ABHIJIT KHER

Drama

2  

ABHIJIT KHER

Drama

છેલ્લો શબ્દ-૦૧ (બિનશરતી પ્રેમ)

છેલ્લો શબ્દ-૦૧ (બિનશરતી પ્રેમ)

14 mins
353


રાજેશ સવાર નો નાસ્તો કરી રહ્યો છે, અને તની દીકરી જુહી કોલેજે જવા નીકળી રહી છે,

ઘર નો દરવાજો કોઈક ખખડાવી રહું છે, સવાર ના ૭:૩૦ થયા છે.

“જુહી, જો તો બેટા, કોણ છે” રાજેશ

“હા, તમે ઉભા ના થશો, હું જાવ છું પપ્પા”

જુહી દરવાજો ખોલે છે “કોનુ કામ છે ભાઈ?”

રાજેશ સવાર નો નાસ્તો કરી રહ્યો છે, અને તની દીકરી જુહી કોલેજે જવા નીકળી રહી છે.

ઘર નો દરવાજો કોઈક ખખડાવી રહું છે, સવાર ના ૭:૩૦ થયા છે.

“જુહી, જો તો બેટા, કોણ છે” રાજેશ

“હા, તમે ઉભા ના થશો, હું જાવ છું પપ્પા”

જુહી દરવાજો ખોલે છે “કોનુ કામ છે ભાઈ?”

અજાણી વ્યક્તિ “મારે શ્રીમાન રાજેશ નું કામ છે, હું એચકે હોસ્પિટલ થી આવું છું, શું હું તેમને મળી શકું?”

જુહી અટવાતા મને “હા, કેમ નહિ, તમે અહિયા ઉભા રહો હું તેમને બોલાવી આપું”

અજાણી વ્યક્તિ “વારુ, તેમજ કરું”

જુહી “પપ્પા, બહાર કોઈ અજાણી વ્યક્તિ તમને એચકે હોસ્પિટલ માંથી મળવા આવી છે, તમને મળવા માગે છે, મેં તમેને દરવાજા પાસે ઉભા રહવા જણાવ્યું છે”

“Hospital માંથી; અત્યારે કોણ હશે, મને મળવા દે, તું તારે કોલેજે જા તારે મોડું થશે”

“ઓ.કે, પપ્પા.... મળું તમને સાજે” જુહી

રાજેશ પેલા અજાણી વ્યક્તિને “હા, બોલો ભાઈ હુજ રાજેશ છું, મારું શું કામ છે તમને”

અજાણી વ્યક્તિ”હું હોસ્પિટલમાં એક મદદનીશ ડોક્ટર છું, અમારી હોસ્પિટલમાં એક મહિલા બેહોશ હાલત માં પડી છે, જે તમારું નામ લીધા કરે છે, પણ હોશમાં નથી, જો તમે મારી સાથે આવો તો કદાચ તે હોશ માં આવી જાય”

“અરે, કઈ રીતે કહી શકો કે તે વ્યક્તિ હુજ છું, ભાઈ” રાજેશ

“મને તમારું નામ શ્રીમતી તન્વી અહુજાએ આપ્યો છે”

“તન્વી...!!!(થોડી વાર વિચાર મગ્ન થઈ જાય છે),

“ઓ.કે, હું આવું છું”

રાજેશ પોતાની પત્ની(અંજલી)ને”તું દરવાજો બંધ કરી દે, હું થોડી વાર માં પાછો આવું છું”

“હા, સારું (રસોડા માંથી)” અંજલી

(તન્વી એ કોલેજમાં સાથે હતી, બસ અને કામ પૂર્તિજ મિત્રતા હતી કેમ કે તે એક અલગ મિકેનિકલ શાખા માં હતી , અને રાજેશ સિવિલમાં હતો. સાથે કોલેજ માં હોવાથી હાય, હેલો નો પરિચય)

હોસ્પિટલમાં,

આઇસીયુ ની બહાર તન્વી ઉભી છે, જાણે કે તે રાજેશ નીજ રાહ જોઈને ઉભી હોઈ.

રાજેશ જલ્દી થી તન્વી પાસે જાય છે,”શું થયું તન્વી , કેમ અચાનક મને બોલાવો પડ્યો, કોણ બેહોશ છે તન્વી”

તન્વી રાજેશ ને બાજુમાં લઇ જાય છે એકલતામાં

“રાજેશ, બેહોશ બીજું કોઈ નહિ “મેઘા છે”

“મેઘાનું નામ સભાળતાજ તેનું મગજ બંધ થઇ જાય છે થોડી વાર માટે , પોતાની જાત ને સ્વસ્થ કરી પૂછે છે, ક્યાં છે મેઘા, મને તેની પાસે લઈજા“

તન્વી “રાજેશ ધ્યાન થી મારી વાત શાભ્ડવી પડશે. મેધા I.C.U માં છે, મેઘા નો પતિ એક કલેકટર છે તેપણ આ શહેરનો, તે પણ અંદર છે, મેં તેમને સમજાવ્યા છે કે હું & રાજેશ બન્ને મેઘાના કોલેજના મિત્રો છીયે, કદાચ મેઘા અમને યાદ કરતી હશે, એટલા માટે જો તું તેને મળે અને કદાચ તે હોશમાં આવી જાય તો તેનો જીવ બચી જાય કે પછી મેઘા નું બ્રેન ડેથ થવાની શક્યતા રહે. મને નથી ખબર કે કેમ મેઘા તને યાદ કરે છે; તે તો તું અને મેઘા જાણે અને બીજા ભગવાન!!!”


(તન્વી અને રાજેશ બંને આઇસીયુ દાખલ થાય છે)

રાજેશ પોતાની સ્વસ્થતા જાળવી રાખી ને મેઘા ના બેડ પાસે જાય છે, બાજુમાં તેનો પતિ મનન મહેશ્વરી બેઠો છે અને સામે ડોક્ટર ઉભા છે, રાજેશ અચેતન મેઘાને થોડી વાર જોઈને તેના પતિ ને પૂછે છે

“શુ થયું હતું મેઘા ને?, મનન”

મનન નો ચહેરો બતાવતો હતો કે તે મેઘા ને લઇ ને ખૂબજ ચિતિંત હતો, જે તની મેઘા પ્રત્યે ને લાગણી બતાવતી હતી

“મેઘા ને ન્યૂમોનિયા થઇ ગયો હતો જેમાં તની સારવાર ચાલુ હતી અને તે પોતે પણ સ્વસ્થ થવાની આરે હતી, પણ દવાના ખોટા ડોજ લેવા થી તેણી ની આ હાલત થઇ છે, જેમાં મા રોજ વાક્ છે જે માં મેં તેણી ની સંભાળ ના રાખી, અને આજે તે મારી સામે છેલ્લાચાર દિવસ થી બેહોશ છે, સતત તમારું નામ લે છે કદાચ તે પોતાના કોલેજ કાળ માં જતી રહી છે, મેં તમારો સમ્પર્ક તન્વી જોડેથી લીધો અને તેને મને તમને ગોતવામાં મદદ કરી હતી, ડોક્ટરનું કહેવું છે કે જો તમે બંને સાથે રહી ને તેણી જોડે વાતચિત્ કરો અને કદાચ તે પોતાની બેહોશીમાંથી બહાર આવી જાય. મારી મદદ કરો મિત્ર, હું તમારો જિંદગીભર આભારી રહિશ.

“ચિંતા ના કરો મનન તેમાં અમારો આભાર માનવાની જરૃર નથી, જે હશે તે ભગવાન ની ઈચ્છા થી થશે અને સારું થશે” રાજેશ મનન ને આશ્વાસન આપે છે


“ડોક્ટર મારે શું કરવું પડશે “ રાજેશ


ડોક્ટર”રાજેશ, તમારે આમની જોડે સવારે અને સાજે સાથે રહીને તેમની જોડે વાત કરવાના પ્રયત્નો કરવા પડશે, સવારે ૯:૦૦ વાગે અને રાત્રે ૯:૦૦ વાગે કેમકે અમે તેમને ઈલેક્ટ્રીકલ શોક આપીએ છીયે, અને ત્યારબાદ તેમનું મગજ થોડું સચેત અવસ્થા માં આવે છે, તેથીજ તમે તરત જ જો તેમની જોડે વાતચીત કરવાના પ્રયત્નો કરો તો કદાચ તે સતેજ અવસ્થામાં આવી શકે.”

“સારું, ડોક્ટર હું સમજી ગયો, મનન, તન્વી મને રજા આપો હું અત્યારે મારી જોબ પર જવા મોડું થાય છે, હવે હું તમને રાતે મળીશ”

(રાજેશ તેમ કહીને આઇસીયુ ની બહાર આવી જાય છે, ને પોતાના ઘર તરફ પ્રયાણ કરે છે)

રાજેશ ને ઘર માં આવતા ની સાથે અંજલી

“શું થયું જુહી ના પપ્પા, તમે ક્યાં ગયા હતા અને આટલા મોડા કેમ આવ્યા, મને બહુ ચિંતા થાય છે, તો મને જલ્દી કહો.....”

(રાજેશ તેને માડીને વાત કરે છે, પણ ૯૯%)

રાજેશ જોબ માટે આજે મોડો છે , તેથી તે અંજલી ને જલ્દી થી પોતાનું ટિફીન આપવાનું કહે છે. અંજલી ફટાફટ તે લયને રાજેશ જોડે ઘર ની બહાર તેના બાયક સુધી છોડવા આવે છે,

અંજલી”આજે બને તો વહેલાં આવજો કેમ કે આજે મુશળધાર વર્ષાદ ની આગાહી છે , તેવામાં રસ્તા પર પાણી ભરાઈ જાય તો તમે અને આ તમારું બાયક બંને ફસાઈ જશો, ,,, (હસતા હસતા)”

રાજેશ “હા તું મારી જોડે ૨૩ વર્ષથી છે, તને તો ખબર છે ને આ સિવિલ એન્જીનીયરની, તો પછી ના હક ની ચિંતા છોડ ને ... તું વળી... ચાલ જય શ્રી ક્રિષ્ના”

“જય શ્રી ક્રિષ્ના” અંજલી


રાજેશ બાયક ને કીક મારી, ઓફિસ તરફ રવાના થાય છે, રાજેશ નું મન ઘર થી ઓફિસ ના રસ્તામાં એક વંટોળમાં ફસાઈ ગયું હતું, રસ્તામાં પડતા ધીમા અને ક્યાંક ક્યાંક પડતા જોરદાર વર્ષાદનું જાપટુ તેના શરીરને ભીજવિ શકતું ન હતું, તેનું મન અને આત્મા તો સવાર થી મેઘા ના સમાચાર અને તેને જોઈને મેઘાના મેઘાવી વર્ષાદ માં ભીજાઈગયું હતું, તેથી તે એક અલોકિક સ્થિતિમાં પહોંચી ગયો હતો, જેમાં તેને સમજવા માત્ર એક ઈશ્વર જ મદદ કરી શકે, રાજેશ તન, મન થી સાફ વ્યક્તિ હતો અને ઈશ્વર માં અનન્ય વિશ્વાસ ધરાવનાર, ના હક ની કોઈની ચાપલુસી કરતા તો ન હતો કે તેમ કહો કે તેને તે આવડતીજ ન હતી , પછી તે તેનો ઈશ્વર જ કેમ ના હોય, બસ પોતે સાચો હોય તો ઈશ્વરજોડે પણ બાથભીડી દેતો, તેથીજ તે ઈશ્વર ને પ્રિય પણ છે, તેથીજ આજે પણ તેનું મન ઈશ્વર જોડે ગુથમ-ગુંથા કરી રહું છે, અને આજે તેને ઈશ્વરને પોતાના મન ની કોર્ટ માં એક મુજરિમ બનાવી ને તેમની ઉપર કેસ ચલાવે છે, અને ઈશ્વરપણ એક ભક્ત પ્રત્યે આસક્તિનેવશ થઇ એક આજ્ઞાકારી મુજરિમની જેમ ઉભો છે, કારણ કે નાતો રાજેશનો અંજલી પ્રત્યે પ્રેમ ખોટો છે નાતો તેને અંજલી ને કહેલી વાત ખોટી છે, જે વાત કરી તેને તે ૧૦૦% વાત સાચી છે, આજે રાજેશના બંને પગ ત્રાજવામાં બરોબર છે, ના ઉપર, ના નીચે, ના તો ભૂતકાળમાં હતો, ના તો વર્તમાનમાં છે, તે ત્યારે પણ ૧૦૦% સાચો હતો અને આજે પણ ૧૦૦% સાચો.....છે!!!!

(ઓફિસમાં ....)

બોસ.. રાજેશ આજે કેમ મોડું થઇ ગયું તને ?

“સર, આજે એક મિત્ર ને હોસ્પિટલમાં જોવા ગયો હતો જેની તબીયત અત્યારે ખુબજ નાજુક છે, તેથી લેટ થઇ ગયો.” રાજેશ

“પણ, તારે એક ફોન તો કરી દેવાય ને રાજેશ કે હું મોડો આવાનો છું” બોસ

રાજેશ”હા, સાચું પણ હોસ્પિટલમાં જવાનું હોવાથી ઉતાવળ માં ફોન તો ઘરેજ ભૂલાઈ ગયો હતો, સર”

બોસ”બસ લોકો બહાનાજ બનાવતા હોય છે તેમ કહેને તે પોતાની ઓફિસમાં જતા રહે છે, રાજેશ સામે ગુસ્સેથી”

(રાજેશે આજ શુધી ક્યારે ખોટી રજા લીધી નથી, તેને પોતાના ફેમિલીને જે સમય નહિ આપ્યો હોઈ તે સમય તેને કંપનીને આપ્યો છે આજદિન સુધી, સવારે તેના કામ પર આવાનો સમય નિર્ધારિત છે પણ જવાનો કોય નહી; ક્યારેક ૧૦:૦૦ વાગે, તો ક્યારેક ૦૧:૦૦ પણ વાગે રાતના)

રાજેશ ના મનમાં બળવાની ભાવના હવે તીવ્રબની ગઈ છે, તે રોજ ની આ ખાનગી કમ્પની ની ઝંઝટ થી મુક્ત થવા માગે છે, તે માને છે જે કમ્પની મારા પરિવાર માટે મને સમય ના આપી શકે અને ખાલી પૈસા પણ માત્ર જીવન વ્યતીતકરવા પૂરતુંબની જાય તેના કરતા નોકરી નહિ કરવી બરાબર છે, તેના કરતા છાસ રોટલો ખાવો સારો, નાનો ધંધો કરવો સારો, બસ, રાજેશે નક્કી કરી લીધું આજે તો રાજીનામું આપીને મુક્તિ મેળવી છે

રાજેશ એક મહિનાની નોટીસ આપીને રાજીનામું પોતાના બોસના ટેબલ પર મૂકી દે છે.

બોસ” અરે, આતો ક્યાંની રીત છે, આરીતે કામ છોડી ને કેમ જવાય; જયારે સીનીયર લેવલ માં કામ નો બોજો હોય ત્યારે, રાજેશ “

રાજેશ “છેલ્લા ઘણા વર્ષો થી આજ કામનો બોજો લયને ફરું છું, પ્રોજેક્ટ ઉપર પ્રોજેક્ટ કમ્પ્લીટ કર્યા, નિર્ધારિત સમયમાં, પણ ફેમિલી માટે કશું નથી કર્યું, સાહેબ.

તેમ કહીને રાજેશ ઓફિસની બહાર નીકળી જાય છે


મુક્ત મને, એક આઝાદ પંછી જેમ, પોતાના મન ના કોર્ટ માં ઈશ્વર ને બાજુમાં મુકીને આ “બોસ” નો ફેસલો કરી દેધો

આજે સાંજે ૭:૦૦ વાગે, રાજેશ પોતાના ઘરે છે, અંજલીના ખુશી નો પાર નથી, પણ રાજેશ તેને આજ ના રાજીનામાંની વાત નથી કરતો કેમ કે તેને એમ લાગે છે કે તે આ પરિસ્થીતી ને પહોંચી વડશે.

જુહી પપ્પા ને અચાક્નક વેલા આવેલા જોય ને આશ્ચર્યચકિત થઇ જાય છે, અને રાજેશ ને દોડીને ગળે વળગી જાય છે.

રાજેશ બધાને સાંજનો પ્લાન સમજાવે છે, સાજે જમવાનું બહાર હોટેલમાં અને હોસ્પિટલમાં ખબર અંતર અને તેના જૂના મિત્રની ઓળખાણ કરાવાનો હતો.

જુહી “પપ્પા, મમ્મીએ મને બધી વાત કરી દેધી છે અને આજે હું પણ તમને એક સરપ્રાઇઝ આપવાની છું, જે હું તમને આજ ના રાત્રી ભોજ બાદજ કહીશ, પપ્પા તમને...!!!

રાજેશ “સરપ્રાઇઝ,,, શું વાત છે બેટા... ઓ.કે”

રાજેશ ના ચહેરા ની ખુશી જોતા બનતી હતી , તે આજે સંપૂર્ણપણે મુક્ત & પોતાને પરિવાર ની વચે હોવાનો આંનદ અનુભવતો હતો, રાજેશ આજે પોતાના પરિવારને એક ફાય સ્ટાર હોટેલ માં લઇ જાય છે અને મજા થી સમય પસાર કરે છે.


“તો જુહી શું છે મારી સરપ્રાઇઝ” રાજેશ

જુહી “પેલા તમે તમારી આખો બંધ કરો અને મમ્મી તમે પણ અને તમારો હાથ આગળ કરો, જ્યાં શુધી હું ના કહું ત્યાં શુધી આખો ખોલતા નહિ, પપ્પા મમ્મી તમે બંને”

જુહી હવે હળવાશ થી પાકિટ માંથી એક લેટર નીકાળીને તેમ ના હાથ માં મૂકી દે છે.

જુહી “પપ્પા, મમ્મી તમે બંને તમારી આખો ખોલી શકો છો”

બંને જણા બહુજ કુતુહુલતા પૂર્વક તે લેટરને ખોલે છે અને વાંચે છે, બંને ની આખો અશ્રુભીની થઇ જાય છે, અને બંને તેને આશીર્વાદ આપે છે

એ લેટર હતો નર્શિંગ ટ્રેનીગનો અને જોડે ૬૦૦૦/- રૂપીયા દર મહિને સ્ટાઇપંડ પણ આપવાનો

“પપ્પા, મારે એચકે હોસ્પિટલ માં ટ્રેનીગ લેવાની છે”જુહી

રાજેશ “મને લાગે છે કે તો તારે આજ થીજ કામે લાગી જવું પડશે, કેમકે હવે આપણે ત્યાજ જવાના છીએ”


(બધા ની મુખમુદ્રા હાસ્યથી તરબોળ છે)


હોસ્પિટલ માં..

રાજેશ તન્વી અને મનન જોડે પોતાની પત્ની અંજલી અને તેની દીકરીનો પરિચય કરાવે છે,

મનન “રાજેશ તમે મેઘા જોડે બેશો અને તેની જોડે વાત કરવા પ્રયત્ન કરો તે ને હમણાંજ શોકરૂમ માંથી બહાર લાવી છે

ડોક્ટર”મને લાગે છે, માત્ર રાજેશ આ રૂમ માં એકલા રહે તો સારું, તેમને શાંતિ થી વાતચીત કરવા દો, તમે બધા મારી જોડે મેઘા ના હાવભાવ, હલનચલન બાજુના કન્ટ્રોલરૂમ માં મોનીટર પર જોય શકો છો”

રાજેશ હવે રૂમ માં એકલો જ છે, તે મેઘા ના બેડ પાસે બેસે છે અને તેનો જમણો હાથ પોતાના જમણા હાથથી ડાભા હાથ માં મુકે છે અને બંને હાથ થી તેનો હાથ હળવેક્થી દબાવે છે,

મેઘા ના શરીરમાં એક વીજળીરૂપે એક ચમકારો જાણે પસાર ના થયો ગયો હોય તેમ આખું શરીર ઝાટકો મારે છે, અને રાજેશ,... રાજેશ ....એમ બે વાર બોલોયે જવાય છે

રાજેશ “મેઘા, કેમ સૂતી છે, ચાલ મારે તને એક વાત કરવી છે, જો મારે ઘણું મોડું થાય છે, જો તું નહી જાગે તો હું જતો રહીશ, મેઘા, મેઘા, મેઘા,,, ઓ,,..મેઘા...તું મને સાંભળી શકે છે”

ડોક્ટર તરત જ રાજેશ ના રૂમ માં પ્રવેશ કરે છે અને રાજેશ ને થોડી વાર માટે ઉભા થય જવા કહે છે,

ડોક્ટર મેઘાને એક ઈન્જેકશન આપે છે, અને બધા ને બહાર આવી જવાનું કહે છે.

મનન “ડોક્ટર, મેઘા માં એકદમ થીજ જાણે નવો જીવ આયો હોય તેમ મને લાગ્યું, પણ તમે અમને બધાને કેમ રૂમ ની બહાર કરી દિધા,, મને કશું સમજાયું નહિ ડોક્ટર”

ડોક્ટર “શ્રેમાન મનન, હા સાચેજ તેનામાં નવો જીવ આયો છે તે થીજ મેં તમને બધા ને રૂમ ની બહાર કરી દિધા, કારણકે હાલ મેઘા નું મન સચેત અવસ્થા માં આયુ છે અને તેના મગજ માં કદાચ રાજેશ ની વાતો ભમતી હશે, મેં અત્યારે તેનું મગજ વધારે પડતું તાણ ના અનુભવે તે માટેનું ઈન્જેકશન આપ્યું છે અને તેનું મન શાંત રહે તે ખુબજ જરૂરી છે, તેને હાલ બેત્રણ કલાક માટે એકલા રેવા દો”


“ઓ.કે ડોક્ટર,, હું સમજી ગયો , આભાર ડોક્ટર” મનન

ડોક્ટર “આભાર મારો નહી, મારે અને તમારે બંને શ્રેમાન રાજેશ નો આભાર માનવો રહ્યો, જેમના થકી આજે ચમત્કાર થયો”

“પણ, હાલ આ એક શરૂવાત છે, મેઘા ને હોશમાં આવતા હજી કેટલો સમય લાગશે તે કહી ન શકાય, પણ આવશે ખરી તે ચોક્કસ છે”

“આભાર શાનો, ડોક્ટર સાહેબ; આ મારી ફરજ કહોકે ભગવાનની દોરવણી જે આજે આટલા વર્ષો બાદ મને આ રીતે એક જુના મિત્ર નો જીવ બચાવવાનો મોકો આપ્યો છે, ઈશ્વર રજ આ ઘટનાનો શાક્ષી છે જે એક મહાન સંદેશ આપવા બધાને એક જગ્યાએ ભેગા કર્યા છે મને સંપૂણ વિશ્વાસ છે કે મેઘા જલ્દી સારી થઇ જશે કેમકે હવે તો મારી દીકરી પણ મેઘા ની મદદ કરશે”

તન્વી (હર્ષભરે)”શું વાત છે રાજેશ અને કેવીરીતે?”

“તન્વી, જુહી કાલ થી આ હોસ્પિટલમાં નર્શિંગની ટ્રેનીંગમાં આવા ની છે”

મનન “ખુબ અભિનંદન જુહી બેટા તને, તો હું તને ખાસ તારી મેઘા આંટી ની સેવામાં લગાડવા ડોક્ટર સાહેબ ને આદેશ અને ભલામણ કરીશ”

“મનન, કાકા તે તો મારા મમ્મી જેવા કહેવાય અને તે મારી ફરજ માં આવે” જુહી

“બેટા, જુહી, શ્રીમાન મનન એક કલેકટર સાહેબ છે તેમને કાકા નહિ સર કહેવાય”રાજેશ

મનન “રાકેશ તમે મને બહુજ નાનો કરી દીધો, વળી આ સાહેબગીરી મારી દીકરી જેવી જુહી માટે લાગુ નથી પડતી, તું તારે જુહી મને કાકાજ બોલાવ જે, આજે મને ઘણા વર્ષોબાદ એક દીકરીએ મને પ્રેમ થી એક સંબંધમાં બાંધી દેધો અને એક વડીલ હોવાનો અનુભવ કરાવી દેધો, જુહી બેટા તે”

અંજલી અને રાજેશ બંને તન્વી અને મનન ની રજાલયને ઘરે પાછા ફરે છે

રસ્તા માં બાયક પર અંજલી નું મન ખુબજ ગર્વ સાથે ઉચું થઇ ગયું કેમકે તેને આજે રાજેશ ના બીજારૂપ ના દર્શન થયા હતા, અંજલી ને રાજેશ ની સાદગી થીજ પ્રેમ હતો અને તેના સ્વાભીમાની સ્વભાવ થી પણ....


પણ રાકેશ નું મન બાઇક ચાલવા પર ઓછું અને ભૂતકાળમાં વધારે ભટકતું હતું, આજે મેઘા થોડી વાર માટે જે રિએકશન આપ્યા તેમાં તેના માટે વર્તમાનમાં એક નવી વાર્તા ચાલુ કરી દેધી હતી.

બીજી બાજુ જુહી બાયક પર બીજું વિચારતી હતી, તેનું પણ મન આજે એક શંકા માં ગરકાવ થઇ ગયું હતું, જુહી ની સામે તેના પપ્પા નું તે દ્રશ્ય સામે આવતું હતું જયારે તેમને મેઘા આંટી નો હાથ તેમના હાથ માં લેધો હતો અને તે સમયના તેમના અને મેઘા આંટીના હાવભાવ તરવરતા હતા, એક અજબ સીન હતો તેના માટે; જેનો જવાબ શોધવા તે કોશિશ કરતી હતી,

રાતે રાકેશ ના ઘરે

અંજલી રાકેશ અને જુહી ને જમવાનું પીરસી રહી છે અને તે પણ સાથે જમવાનું ચાલુ કરે છે,

“પપ્પા મેં તમને ક્યારે મારી સામે મમ્મી નો હાથ મેઘા આંટી જેમ પકડતા નથી જોયો હો..... હસતા તા હસતા” જુહી

“બેટા, હા તે તો છે જુહી બેટા, તારા પપ્પા એ મારી જોડે ક્યારે આરીત વાત નથી કરી .... અંજલી થોડા ટોન્ટમાં અને મજાક રૂપે”

રાકેશ “હા હવે તમે બંને શું કરવા અને શું કહેવા માંગો છો, વળી તારી મમ્મી એજ આજ સુધી મારો હાથ પકડી રાખ્યો છે બાકી મને કોણ પૂછવા વાળું છે સિવાય કે તારા મમ્મી(રાજેશ વાત ને બીજા પાટે ચડાવે છે)

જુહી “એજ કે તમે મારી સામે મારા મમ્મી નો હાથ પકડો જેમ તમે મેઘા આંટી નો પકડેલો, મારા ભોળા પપ્પા..”

રાજેશ “અંજલી આ તારી દીકરી તારા કરતા વધારે ધ્યાન રાખતી થઇ ગય લાગે છે, લાય તારો હાથ નહિ તો તે મારો જીવ ખાય જશે....(હાસ્ય સાથે)”

અંજલી”હા કેમ નહિ, હું તો આખો દિવસ ઘર કુકડી રહું છું તો જવાબદારી મારી દીકરીનીજ હોયને, જુહી તું બરોબર ધ્યાન રાખ હો બેટા તારા ભોળા પપ્પા નું”

જુહી “પપ્પા, ખાજો બરોબર(મજાક માં) તમે મમ્મી નો ઓડર સાભળી લીધો ને”

રાકેશ “તારા મમ્મી નો ઓડર તો મારે માન્ય કર્યા વગર છુંટકો નથી; નહિ તો કાલે ટીફીનમાં જમવાનું મીઠાં વગર નું કે મીઠાંથી ભરપૂર મળશે, જુહી બેટા”

બસ આમ ને આમ મજાક મસ્તી માં રાત્રી નું ભોજન સમાપ્ત કરી ને રાકેશ સુવા માટે પોતાના રૂમ તરફ જતો રહે છે, જોકે તેની આખો માં નીંદર નથી પણ ચિંતા છે મેઘા ની અને તેના જોબ ની

અંજલી ઘર કામ પતાવી ને જુહી ને તેના રૂમ જઈને “શુભ રાત્રી” કહીને સુઈ જવા કહે છે અને સવારે વેલા તેના પપ્પા જોડે હોસ્પિટલ સાથે જવા કહે છે.


રાકેશને મોડી રાત સુધી ઊંઘ આવતી નથી તે એક પડખા થી બીજું પડખુ કરતો રહે છે, આ બધું અંજલી ચુપ ચાપ જોયા કરે છે પણ તે હાલ કઈપણ સમજવા ની સ્થિતિમાં નથી, તેનામાં એક સ્ત્રી હોવા ના નાતે એક શંકા જન્મ લઇ ચૂકી છે


સવારે..

રાકેશ જુહી ને પોતાની સાથે હોસ્પિટલે લઈ જાય છે

રાકેશ જુહીને હોસ્પિટલના H.O.D ને મળવા કહે છે અને પોતે મેઘા પાસે જાય છે,

રાકેશ કાલ ની જેમજ મેઘા જોડે વાતચીત કરે છે અને પછી જોબ પર જતો રહે છે

જુહી હોસ્પિટલમાં પોતાના સંબંધીત ડોક્યુમેન્ટ આપી ને પોતાની ટ્રેનીંગ ચાલુ કરે છે, પણ જુહી ને ખાસ મેઘાના વોર્ડ માં મૂકવામાં આવે છે જ્યાં મેઘા જેવા ઘણા દર્દીઓ છે

જુહી તન્વી આંટી જોડે બપોરે જાય છે અને મેઘા ના ખબર અંતર પૂછે છે, તેપણ મેઘા ની નજીક જાય છે અને તેના પપ્પા ની જેમ તે પણ મેઘા નો હાથ પકડે છે, ત્યારે પણ મેઘા રાકેશ નુજ નામ લેતી હોય છે, જુહીને અંદર થી એક પ્રેમ ભાવના જાગે છે મેઘા માટે કેમકે તેને અમે લાગે છે કે તેને તેનાજ પપ્પા નો હાથ પકડ્યો ન હોય, અને મેઘા ને ઘણા સમય થી જાણતી ન હોય તેવો ભાસ થાય છે તેણીને”


જુહી નું મન આખો દિવસ ગુંચવાયેલુ રહે છે તેને હવે આમાં ઊંડું ઉતારવાનું મન થાય છે જેના માટે એકજ વ્યક્તિતેણી ની મદદ કરી શકે તેમ છે જે છે “તન્વી”

તે વિચારે છે કે તે ધીરે ધીરે તન્વી આંટી જોડે જાય અને આડી અવળી વાત કરીને જાણવા નું નક્કી કરે છે, પણ આંજે તો તેનો પહેલો દિવસ હતો તેથી તે એકદમ થી તે કામ કરવાનું મુનાશીબ ન માન્યું.

જુહીને ટ્રેનીંગ સવાર પાળીની છે, તેથી તે ૬:૦૦ વાગે છુંટી જાય છે

જુહી ઘરે તેના મમ્મી ને

જુહી “મમ્મી, પપ્પા એ તો તને મેઘા આંટી વિષે ક્યારકે તો વાત કરી હસે, મારો મતલબ એમકે તેમના કોલેજ ના સમય ના મિત્રો વિષે (જુહી બહુજ ચાલાકીપૂર્વક વાત મુકે છે)”

અંજલી શાક સમારતી હોય છે ”ના”

જુહી “પપ્પાનો કોલેજના ફોટો તે મને બતાવ્યા હતા તે ક્યાં મુક્યા છે અને પેલી સ્ક્રેપ બૂક પણ”

અંજલી “વળી, તારે શું કરવું છે

જુહી”

“બસ એમજ મમ્મી, પ્લીજ કેને ક્યાં મુક્યા છે”

જુહી

અંજલી” જુહી તુ પણ ગુંદર છે જેની પાછળ પડે તે લીધે છુંટકો, જા મારી તિજોરીના નીચલા ખાનામાં છે”

“ઓક, મમ્મી” જુહી

જુહી “એકેએક ફોટો ધ્યાન પૂર્વક જોવે છે; સ્ક્રેપ બૂક વાચે છે પણ તેને કોય પણ સુરાગ મળતો નથી”

જુહી નું મન ચંચળ છે જે તેણી ના ઉમર નો દોષ છે જે તેના પાપા પર શક વધારતી જાય છે અને ખોટા વિચારે ચડી જાય છે.

( ક્રમશઃ)


Rate this content
Log in

Similar gujarati story from Drama