ચતુરભાઈના પેંડા
ચતુરભાઈના પેંડા
પેંડા વાળો આવ્યો, ભાઈ પેંડા વાળો આવ્યો. જૂનાગઢવાળા ચતુરભાઈના પ્રખ્યાત પેંડા વાળો આવ્યો.
ગાયના દુધના પેંડા મળશે. ભેંસના દુધના પેંડા મળશે, બકરીના દુધના પેંડા મળશે. ઉંટડીના દુધના પેંડા મળશે. ને ગધેડીના દુધના પેંડા મળશે. એ, હાલો ભાઈ પેંડા લેવા હોય તો હાલો. ચતુરભાઈના પ્રખ્યાત પેંડા લેવા હોય તો હાલો.અને પેંડા ખાઈને બનો ચતુર.
માયા : એ પેંડાવાળા,અહીં આવ.
જી બેનજી..
ક્યાં ? બતાવ જોઇએ તારા પેંડા.
જી બેનજી..., ક્યા પેંડા બતાવું ?
એટલે ?
જી બેનજી., એટલે કે ગાયના દુધના પેંડા બતાવું કે ભેંસના દુધના પેંડા બતાવું.... કે......
હા હા સમજી ગઈ, તને જે સારા લાગે તે બતાવને.
જી બેનજી...., તો ક્યા ઓર્દુગેનિકધના પેંડા બતાવું ? કે નોન ઓર્ગેનિક દુધના પેંડા બતાવું ?
તારે જે બતાવવા હોય તે બતાવને મને શું ફેર પાડવાનો.
જી બેનજી...., તો ભેંસના દુધના પેંડા બતાવું ?
એલા કિધું ને કે તારે જે બતાવવા હોય તે બતાવને !
(બેનજીને ચતુરભાઈ ભેંસના દુધના પેંડા બતાવે છે.)
શું ભાવ છે આનો ?
બેનજી ચતુરભાઈના પ્રખ્યાત પેંડા છે, ખાશો એટલે બની જશો ચતુર. એટલે એક નંગના 6 રુપિયા છે અને કિલો લ્યો તો 900 રૂપિયે કિલો પડશે તમને.
શું ? તારું મીટર તો બરોબર ચાલે છે ને ? શું હાલી મઈરો છો હેં ? ચલ તો ગાયના દુધના પેંડાનો ભાવ બોલ ?
1200 રુપિયે કિલો.
ઓહો ! ભાવ ઘટવાને બદલે તું ભાવ વધું કે શો. ઠીક છે ચલ ભાવ વધું કેમ છે તે બતાવ.
અરે બેનજી એમાં સુવર્ણ હોય છે સુવર્ણ એના ભાવ છે. અને ગાયના બંને પાછડના પગ નેતરથી બાંધવા પડે નેતરથી ! હા...., અને તોય ક્યારેક ક્યારેક બોઘડું ઉંધુવાળી દે છે. એના ભાવ છે.
ઠીક છે ઠીક છે.., તો બકરીના દુધના પેંડાના ભાવ બોલ..,
1800 રુપિયાના કિલો.
અલ્યા મારે તને શું કેવું ?બકરી ખુદનો ભાવ 5000 રુપિયા નહિં હોય, અને બકરી તો મફત ચરી આવે છે. ને તોય ભાવ વધું હેં ? લાગે છે મને કે તારે 3 કિલો પેંડા વેંચીને બીજી એક નવી બકરી ખરીદવી હોય તેવું હેં ? ચલ ફટાફટ કહે ભાવ કેમ વધું છે ?
હા...,હા...,હા..., બેનજી..., આ બકરી ભલે મફત ચરી આવતી હોય. પણ મારી પાસે જે બકરીઓ છે ને ઈ ગાંધીજીની બકરીઓના વંશજોની બકરીઓ છે. અને એક બકરી બે પરી જ દુધ આપે છે. એટલે ભાવ વધું છે શું સમજ્યા ?
એય સામું નય બોલવાનું ! તારી સામે આ કોણ બેઠી છે તને ખબર છે ? માયા છે... માયા. ભલભલાની માયા છોડાવી દવ છું. ચલ ફટાફટ બોલ ઉંટડીના દુધના પેંડાના ભાવ બોલ ?
2100 રુપિયાના કિલો.
ઓહો, તારા આંટા તો છટકી ગયા નથી ને ! પણ તું આ ભાવ બોલે છે ને એટલે મારા આંટા પણ મુકી દેશે. બોલ ફટાફટ બોલ આ ઉંટડીના દુધના ભાવ કેમ આટલા બધા છે ?
બેનજી આ ઉંટડીને ઉભા ઉભા દો'વી પડે છે અને બે જણા હોયને ત્યારે જ ઉંટડીને દો'ય શકાય છે. એક બોઘડું પકડી રાખે ને એક દો'વે. એટલે બે જણાની મજુરી લાગે. તો પેંડાના ભાવ પણ વધુ જ હોય ને !
ઠીક છે..., ઠીક છે...., તો ગધેડીના દુધના પેંડાના ભાવ બોલ !
3600 રુપિયાના કિલો છે.
ઠીક છે...., ઠીક છે...., તારી હાયરે હવે કોણ લપ કરે, ચલ ફટાફટ બોલ ગધેડીના દુધના પેંડાના આટલા બધા ભાવ કેમ વધું છે ?
બેનજી,ગધેડીઓને તો હું બે ત્રણ ડફણા મારુંને એટલે પછી એ ગામ આખાના ઉકઇડા ફોરીને પેટ ભરી આવે છે. એટલે મારે એના ચારાનો તો ખરચો નથી. પણ સાંજે મારે એને ગોતવા જાવું પડે છે કેમ કે એ મારા ઘરનું સરનામું ભુલી જાય છે. બીજુ ગધેડીએ મને બે વખત જ લાત મારી છે. બધી છાતીની પાસડીઓ ભાંગી નાખી છે, અને એ પાસડીઓને રિપેર કરાવવાની છે. એટલે એના ભાવ વધુ છે.
માયા: તું એમ કહે છે કે ગધેડીએ તને બે જ વખત લાત મારી છે, એટલે તારી છાતીની બધી પાંસડીઓ ભાંગી ગઈ છે, અને એને રિપેર કરવાના પૈસા જોઇએ છે, એટલે પેંડાના ભાવ વધું છે, એમ ને ?
હા બેનજી..., એમાં એટલું જ નથી, પણ મારા છોકરાઓ ભણે છે ને એટલે એના ખર્ચના બધા જ પૈસા પણ એમાં જ સમાયેલા છે અને મારા ઘર ખર્ચના પૈસા પણ એમાં જ સમાયેલા છે.
હં !, એલા તું તો કાંઈક અઘરી વિકેટ છે હેં !
જી બેનજી. સાચી તો એક જ બહેનને ખબર પડી છે કે ગધેડીના દુધમાંથી બનાવેલ પનીરના ભાવ કિલોના 8000 રુપિયા છે, એટલે 3600 ના ભાવના પેંડા સસ્તા કહેવાય. ગધેડીના દુધના પેંડાના તો મોલ હોય છે. મોલ, નહિં કે ભાવ.
હા... હા.... તારી વાત સાચી હશે, પણ તારી ગાડી પાટા હેઠે ઉતરી ગઈ છે, તારી ગાડીપાટા ઉપર હાંક. ચલ તો હવે પેંડા તો બતાવ ?
જી બેનજી..., જુવો છે ને મસ્ત પેંડા.., (માયા પેકિંગ તોડવા જાય છે) ઓ બેનજી પેકિંગ ના તોડશોએક પિસનો 6 રુપિયા ભાવ છે.
બેનજી : ભઈ..., ચાખ્યા વગર તો હું કાંઈપણ લેતી નથી, પણ તું 6 રુપિયા પાછડ ના દોડ. હું તને ઓર્ડર એટલો મોટો આપીશ કે આ તારો બધો જ માલ ઓછો પડશે.
હા..., હા......, તો ચાખો ને. આ તો મારો અનુભવ બોલે છે કે ચાખ્યા પછી મારા પેંડા સારા નિકળતા જ નથી, એટલે મેં તમને રોક્યા છે. બાકી મોટો ઓર્ડર મળતો હોય તો તો હું બધી જ વેરાયટીના એક એક પેંડો ચખાડીશ.
(પેંડો ચાખ્યા પછી) હં..., પેંડા તો સારા છે. ચલ પાંચ કિલો પેંડા આપી દે.
અરે બેનજી. મારી પાંસે તો કિલો બે કિલો પેંડા હોય છે. તો પણ હું તમને દોઢ કિલો પેંડા આપીશ. બાકીના ગમે તેમ કરીને આવતી કાલે પહોંચાડી આપીશ.
અરે પણ મારે તો મારી ચાર બેનપણીઓ ને પેંડા મોકલવાના છે અને એક કિલો મારા માટે એટલે મારે તો પાંચ કિલોથી ઓછા નહીં ચાલે.
ક્રમશ:
