કોરોના : ધરતીનો દેવ કે દાનવ ?
કોરોના : ધરતીનો દેવ કે દાનવ ?
પાત્રો : ડેંગ્યુ, કોલેરા, ફ્લ્યુ, ઝીકા, કોરોના, માનવ
( ડેંગ્યુ, કોલેરા, ફ્લ્યુ, ઝીકા ચારે જણ અંદરો અંદર વાત કરે છે )
ઝીકા : 'આજ કાલ આ માનવોમાં શાની ઉથ્થલ પાથલ જાણાય છે ?'
ડેંગ્યુ: 'અરે ઝીકા તારાથી પણ ખતરનાક આપણો કોઇ બંધુ આવ્યો છે.'
ફ્લ્યુ : 'અરે ઝીકાથી પણ ખતરનાક આપણો ભાઇ ?'
કોલેરા: 'હા ભાઇ આપણા ઝીકાથી પણ ખતરનાક છે આપણો આ ભાઇ જુઓ તો ખરા આ માનવોની હાલત કેવી કરી નાખી છે આખી દુનિયામાં હાહાકાર કરી નાખ્યો છે કોઇ દેશને બાકાત રાખ્યો નથી.
ડેંગ્યુ : બહુ ડરાવ્યા આપણે આ માનવીઓને પણ તોય ના સુધર્યા કઇકને કઇક દવા બનાવીને આપણને ભગાડી દે છે અને પછી ફરી પોતાની ધાર્યુ કરવા લાગે છે.'
ઝીકા : 'હા ભાઇ મેલેરિયા, ઓરી, શિતળા અને આપણા બીજા ભાઇઓએ સમજાવવાની બહુ કોશીશ કરી પરંતુ માનવી આ બધાનો નાશ કરીને ફરી પાછો આ પૃથ્વીનું સત્યાનાશ કરવા તરફ આગળ વધી રહ્યો છે.'
ફ્લ્યુ: 'સાચી વાત છે ભાઇ સમુદ્ર ગંદા કરી નાખ્યા, નદીઓ ગંદી કરી નાખી, જંગલો કાપી નાંખ્યા, એટેલુ ઓછુ હતુ ત્યા ખુબજ ઝેરીલા ધુમાડા છોડીને હવા પણ બગાડી દીધી આપણે લાખ સમજાવીએ પરંતુ આ માનવ નામનુ પ્રાણી ક્યારેય નહી માને.'
કોલેરા: 'ભાઇ સાંભળ્યુ છે બહુ ત્રાસ આપે છે આપણો ભાઇ “કોરોના” આ માનવોને ઘરમાથી નિકળવાનુજ બંધ કરાવી દિધુ. સારુ થયુ આ માનવીઓને કોઇ તો માથાનુ મળ્યુ.'
( માણસોની ચીસ સંભળાય છે બચાવો, બચાવો આ કોરોનાથી કોઇ બચાવો. હુ ચીનછુ, હુ જાપાન છુ, હુ સ્પેન છુ બચાવો....હુ ઇટલી છુ બચાવો મને ..હુ પાકીસ્તાન છુ બચાવો મને ..હુ ભારત છુ બચાવો મને...આ બધા આવાજમાંથી એક માણસા દોડ્તો દોડ્તો આ વાયરસોની પાસે આવે છે અને હાથ જોડી ખાંસતો ખાંસતો વિનંતી કરે છે.)
માણસ: 'ભાઇ ..ભાઇ બચાવો મને તમે તમારા સ્વરુપથી કોઇ અલૌકિક અને ભાયાનક આત્માઓ લાગો છો. જેટ્લા ડોલર જોઇએ તેટલા લઇ લો પરંતુ મને બચાવી લો હુ અમેરીકા છુ.'
ઝીકા : (ગુસ્સે થઇ મુહ મરડી) હુંહુંહું...... જ્યારે સમજાવવા આવ્યો તો ત્યારે કોઇ સમજ્યા નહી અને વિજ્ઞાનનો સહારો લઇ મને ડામી દીધો. અરે મુર્ખાઓ જરા સમજો તો ખરા કે હુ અને મારા ભાઇઓ વારંવાર તમારી પાસે તમને શુ સમજાવવા આવીએ છીએ. અરે શુ કામ ખિલવાડ કરો છો આ પ્રક્રુતિ સાથે અરે જ્યારે આ નિર્દોષ જીવોને મારો છો ત્યારે તમને દયા નથી આવતી અને હવે તમારા જીવ પર આવી પડી એટેલે બીજાની પાસે દયાની અપેક્ષા રાખો છો.'
ફ્લ્યુ: 'એ માન્યુ કે તમારી પાસે બુદ્ધિના છાંટા બીજા પ્રાણીઓ કરતા વધારે છે પરંતુ એનો મતલબ એવો નથી કે તમે આ પ્રક્રુતિનો નાશ વાળી દો એમા બધાનો સમાન અધિકાર છે.
ડેંગ્યુ: 'ઝીકા મરવા દે આ માણસને તે આ લાગનો છે હાલ કોરોનાના ડરથી સિધો સાદો સજ્જ્ન બની ગયો છે જ્યારે તેનો સામનો કરવા કોઇ દવા કે રસી બનાવી દેશે ત્યારે ફરી પાછો હતો તેનો તે થાઇ જશે . આ તો કુતરાની પુછડી વાંકી તે વાંકી.
( કોરોનાનો અવાજ સંભળાય છે હા..હા..હા..ભાગ માનવ ભાગ...મર માનવ મર..હહહા..હા..હા..હા)
માણસ: (ગભરાઇને હાથ જોડી) 'અરે ભાઇ હુ એ બધુ જ કરીશ જે પ્રક્રુતિને અનુરુપ હોય મને બચાવી લો ભાઇ હુ કોઇને નુકશાન નહી પહોચાડુ.'
ઝીકા: 'હા હવે આવ્યો ને ઉંટ પહાડાના નીચે અને ક્યા ગયુ બધુ હાય અને હેલ્લો .સિધો હાથ જોડવા પર આવી ગયોને !
(તેટલા મા કોરોના માણસને શોધતો શોધતો ત્યા આવે છે માણસ ગભરાઇને સંતાવવાનો પ્રયત્ન કરે છે)
કોરોના : 'ક્યા છે માનવ...ક્યા છે માનવ નહી છોડુ જીવતો નહી છોડુ.'
બધા વાયરસ ભેગા થઇ કોરોનાને હાથ જોડે છે પછી બધા કહે છે કે ભાઇ તમારો વર્ષોથી ઇંતજાર હતો સારુ થયુ તમે આવ્યા અને આ માણસને સબક મળશે પણ હવે રોકાઇ જાવ આને સબક મળી ગયો છે હવે એ સુધરી જશે.
કોરોના : 'હુ છુ કોરોના...કોઇ રોકો ના ...આજે તો આટલા વર્ષોનો બધો હિસાબ આ માનવ પાસેથી ગણી ગણીને લઇશ. આ પ્રુથ્વી પર બધા પ્રાણીઓમાં શ્રેષ્ઠ હોવાનો મતલબ એવો નથી કે તુ બીજા બધાને તુચ્છ સમજે અને તેમના જીવવાનો અધિકાર પણ છીનવી લે.
ડેંગ્યુ : 'હા પણ બહુ માનવીઓ મરી ગયા છે આપનો કહેર ઘણા દેશ સુધી પ્રસરી ગયો છે હવે બસ કરો ભાઇ નહીતર આ પૃથ્વી પરથી માણસજ મટી જશે.
કોરોના : 'અરે મટી જાય તો મટી જાય. બીજા જીવ તો સુખેથી રહી શકશે. તમે જુઓ આ નદીઓ શુધ્ધ થઇ રહી છે, સમુદ્રના કિનારા સ્વચ્છ થઇ રહ્યા છે, ધુમાડાના ગોટા હવે ક્યાય નથી દેખાતા, હવા શિતળ અને આરોગ્યપ્રદ બની રહી છે, પર્વતોની સુંદરતા દુરથી પણ દેખાઇ રહી છે, નિર્દોષ જીવોની હત્યા બંધ થઇ રહી છે પશુ અને પંખીઓ નિર્ભય બની વિચરી રહ્યા છે અને આજ માણસો હવે ઉપરવાળાની શક્તિને માનતા થઇ ગયા છે. ઉધ્ધત લોકો સંસ્કારી થતા જાય છે લાગે છે આ ધરતી પહેલાની માફક સુંદર બની રહી છે જો આમજ રહ્યુ તો મારો આ ધરતી પર આવવાનો હેતુ પરિપુર્ણ થશે.
માનવ: 'હે કોરોના પ્લીઝ હુ તુ જે કહેશે તે બધુ જ કરીશ બસ મને જીવવા દે હુ વચન આપુ છુ હુ ભગવાનની અપ્રતિમ રચના તરીકેનુ મારુ સન્માન જળવાય તેવા કાર્યો કરીશ ક્યારેય ઉપરવાળો પણ શરમાય તેવા કોઇ કામ હુ નહી કરુ મને માફ કરી દે મને મારીશ નહી.'
કોરોના : 'ઠીક છે લાગે છે આ પ્રક્રુતિ તેના મુળ રુપમાં આવી ગઇ છે અને આ માનવને પણ સબક મળી ગયો છે પણ એક વાત યાદ રાખજે ઓ માનવી જો હજુ પણ તુ ના સુધર્યો તો તારા વિનાશમાંથી તને ભગવાન પણ નહી બચાવી શકે જા ભાગ અહીથી જા તને છોડી દઉ છુ.'
માનવ :(હાથ જોડી ગભરાતો ગભારતો ભાગે છે ) 'હા..ચોક્કસ ..ચોક્ક્સ યાદ રાખીશ. સુધરી જઇશ સો ટકા સુધરી જઇશ ...થેંક યુ....થેંક યુ.'
(મોરલ: આ દેશમાં આવતી કોઇ ને કોઇ બિમારી આપણા માટે એક ચેતવણી છે. માનવ તરીકે આપણી નૈતિક ફરજ છે કે પ્રક્રુતિને વફાદાર રહેવુ અને તેનુ બેલેન્સ જળવાય તેવા સદાય પ્રયત્નો કરવા અન્યથા આ ધરતીના નાશ માટે ફક્ત આપણેજ જવાબદાર હોઇશુ.)