STORYMIRROR

Prabhu Desai

Comedy Children

2  

Prabhu Desai

Comedy Children

મચ્છર V/S માંકડ

મચ્છર V/S માંકડ

1 min
89

અમારી હોસ્ટેલમાં હું સૂતો હતો. મચ્છર પરિષદ રોજ એક માણસનો શિકાર કરે. આજે મને સૂતેલો જોયો. પરિષદે નક્કી કર્યુ કે આજે તો આને ઉપાડવો છે. રાત્રે બધા મચ્છર ચારે બાજુએ મને ચોટી પડ્યા .., મને ઉપાડવાની કોશિષો ચાલુ જ હતી.

એ દરમિયાન બળુકો જગલો મચ્છર બોલ્યો એલા એય આ એમ નહિં ઉપડે..., ચાલો બધા શર્ટ કાઢી નાખો અને પછી ઉપાડો. બધાએ શર્ટ કાઢી અને એક જગ્યાએ ઢગલો કર્યો. થોડી વાર પછી બળુકો બોલ્યો..., એલા લ્યો લ્યો ઉપાડો..., આપણે તો ઘણા આગળ નિકળી ગયા છીએ, જુવો આપણા શર્ટ પણ નથી દેખાતા.(બધાના શર્ટ ચોર લઈ ગયા હતા).

ત્યાં માંકડ (બૅડ બગસ) પરિષદના સભ્યો મારી વહારે આવી ચડ્યા. બધા માંકડે મને પકડી રાખ્યો. અંતે થાકી હારી અને મચ્છારોએ તલવારો કરી મ્યાન, અને હું બચી ગયો.

જો મચ્છરથી બચવું જ હોય, તો કરો માંકડનો પણ ઉછેર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Comedy