતા ખાતા અને ભદ્દી ગાળો સાંભળતા સાંભળતા રામદીનની નજર સાહેબ ની પુત્રી અને તેમના પત્ની તરફ પડી”

       ગાડી ને નડેલા અકસ્માત કરતા પણ વધારે ક્ષોભ કદાચ તેમને આ ગંદી ગાળો સાંભળી ને થતો હતો જેવી પેલા સાહેબ ગંદી ગાળ બોલે કે તરત જ માતા અને પુત્રી નીચું જુએ અને ભીડમા ઉભેલા અમુક લોકો આ દ્રશ્ય નો ભરપુર આનંદ લેતા હતા જેવી અભદ્ર ગાળ સંભળાય કે તરત જ આવા લોકો ની લુચ્ચી નજર માતા અને પુત્રી પર પડે અને  મૌન અને લજ્જા સાથે બન્ને ની આંખો નીચી નમે કદાચ રામદીન પ્રત્યે તેમને આટ્લો અણગમો નહોતો જેટ્લો સાહેબ ગુસ્સો કરી રહયા હતા. શુ કહેવુ અને કોને કહેવુ આ લાચારી ની પીડા માર ખાતા રામદીને પારખી લીધી તે પણ એક પુત્રી નો પિતા હતો . પોતાનુ સઘળુ દુ:ખ ભૂલી કેક ની ચિંતા કર્યા વગર જ બે હાથ જોડી સાહેબ ને વિનંતી કરી.

“ અરે સાબ સુનિયે તો ...અરે સુનિયે સાબ ..માર દિજિયે જિતના મારના હૈ બસ ગાલી મત દિજિયે સાબ”

        પણ સાહેબ તો જાણે અભદ્ર ભાષામા પી એચ ડી કરી હોય તેમ એક પછી એક બાણ છોડે જ જતા હતા પણ એવી ખબર નહોતી પડતી કે આ બાણ ની પીડા રામદીન કરતા પણ વધારે તેમની પુત્રી અને તેમની પત્ની ને થતી હતી એક આ પણ પિતા અને એક રામદીન જેવો માણસ પણ પિતા જેને તરત જ એક દીકરી ની વ્યથા ને સમજી ભલે ને તે પોતાની નથી. રામદીને તરત જ સાહેબ ના મોંઢા પર હાથ દબાવી  ને કડક શબ્દો મા બોલતા કહ્યુ “ બસ સાબ બહોત હુંઆ અબ એક શબ્દ આગે મત બોલના ગાલી દેના મુજે ભી આતા હે પર મે ઇજ્જત કરતા હું સામને ખડી બહન ઓર બેટીયો કી પર આપ તો પડે લિખ્ખે હોકર ભી બિલ્કુલ જાહીલો જેસી હરકત કર રહે હો, અબ બસ કરો વરના અચ્છા નહી હોગા “

       ત્યાતો ભીડ માથી એક ,બે સમજુ લોકો એ આવી સાહેબ ને સમ્જાવ્યા કે વાંક તમારો છે આ સાઇકલ વાળાનો નહી. આમ સાહેબ શાંત પડ્યા ગાડી લઇ ને નિકળી ગયા પણ રામદીન નો તુંટેલો દિવસ હવે કેવે રીતે સંધાય . રામદીન ની નજર કેક પર પડે છે અને તેની આંખો માથી આંસુ નિકળી જાય છે સાત દિવસ ઓવર્ટાઇમ કરી ને પુત્રી માટે લાવેલી કેક રસ્તા પર ફેલાઇ ગઇ હતી હવે બીજી કેક લેવાના પૈસા નહતા અને વિલે મોઢે ઘરે જવુ તેને મંજુર ના હતું તેની નજર સામે પોતાની પુત્રી નો એ ચહેરો ભમતો હતો. પોતાની ભાગી ગયેલી સાઇકલ ને ઉભી કરી તેનુ સ્ટીયરીંગ સીધું કર્યુ અને ફરી થી રવાના થયો કેક ની દુકાન તરફ ફરીથી સાત દિવસ નો ઓવર ટાઇમ કરી લઇશ પરંતું એજ ૨૧૦૦ વાળી કેક લીધા વિના દીકરી ની સામે નહી જાઉ

            દુકાન માથી ફરીથી એજ કેક ઉધાર મા પાર્સલ કરાવી રામદીન ઘરે આવે છે પણ પોતાની આ ઘટના ની દીકરી ને ખબર પડવા દેતો નથી .દીકરી ની ખુશી ની સામે તેની તક્લીફ વેદના કઇજ નહોતી આખા દિવસ નો જાણે થાક ઉતરી ગયો રામદીને દીકરી નો જન્મ દિવસ સારી રીતે ઉજવ્યો બસ આજનો દિવસ સફળ બની ગયો એની ખુશી હતી પત્ની એ આજે દીકરી નુ ભાવતું ભોજન બનાવ્યુ હતું રામદીન જમવા બેસે છે ત્યાંતો તેના ૫૦૦ રુપિયા મા સેકંડ હેંડ લિધેલા મોબાઇલ ના ડબલા પર એક રિંગ વાગે છે

“ હેલ્લો રામદીન..?

જી સર ..રામદીન બોલ રહા હું..

     રામદીન હું ભુમી બ્લડ બેંક માથી બોલુ છુ આમ તો તમે અવાર નવાર બ્લડ ડોનેટ કરો છો પણ આજે એક એક્સીડેંટ કેશ છે અને દર્દી ને બી પોસીટીવ લોહી ની તત્કાલિક જરુર છે અમારી પાસે સ્ટોક મા નથી અને પાછુ ફ્રેશ ચડાવવાનુ છે જો તમને કોઇ તક્લીફ ના હોય તો તમારા લીધે કોઇ નો જીવ બચી શક્શે તમે તત્કાલિક સિવિલ હોસ્પિટલ મા જઇ શક્શો..?

“જી મે આ રહા હું સર “

રામદીન તાત્કાલીક સિવિલ મા જાય છે અને લોહી આપે છે દર્દી જોખમ માથી બહાર આવે છે અને દર્દી ના માતા પિતા રામદિન નો આભાર માનવા તેને પાસે આવે છે રામદીન ની નજર તેમના પર પડે છે ..

અરે ..! અરે આ શુ આ તો એજ સાહેબ જેમને પટ્ટાથી રામદીન ને થોડાક કલાકો પહેલા જ ફટ્કાર્યો હતો..

ક્યા હુંવા સાબ..! રામદીને સાફ હૃદયે સહજતાથી સવાલ કર્યો

પરંતું સાહેબ ની પાસે કહેવા માટે કોઇ જ શબ્દો ન હતા બન્ને પતિ પત્નિ બે હાથ જોડી દીન ભાવે રામદીન ની સામે ઉભા હતા સાહેબ ના પટ્ટા આજે તેમની પીઠા પર પડતા હોય તેવુ તેમને લાગી રહ્યુ હતું અને તેમને રામદીન ને બોલેલી અભદ્ર ગાળો જાણે તેમના કાન મા ગુંજી રહી રહી હતી .આજે એક ગરીબ ની સામે એક અમીર દીન બની યાચક ની જેમ બે હાથ જોડી ને ઉભો હતો આંખો મા પછતાવો અપાર હતો પરંતું રામદીન ની આંખો મા ના તો કોઇ દ્રેશ હતો ના મહાન હોવાનુ કોઇ અભિમાન

“અરે રે સાબ યે આપ ક્યા કર રહે હે “

“અબ સમજા તો ખુન કી જરુરત બિટીયા કે લિયે પડી .”. ડોક્ટર લોગ ને બતાયા સાબ કી અકસ્માત હુંઆ આપ ફિકર મત કરો સાબ સબ ઠીક હો જાયેગા ...મેરા તો કામ હી હે બ્લડ ડોનેટ કરના મે તો સાલ મે તીન ચાર બાર બ્લડ દેતા હું ઇશમે મેને કોઇ ઉપકાર નહી કિયા સાબ..”

સાહેબ ની આંખો મા લાચારી અને પછતાવા  સિવાય બીજું કશુ જ નહોતું

 “ મે ચલુ સાબ મેરી બેટી કા આજ બર્થડે હે “

   સાહેબ ની નજર સામે રસ્તા પર વિખેરાયેલી કેક આવી અને પોતાની જાત પ્રત્યે એટેલી જ હિનતા. સાહેબ નો હાથ ખિસ્સા મા ગયો થયુ કે તેની દીકરી ના જન્મ દિવસે ૧૦૦૦ રુપિયા કેક લાવવા આપુ પરંતું કદાચ હાથ ને પણ ખબર પડી ગઇ કે રામદીન ની વ્યક્તિત્વ સામે આ બધાની કોઇ ઓકાત નથી અને તે હાથ બહાર ના આવી શક્યો બસ સાહેબ ની આંખો રામદીન ને જતા જોતી રહી..!                    


Rate this content
Log in

Similar gujarati story from Thriller