ડિજીટલ પ્રેમપત્ર
ડિજીટલ પ્રેમપત્ર


પ્રેમ નો રાધા ને પત્ર
મારી ડિજીટલ રાધા
આશા રાખુ તું મજામા હશે.
મારી 'ડોસબેઝ' જિંદગીમાં તુ એંડ્રોઈડ વર્ઝન બની ને આવી....
અને મારી જિંદગી મા તરખાટ મચી ગયો.
મારી લાઈફમાં જેવુ તારુ ઈન્સ્ટોલેશન થયું કે તરતજ મારી લાઈફમાં જીયો જેવી સ્પીડ આવી ગઈ છે,
આ પહેલા પણ મે ત્રણ ત્રણ વાર સોફ્ટવેર મરાવેલા પણ ઈંસ્ટોલેશન મા પ્રોબ્લેમ થતા હતાં મને લાગ્યુ કદાચ મારા દિલ ની હાર્ડડિસ્ક મા કોઈ ફોલ્ટ તો નથી ને ..?
"પણ હે મારી ' ૧૦ જીબી ની રેમ' તારા આવવાથી મારી જિંદગી ના ઈંટરનેટે 4G સ્પીડ પકડી છે અને એટલું જ નહી આટલા સમયથી મારી સોસાયટીમા અને આડોશ પાડોશમા બંધ પડેલી વાઈફાઈ અને બ્લુટુથ કનેક્ટિવિટી પણ હવે મળવા માંડી છે અને હવે તેમા ડીસ્ટરબન્સ પણ નથી આવતું "
અને સાંભળ બીજી ખાનગી વાત સંભળાવુતો " મારી બારીના ઝરુખાના સ્માઈલી વિડીયોમા હવે બફરીંગ નથી થતુ ".
પેલા મારે અડધો અડધો કલાક રાહ જોવી પડતી હતી.
હવે મારા ઘર ની આજુ બાજુ આવેલી બધીજ વેબસાઈડ ખુલવા માંડી છે
વધુ મા કહું કે હું તારા પર ગુસ્સે હતો, મે તને ઘણા મેસેજ કર્યા પણ તારો એક પણ રીપ્લાય મળ્યો નહી અને આખરે ગઈ કાલે મારા ઘરની પાછળ ની સોસાયટી મા રહેતા મંગુમાસી એ મને બે ચપ્પલ માર્યા એટેલે ખબર પડી કે તારા માટે લખેલા મેસેજ ભૂલથી મંગુ માસી ને મળતા હતાં એક વખત તો જાણે એમ થયુ કે આના કરતા તો પેલુ ડબલુ સારુ હતુ નંબરની ખબરતો નહોતી પડતી..!... ખેર મે તારા સ્વપ્નનું ફરી થી 'બેકઅપ' મારી દીધુ છે બસ તારા વોટ્સએપ ના સ્ટેટસ આ મને સદાય રાખે તેવી આશા સાથે તારો અને ફક્ત તારો...જ.......વિન્ડોબેઝ પ્રેમ ( વીથ લાયસંન્સ વર્ઝન 0.1 )
રાધાનો પ્રેમ ને જવાબ......
પ્રિય મારા પ્રેમ (નવા)
તમારો પત્ર મળ્યો પણ વાંચી ને બહુ દુ:ખ થયુ કે તમે આ એંડ્રોઈડ ના જમનામાં હજુ પણ વિન્ડો બેઝ છો...
"તમારા જેવા વિંડોબેઝ પ્રેમ તો કેટ્લાય મારી સોસાયટી મા ફરે છે".
મારી એક પણ સહેલી મફતમા પણ લેવા તૈયાર નથી.
બીજુ મારા આવવાથી તમારી લાઈફ મા સ્પીડ આવે તે બહું સ્વાભાવિક છે કારણ કે મે તો કેટ્લાય ની લાઈફ મા સ્પીડ લાવી દીધી છે
"મે આપેલા જરીક સ્મિત ને તમે તમારા દિલની હાર્ડડિસ્ક મા ઈંસ્ટોલ કરી નાખ્યુ છે જેનાથી તમારી બધી એપ એક્દમ સ્મુથ ચાલવા લાગી છે"
પણ તે થોડા દિવસ જ સારી ચાલશે કારણ કે મારા સ્મિતનું "તમારી પાસે લાયસંસ વર્ઝન નથી"
અને સાચુ કહું ને તો મે એના રાઈટ્સ કઈ કેટલીયે કંપનીઓ ને વહેચેલા છે જેની મને પણ ગણતરી નથી એટેલે તમારો એ સોર્સ ગમે ત્યારે કરપ્ટ થઈ શકે છે..
જેનાથી તમારા દિલ ની હાર્ડડિસ્ક પણ ફેઈલ થઈ શકે છે.
તમે મને મળ્યા એ પહેલા મારા દિલ મા એક પ્રેમનુ ઈંસ્ટોલેશન થયુ હતું એટેલે જ મે તમને નવા પ્રેમ કહ્યાં. પરંતુ એનાથી ભૂલ તે થઈ ગઈ કે તેણે મારી સોસાયટી ના નાકા પર જ મોબાઈલ રીચાર્જ ની શોપ નાખી દીધી બસ તેજ દિવસે તેના દિલની હાર્ડડિસ્ક ફેઈલ થઈ ગઈ કારણ કે તેની શોપ મા આવનાર ૧૦ કસ્ટમર માથી ૮ જણાએ તો મારા નંબર પર જ રીચાર્જ કરાવ્યુ પણ એમા મારી શું ભૂલ..? તમે જ કહો ...એટ્લે જ કહું છું મને સમજ્વાની કોશીશ કરો હું એંન્ડ્રોઈડ છુંં અને તમે હજુ સુધી ડોસબેઝ છો આપણી કનેક્ટિવિટી કઈ રીતે મળે ?
"અને એટલા માટેજ કહું છું કે આજુબાજુ જેનુ પણ કવરેજ સારુ મળતુ હોય તેની સાથે કનેક્ટ થઈ સર્ફીંગ ચાલુ કરો."
હું જાણુ છું કે મારી આવી વાતો થી તમારા દિલ ની હાર્ડડિસ્ક ક્રેશ થઈ છે અને જો ખરેખર તેમ થયુ હોય તો નવી ચાઈનાની વસાવી દેજો એટેલે ક્રેશ થાય તો વધારે અફ્સોસ ના થાય હું તો આખી સિસ્ટમ જ ચાઈના વાપરુ છું એટેલે મને તો તક્લીફ થવાનો નો સવાલ જ નથી .......
બસ એજ તમારી અને બધાની ..રાધા (વિથ એંડ્રોઈડ ૫.૧.૨.)