STORYMIRROR

Prabhu Desai

Tragedy Classics Inspirational

4  

Prabhu Desai

Tragedy Classics Inspirational

છુટાછેડા

છુટાછેડા

9 mins
331

સમાધાન પંચ (સમાજના આગેવાનો/મોભીઓની સમક્ષ બંને પક્ષ (પત્નિ પક્ષના લોકો અને પતિ પક્ષના લોકો છૂટાછેડાની દલીલો રજુ કરવા માટે હાજર થાય છે. (છૂટાછેડા લેવા માટે પત્ની પક્ષના લોકો નિર્ધારીત સમયની પહેલા સમાધાન પંચ સમક્ષ વહેલા હાજર થઈ જાય છે, અને બેસી જાય છે/ બેસી રહે છે). તેઓએ સમાધાન પંચની સાથે ચર્ચાઓ કરી અને સમાધાનની ફોર્મ્યુલા લેખીતમાં જણાવી દીધી હતી.

પતિ પક્ષના સભ્યો નિર્ધારીત સમયથી દસ મિનિટ માટે મોડા હાજર થાય છે). હવે પતિ અને તેમના નજીકના સંબંધીઓ આવે છે અને સમાધાન પંચ સમક્ષ સીધા જ હાજર થઈ જાય છે, અને સમાધાન પંચની રજા મંજુરી લઈ અને પતિ પોતાના નિવેદનો/ દલીલો રજુ કરે છે.

પતિ : "હું આપ સહુને અભિવાદન કરું છું, સ્વિકાર કરો. અમો પતિ પત્નીનું જીવન સુખમય રીતે પસાર થાય અથવા તો વિખુટા પડવાનું થાય તો યોગ્ય કરવા માટે આપ સહુ કોઈપણ જાતના નિ:સ્વાર્થ ભાવે અને આપ આપનો પોતાનો અમુલ્ય સમય ફાળવી સમાધાનની પ્રક્રિયાઓના પ્રયાસો હાથ ધરી રહ્યા છો, તે બદલ હું આપ સૌને વંદન કરું છું. આપ સહુની સરાહના કરું છું, તથા હું આપ સહુનો આભારી પણ છું. સીધા જ મુદ્દાની વાત પર આવતા, હું એ જાણવા માંગુ છું કે આપના દ્વારા સમાધાનની પ્રક્રિયા માટે અમોને માટે કેટલો સમય ફાળવ્યો છે ?"

ચેર પર્સન (થોડા સ્મિત સાથે) : "જુવો ભાઈ...., જો સમાધાનની પ્રક્રિયા 30 મીનીટમાં પુરી થતી હોય તો અમો 31 મિનીટ નથી થવા દેવા માંગતા (બધા સભ્યોના ચહેરા પર મંદ મંદ હાંસ્ય ફેલાઇ જાય છે). પણ ગુંચનો નિવેડો આવતો હોય તો અમો આપના માટે પુરતો સમય આપીશું અને જો એક કરતા વધુ બેઠક કરવાની જરૂરત રહેશે તો પણ અલગ અલગ દિવસે એક કરતા વધુ બેઠકો કરવા માટે પણ અમો તો તૈયાર જ છીએ. હવે હું આપને આપની દલીલો રજુ કરવા માટે ગુજારીશ કરું છું અને આપ આપની ઇછ્છા મુજબ સમય લઈ શકો છો."

થોડા હંસતા અને પ્રફુલ્લિત ચહેરે ચેર પર્સન સવાલ કરે છે કે "આપના દ્વારા આવો પ્રશ્ન કેમ પુછવામાં આવ્યો છે ?" રમુજ સાથે પતિ તરફથી પણ જવાબ આપવામાં આવે છે કે "જો અમોને ફક્ત પાંચ જ મિનીટ ફાળવી હોય તો હું પણ છઠ્ઠી મિનીટ નથી થવા દેવા માંગતો. ફરીથી બધાના ચહેરા પર મંદ મંદ હાંસ્ય ફરી વળે છે."

(ચેર પર્સન આશ્ચર્ય સાથે મનમાં મનમાં ગણગણે છે કે આટલા વિવેકી અને રમુજી લોકોના છૂટાછેડાના કેસો અમારી પાંસે આવે છે , મને તો નવાઈની વાત લાગે છે.)

પતિ (ચેર પર્સનને ઉદેશીને) : "હવે હું આપનો વધુ સમય વ્યય ના કરતા, મારી રજુઆતો આપની સમક્ષ રજુ રાખુ છું. જો મારી પત્નીને વાંધો ના હોય તો, આપ સહુની વચ્ચે જાહેરમાં શું હું મારી પત્નીને થોડા સવાલો પુછી શકુ ?"

પત્નીનું નકારાત્મક વલણ અને તેમની સાથે આવેલ સગા સંબંધીઓની અનિછ્છા હોવા છતા, સમાધાન પંચે જણાવ્યુ કે "આપમાંથી કોઈને પત્નિ પક્ષને આ બાબતે વાંધો ના હોવો જોઈએ અને તમે લોકો પત્નિ પક્ષ)પણ પતિને સવાલો કરી શકો છો.સમાધાન પંચ દ્વારા પત્ની પક્ષની અનિછ્છા હોવા છતાપણ પતિને સવાલો કરવા માટે સંમતિ આપવામાં આવે છે.

પતિ (પત્નીને) : "શું હું જાણી શકુ કે આપણા આટલા ઘણા લાંબા લગ્ન જીવન દરમ્યાન મેં શું શું ભુલો કરી છે ? મારા શું શું વાંક અથવા ગુનાઓ છે ? અને આ સમય દરમ્યાન મેં શું શું ખોટુ કર્યુ છે ? જો આપ મને મારી ભુલોનો અહેસાસ કરાવશો તો મને જરુર સુધરવાની એક તક મળશે, તો મને એકે એક બધી જ વિગતો જણાવશો."

પ્રશ્ન સાંભળીને સમાધાન પંચ તો આશ્ચર્યની સાથે અવાચક બની જાય છે. સમાધાન પંચના ચેર પર્સનના મોઢામાંથી ઉદ્ ગારો નિકળી પડે છે, "વાહ ! આટલો નિખાલસ પ્રશ્ન ! અને સાથે સાથે તેઓ બોલ્યા કે પતિ પત્ની વચ્ચેના ઘરેલુ ઝઘડાઓના સમાધાનની પ્રક્રિયાઓના કિસ્સાઓ તો મેં હજાર સુલજાવ્યા છે પણ આજ સુધીના ઇતિહાસમાં મેં આવો પ્રશ્ન પહેલી વખત સાંભળયો છે. વાહ..., વાહ..., ધન્ય છે તમને."

પત્નિ પક્ષ તરફથી પાંચ મિનીટ સુધી કોઈ જ જવાબ ના અપાતા સમાધાન પંચ તેઓને (પત્નિ પક્ષને) જણાવે છે કે "બાબત છુટ્ટાછેડા સુધી પહોંચી ગઈ છે તો તમારા પતિના વાંક ગુનાઓ તો હશે જ !, તો તમે તેમને તેવી બાબતો જણાવી શકો છો. અને તમને સામે ચાલીને જ પુછે છે તો તમોએ કોઈપણ જાતનો ક્ષોભ ના અનુભવવો જોઈએ, તો અમો સમાધાન પંચ તમોને ગુજારીશ કરીએ છીએ કે આપ તેમના વાંક, ગુનાઓ, ભુલો અને જે કાંઈ ખોટુ કર્યુ હોય તે જણાવો."

ફરી પાંચ મિનીટ સુધી પત્નિ પક્ષ તરફથી કોઈ જ જવાબ નથી અપાતો.

પતિ (પત્નિને ઉદેશીને) : "તો પછી મારા કોઈ વાંક અથવા ગુના નથી. મેં કોઈ ભુલો પણ નથી કરી તેમજ મેં કાંઈ ખોટુ પણ નથી કર્યુ તો તમો શા માટે ઘર છોડીને જતા રહ્યા છો ?"

પત્નિ પક્ષ તરફથી ફરી કોઈ ઉત્તર આપવામાં આવતો નથી.

સમાધાન પંચના સભ્યો થોડી અકળામણ અનુભવે છે અને ચેર પર્સન થોડા ઉંચા (ઉગ્ર) અવાજે પત્નિને ઉદેશીને કહે છે કે "તમો પત્નિ પક્ષ જયારે આજે સવારે અહિં આવ્યા ત્યારે ફરિયાદ સ્વરુપે જણાવો છો કે અમો તેની (પતિની) સાથે રહી શકીએ તેમ જ નથી. તો તમને તમારા પતિ તરફથી કોઈક તો તકલીફ હશે જ, તો તેવી તકલીફો જણાવો ?"

પત્નિ પક્ષ તરફથી ફરી કોઈ ઉત્તર આપવામાં આવતો નથી.

ચેર પર્સન : "તો હવે અમે તમારા તરફથી રજુ થયેલ છુટાછેડાની ફરિયાદને નકારીએ છીએ. તેમજ અમો એક તરફી નિર્ણય લેવા માટે મજબૂર છીએ અને અમારો નિર્ણય આપના પતિની તરફેણમાં જાય છે. છતાપણ ફરી અમે તમોને એક છેલ્લી તક આપીએ છીએ કે તમોને તમારા પતિ તરફથી જે કાંઈ તકલીફ હોય તે જણાવવા યોગ્ય કરો."

પતિ (ચેર પર્સનને ઉદેશીને) : "સાહેબશ્રી હું આપની ક્ષમા ચાહુ છું. છુટાછેડા લેવા માટે તો મારે ફરિયાદ નોંધાવવાની આવશ્યકતા હતી, પરંતું આપની સમક્ષ ફરિયાદ તો મારી પત્નિએ રજુ કરી છે. તો હવે કરો ન્યાય. ?"

ચેર પર્સન (પતિને ઉદેશીને) : "મને લાગે છે કે આપની વાતમાં કાંઈક વજુદ અને તથ્ય છે. તો તમે તમારા તરફથી જે કાંઈ ફરિયાદ હોય તે જણાવી શકો છો."

પતિ (ચેર પર્સનને ઉદેશીને) : "સાહેબ હું વધુ તો ચર્ચામાં નથી ઉતારવા માંગતો પણ એક વાક્ય આપને જરુર કહીશ કે તમો સમાધાન પંચે હવે તમારો દ્રષ્ટીકોણ "ફક્ત પતિનો જ વાંક હોય છે" તે બદલવાનો સમય પાકી ગયો છે."

ચેર પર્સન (પતિને ઉદેશીને) : "મને હવે તમારા કિસ્સા પુરતો તો અંદાજ આવે જ છે કે આપના પત્નિ દ્વારા આપશ્રીને કોઈપણ કારણ વગર અમો સમાધાન પંચની સમક્ષ ઢસડી લાવવામાં આવ્યા છે."

પતિ (ચેર પર્સનને ઉદેશીને) :" હવે વધુ ચર્ચા કરી કોઈ પક્ષને બદનામ કરવાથી કોઈ ફાયદો નથી. તો આપ સાહેબને હું ગુજારીશ કરું છું કે મારા પત્નિ તરફથી લેખીતમાં જે સમાધાનની ફોર્મ્યુલા જણાવી છે તે મને જણાવો, જેથી હું વહેલી તકે યોગ્ય નિર્ણય લઈ શકું."

ચેર પર્સન દ્વારા એક કાગળ લંબાવતા કે જેમાં પત્નિ પક્ષ તરફથી લેખિતમાં આપેલ સમાધાનની ફોર્મ્યુલા પતિને જોઈ લેવા માટે કહેવામાં આવે છે.

પતિએ સમાધાનની ફોર્મ્યુલાના કાગળ ઉપર એક ઉપરછલ્લી નજર નાખી અને સાથે આવેલા અને બાજુમાં જ બેઠેલા સ્નેહીજનોને કાગળ લંબાવી આપે છે. સ્નેહીજનો કાગળને વાંચે છે.

પતિ (ચેર પર્સનને ઉદેશીને) : "સાહેબ આપની સમક્ષ રજુ રાખેલ સમાધાનની ફોર્મ્યુલા મુજબ તો મારા પત્નિ દ્વારા તો ફક્ત મારી તમામ મિલ્કતમાં પોતાનો અડધો ભાગ થાય છે તેવું દર્શાવેલ છે અને તે મુજબ તેમને તેમના હિસ્સાની રકમ આપી દેવા માટે જણાવેલ છે. અને તેઓ મારી સાથે જીવન ગુજારવા નથી માંગતા."

ચેર પર્સન (પત્નિ પક્ષને ઉદેશીને) : "આપના પતિ આપને જણાવે છે કે તેમના કોઈ વાંક ગુના હોય તે જણાવો. તેમની કોઈ ભુલો હોય તો તે પણ જણાવો. અને કાંઈ ખોટુ કર્યુ હોય તો તે પણ જણાવો. પણ તમે તો કાંઈ કહેતા તો નથી અને સીધા જ પતિની મિલ્કતમાં અડધો ભાગ મેળવવા માટેની માંગણી કરી રહ્યા છો. ઉપરાંત આપ એમ પણ જણાવો છો કે હું કોઈપણ સંજોગોમાં તેમની સાથે રહી શકુ તેમ જ નથી. પણ તમને પુછવામાં આવતા સવાલોના જવાબો તો આપતા નથી. શું આપની છૂટાછેડા લેવાની વાત કેટલા અંશે યોગ્ય છે તે મને જણાવશો ?"

પત્નિ અને તેમની સાથે આવેલા બધાના મોઢા ઉતરી જાય છે અને પત્નિ કોઈ જવાબ નથી આપતા.

ચેર પર્સન થોડા ગુસ્સા ભર્યા સ્વરે (પત્નિ પક્ષને ઉદેશીને) : "અમો અહિં તટસ્થ ન્યાય તોળવા બેઠા છીએ. ન્યાયનું પલ્લુ તો તમારા પતિની તરફેણમાં જ ભારે છે. તમે લોકો નિર્દોષ લોકોને હેરાન કરી રહ્યા છો તેમજ સમાજ દ્વારા ગઠિત અમોનું સમાધાન પંચનો દુરુપયોગ કરી રહ્યા છો. જે આપણા સમાજ માટે એક શરમ જનક બાબત છે. તમે મને જણાવશો કે કેવા સંજોગોમાં અમો તમારા પતિશ્રીને જણાવી શકીએ કે તમોને તેમની તમામ મિલ્કતોમાં અડધો ભાગ આપવો જોઇએ ?" ચેર પર્સન એકી સાથે ગુસ્સામાં આવીને થોડા ઉંચા અવાજે ઉપર મુજબ બોલી જાય છે. ચેર પર્સન ઉભા થઈ જાય છે અને ઉભા ઉભા બોલે છે કે બહેનશ્રી તમે ઉભા થાવ અને આ મારી જ ખુરશીમાં તમે એક વખત બેસો અને તમે જ ન્યાય તોળી બતાવો !

પાંચ મિનીટ સુધી સંનાટો છવાઈ જાય છે. કોઈ એકપણ શબ્દ નથી બોલતું.

પતિ (પત્નિને સંબોધીને) : "તું મને તારી ખ્વાહિશ અથવા ઉમ્મીદો જણાવીશ કે મારે તારા માટે શું કરવું જોઇએ અને જે મેં ના કર્યુ હોય ?

પત્નિ થોડા સમય માટે ખામોશી શીવી લે છે. પછી કહે છે કે "તમારી પાંસે તો આટલી ઘણી બધી સંપતિ છે અને હું તમારી એક પત્ની તરીકે મારો તમારી સંપતિમાં અડધો ભાગ લેવા માટેનો અધિકાર ધરાવું છું. અને આ રહ્યું તમામ સંપતિનું લિસ્ટ. તો મને આપી દો તે સંપતિમાંથી મારો હિસ્સો."

પતિ (પત્નિને સંબોધીને) : "તું મને જણાવે છે કે હું તમારી પત્નિ છું, પણ મારો તને સવાલ છે કે તેં ક્યારેય એક પત્નિ તરીકેની ફરજો નિભાવી છે ? તું ફક્ત તારા અધિકાર/હક્કની જ વાતો કરે છે જયારે તારી ફરજોની પણ વાત તો કર ને. તું ઘર છોડીને ગાંધીનગર રહેવા જતી રહી છો. (જયારે તું ઘર છોડીને ગઈ ત્યારે મને જણાવે છે કે હું અમદાવાદ રહેવા જાવ છું, આવુ ખોટુ બોલવાનું પણ કારણ તો હશે જ ને ! બીજુ તેં હજુ સુધી તારું ગાંધીનગરનું સરનામું પણ મને આપવાની દરકાર નથી કરી. મારે તને કોઈ પત્ર પણ લખવો હોય તો ક્યા સરનામે હું તને પત્ર પણ લખુ. મેં તો પહેલા જ What's App ના માધ્યમથી તને લેખીતમાં જણાવેલ છે કે તું મને તારી ઉમ્મીદો જે હોય તે જણાવ, હું તને તારી ઉમ્મીદોથી વધુ આપીશ, અને આપીશ તને ભાવભરી વિદાય પણ. અને તે મને, આ મારી ઑફરનો જવાબ આપવાની દરકાર પણ નથી કરી અને તું મને અહિં સમાધાન પંચ સમક્ષ ખોટી રીતે ઢસડી લાવી છો. શું મેં તને કશુ આપવાની ના પાડી છે તો તે મને અહિં સમાજના મોવડીઓ સમક્ષ ઉભો રાખ્યો છે ? તારા આવા કૃત્ય પાછડનું કોઈ કારણ તો હશે ને ? તો હું તારા આવા હિન કક્ષાના કૃત્ય પાછડનું કારણ જાણવા માંગુ છું. તો તું મને તેવા કારણો જણાવીશ ?

તેં સમાધાન માટે લેખીતમાં તારી માંગણીઓ સમાધાન પંચ સમક્ષ રજુ રાખી છે. હું જરૂર તારી માંગણીઓ સ્વીકારું છું અને તારી માંગણીઓ જરૂરથી પુરી કરીશ. આ શીવાય પણ જો કોઈ માંગણી બાકી રહી ગઈ હોય તો તે પણ મને જણાવ. હું તેવી માંગણીઓ પણ પુરી કરીશ.

પત્નિ તરફથી કોઈ જ જવાબ નથી આપવામાં આવતો, તેનું મોઢુ શીવાય જાય છે

ચેર પર્સન (પતિને ઉદેશીને) : "ભાઈ હવે હું સમજી શકુ છું કે તમારા પત્નિ હવે તમારી સાથે રહેવા ઈચ્છતા નથી અને તમારી તમામ સંપતિમાં તેઓ તેમનો અડધો ભાગ માંગે છે. તો હવે અમો તમારા માટે શું કરી શકીએ તે જણાવશો."

પતિ (ચેર પર્સનને ઉદેશીને) (થોડા ઉગ્ર અવાજે): "સાહેબ આપી દો તેમને મારી તમામ સંપતિ અને કરી નાખજો કાગળમાં નીચે સહી તમે મારી. અને હું કહીશ કે આ સહી મારી છે. અને કહો તેમને કે બદલામાં મને ફક્ત એક વાક્ય લખી આપે કે હું ચોર્યાસી લાખ યોનિમાં અવતાર ધારણ કરીશ પણ હું તમને ક્યારેય, સામી પણ નહિં મળુ.

ચેર પર્સન ઉભા થઈ બીજી મુદત માટે નવી તારીખ આપી દે છે. અને ખુરશી છોડીને જતા રહે છે.

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati story from Tragedy