STORYMIRROR

Kalpesh Patel

Drama Tragedy Classics

4  

Kalpesh Patel

Drama Tragedy Classics

ચકલીયા

ચકલીયા

3 mins
27


ચકલીયા.
લેખક: કલ્પેશ પટેલ

કચ્છ ના સીમાડે વસેલ ગામ, મૂળ નામ હતું ભવાણીયા. પણ લોક જીભે તે ભાણીયા, અને આ ગામના પટેલ વાસના નાકે,મેડીયા ઘરડોએ રહેતો એક વૃદ્ધ વિધુર હરજીવન, અને લોક જીભે તેને કોક હરજી કહે કે કોઈ દાદા કહે.

વર્ષો સુધી આ હરજીએ કચ્છ મલક ના ભાણીયા ગામના, એના પથ્થરીયા ખેતરમાં, કુટુંબ પછવારે જીંદગી ઝૂકી નાખી.

દાદા, દાદી, મા બાપ, બાળ વિધવા ફોઈ. તેમજ વ'વ સવીતા અને ત્રણ સંતાન,બે દીકરા, એક દીકરી. એકી ટંકે પૂરી દસ થાળી પીરસાય,સૌ એક છાપરે રહે.

સમય ફર્યો, દાદા, દાદી, મા,, બાપ, મનુ ફોઈ, વડીલ, સૌ પ્રભુને પ્યારા થયાં.  દીકરીની સાસરે વિદાય શું થઈ કે તેના વિરહ મા સવીતા  પણ ચાલી નેહરી.

દીકરાઓ પણ સુંવાળી જિંદગીના અભરખે એમના વસ્તાર લઇ ગામ છોડી મુંબઈ જઈ વસ્યા.

વેપાર, કમાણીના બહાને ધીમે ધીમે  ઘર ખેતરનો ભાણિયો હરજી 'દા  ને ગળે પૂરો વળગાડી દીધો.

ધીમે ધીમે ઘર-ખેતરનો ભાર હરજીના ખભે પૂરો આવી ચડ્યો.
એક સમયનો હરજીનો એ આંગણિયો જ્યાં વહેલી સવારે વાવટાંની વાતું થતી, તાંબડીમા ગાયનાદોહાતા દૂધ ની સેરો ની સરગમ વહેતી. સવીતાએ ચૂલે મુકેલા બાફેલા દૂધની સુગંધ આવતી. તો કોઈ વાર વાલોણાના છમકારા. સંધુય, હવે સૂમસામ.

ગામના લોકો કહે,

"આ સવીતા શું ગઈ,રે દાદા , તારો'તો  ઘરડો ઠાલો થઈ ગયો!"

હરજી , આંખ લૂછતાં, સ્મિત કરીને કહે,
"હા ભાઈ, ઘરડો તો ખાલી છે, પણ આંગણામાં ઉગેલો નીમનો છાંયો હજી મને સાથ આપેછે. એવુ કહી  ગામલોકોની વાત હસી કાઢે.

એંસીમો દરવાજો  વટાવી ચૂકેલ હરજીવનને સાંજ પડે, રોજ વ્હાલા પૌત્ર પૌત્રી ઓના અવાજો યાદ આવે ,ને અંતરમાં બારેમાસ વાદળ વરસે.

પણ,હરજી ભડ નો દીકરો. એ જરાય નાસીપાસ થયાં વગર, જૂની યાદની કુંપળની સેજ પર ટહેલી, પ્રભુ ભજન સંગ સમય  વીતાવતા."

એક દિ'વરસાદ વરસ્યો. હરજી, મેડીની  બારીએ થી બેઠા બેઠા જુએ કે જરૂખાની છાપર પર ચકલીનુ જોડિયુ નવું ઘરડો બાંધી રહ્યુ હતું.

એક.. એક સળી, તણખલુ ભેગુ કરતા ચકલીયા ને જોઈ દાદા બોલ્યા,
"ચાલ હરજી, તારો ઘરડો ખાલી હોય તો શું? કોઈ બીજા જીવ  તેમાં હજુ 'ય ઈમા વસવા નેમ રાખે,  ઈ થઈ મોટી વાત. હરજીવન, આ તો તારા જીવનની શાન છે."

હરજી ખડખડાટ હસી પડ્યા.
"લ્યો ભાઈ, હવે મારે રોજ સવારે આ ચકલીયાઓને પણ ગાંઠિયા વેરી ખવરાવવા પડશે!"

એ દિવસથી, પોતાનો ઘરડો ખાલી હોવા છતાં, હરજીને મનમાં કદી એકલતા નહોતી લાગતી.
હવે  જરૂખે ચકલીયાના ચિચકારા એનો આખોય ઘરડો ભરી દેતા હતા ."

ગામના બાળકો આવે, એની દાઢી ખેંચે, હરજી ખોળે બેસાડી, ગોલની ગાંગડી આપી વાર્તા કહે.

ઘરડોના જરૂખે વસેલા ચકલીયાના પિલ્લા પણ તેમની વાત સાંભળી ઉછરે.

ખાલી ઘરડો હવે ધીમે ધીમે જીવતાની નવી વાર્તા રચતું હતું.

------
વાંચન વિશેષ ~

"ખાલી ઘરડો"

ખાલી અને ઘરડો, આ શબ્દસમૂહનો અર્થ પ્રતીકાત્મક રીતે લેવાય છે.

અર્થ:

શાબ્દિક અર્થ: ઘરડો એટલે પંખીનું ગુંડું, (માળો),"ખાલી ઘરડો" એટલે ખાલી ગુંડું — જેમાં હવે કોઈ પંખી નથી.

પ્રતીકાત્મક અર્થ:

જ્યારે બાળકો મોટા થઈને ઘર છોડે ત્યારે માતા-પિતાને જે ખાલીપણું લાગે છે તેવી સ્થિતિને પણ "ખાલી ઘરડો" કહેવામાં આવે છે

(Empty Nest Syndrome).

સામાન્ય રીતે, આ શબ્દસમૂહને,ખાલી ઘર, ઉજાડપણું, જીવનમાં ખાલીપો, અથવા પોતાની સંભાળ લેનારા કોઈ ન હોવાના અર્થમાં પણ વપરાય છે.



Rate this content
Log in

Similar gujarati story from Drama