ABHIJIT KHER

Inspirational

3  

ABHIJIT KHER

Inspirational

સ્વયંમાં રહો-૧

સ્વયંમાં રહો-૧

4 mins
348


ઘણા ખરા લોકો તમને ઘણી વાર આવું કહેતા જોયા હશે, તેમાં મોટે ભાગે વડીલ વર્ગ કે શિક્ષક વર્ગજ હશે, કદાચ તમે કોઈ મોટીવેશન વકતા ને આવું કહેતા સાંભળ્યા હશે,.. ખરું ને...કદાચ તમે તેમની વાત માની લઇને સ્વયંમાં રહેવાનું ચાલુ પણ કરી દો છો. એટલે થાય એવું કે એકાદ દિવસ, અઠવાડિયું કે બહુ બહુ તો મહિનો તમે તમારી સ્વયંની જાતથી અળગા થઈ, જે તે કામ કે જેને તમે પૂરું કરવા માગો છો, તેના પર પૂરતું ધ્યાન આપવાનું ચાલુ કરી દો છ. પછી ભલે તે સ્વયંથી સમાજ, વ્યક્તિગત જીવન, સામાજિક જીવન કે ધંધાદારી જીવન હોય તેમાં તમે તમારી અનુકૂળતા મુજબ અળગા થઈ જાવ છો, ખરું ને !

પણ તેનો મતલબ ખરો ? મને તો તેનો તાત્પર્ય ક્યાં સરતો(justify) હોય તેમ લાગતો નથી, અહીંયા તો તમે ઘણી વાર મનથી એક વિચાર કરી થોડા સમય માટે પોતાની જાતને મક્કમતાપૂર્વક અળગી કરવાનો પ્રયત્નજ કરો છો, માત્ર પ્રયત્ન જ. હા, ખરું કે તમે જેના માટે નિશ્ચિત સમય આપ્યો હોય તેમાં તમે સફળ પણ થયા હસો, અને તેનો લાભ પણ લીધો હસે, અને સાથે આનંદ પણ લીધો હસે.

ઉપરની બધીજ વાત ૧૦૦% સાચી છે,...પણ કઈ અવસ્થા માટે ? જવાબ છે ભૌતિક સંસાર માટે, કે જે સંસાર નાશવંત છે તેના માટે અને તેમ છતાં વળી પાછા સ્વયંમાંથી જાહેર જીવન માં પાછા આવતા પણ વાર નથી લાગતી. અને વળી પહેલા હતા ત્યાં ને ત્યાં પાછા આવી જઈયે છીએ.


હુ જે "સ્વયં માં રહો" એવું એમ કહું છું ત્યારે તેનો અર્થ ઘણો વ્યાપક અને ચિર અને સ્થાઈ અવસ્થામાં રહેવા માટે વાત કરું છું, તે પણ આ ભૌતિક સંસાર રહીને. જ્યાં તમારે કોઈ સંસાર છોડવાની કે ભગવા ધારણ કરવાની કોઈ જ જરૂર ન પડે. અરે ના ના, હુ તમને કોઈ સમાધિ અવસ્થામાં પણ લઈ જવા માટે નહિ કહું કે લઈ જવ,પણ હું માત્ર તેનો પરિચય તમને કરવા માગું છું. તમારા સ્વયંનો.  મારું કામ માત્ર આ સંસારમાં એટલુજ છે કે આ ભૌતિક સંસારમાં અટવાયેલા લોકોને રસ્તો બતાવવાનો, નહિ કે જબરજસ્તી લઇ જવાનો. (જે મે અનભવ્યું અને જે હું બતાવવા માગુ છું, તે કદાચ ઈશ્વરની ઇચ્છા હસે!)

હુ માત્ર તમારા માટે (એટલે કે હાલ વાચનાર વ્યક્તિ માટે) એ દરવાજો કે રસ્તો બતાવી આપુ અને ખોલી આપુ, બાકી જેને ખરેખર ચાલવું હસે તેજ તે દરવાજામાં કે તેના આગળના રસ્તાની મજા માણી શકે છે, બીજા નહિ. બીજા ન ચાલે તેમા તેમની મરજી.(મહા-માયા ની મરજી, આ મહા માયા શું છે તે પછી વિસ્તાર થી વાત કરીશું..નહિ તો અત્યારે ગુચવાઈ જશો મિત્રો)

હવે, સ્વયંમાં રહેવું એવું સમજવા માટે તમારે પહેલા પોતાની જાત સાથે વાત કરવી પડશે. એટલે બનશે નીચે મુજબ;

"ભાઈ, મારે કેમ સ્વયંમાં રહેવું, શું હુ પહેલા સ્વયંમાં ન હતો કે હતી. અને કેમ મારે યાદ કરાવું પડે છે. મારી જાત ને કે તું આમ કર કે તેમ કર, પણ અંતે પોતાની જાતમાંજ રહે. આવું વારંવાર કેમ મારા મન ને મને યાદ કરાવવું પડે છે ?"

હુ જવાબ આપુ કેમ કેમ આવું કરવું પડે છે. કારણ કે તમે સવાલજ ખોટી રીતે પૂછી રહ્યા છો. લો, વળી ફરી નવી વાત આવી. ભાઈ નવી વાત લાગશે,. તમને કેમ ! ધારોકે, જો વિદ્યાર્થીને તમે સવાલજ પરિક્ષામાં ખોટો પૂછશો તો તે જવાબ પણ સવાલ મુજબ જ આપશે. કે જેવો સવાલ તેવો જવાબ, હોશિયાર વિદ્યાર્થી તો કમસે કમ આવુજ કરશે.

આ દેશમાંનો દરેક નાગરિક જ્યારે પોતાની ભવ્ય સંસ્કૃતિથી પરિચિત થવાનું ચાલુ કરશે અને ત્યારે તેની કોતુહલતા તેને ભારતના વર્ષો જૂના માનવ જીવનના પ્રકૃતિ જોડેના સંબંધ આત્મસાત કરવાનું ચાલુ કરશે ત્યારે તે માંડ એક ડગલું માંડસે પોતાના અસ્તિત્વને જાણવા માટેનું.

અત્યારે, જરૂર છે રાજા જનક જેવા વિદ્યાર્થીની અને જરૂર છે અષ્ટાવક્ર જેવા ગુરુની. આ દેશમાં; બાકી દેશ તો સ્વયં પ્રકાશિત થઇ ઉઠસે એક જનક જેવા સ્વયંમાં રહેલા વિદ્યાર્થીજ,.. સૂરજનો પ્રકાશ ન તો ઢાંકી શકાય કે ન તો બંધ કરી શકાય. કારણ કે તે સ્વયં પ્રકાશિત છે, ન તો તે બીજાથી પ્રકાશિત છે. ન તો આધારિત છે, તે સ્વયં અને માત્ર સ્વયં પ્રકાશિત છે. સ્વયમ્ માં રહેવા માટે પોતાના સાચા અસ્તિત્વનો પરિચય જરૂરી છે, અને એ પરિચય તમને માત્ર એક સવાલથી જ આવશે..

"હુ કોણ છું" બસ આ એકજ સવાલ તમને તમારી સાચી ઓળખાણ બતાવી શકે છે. અને પોતાની જાત ને સ્વયંમાંજ કાયમ માટે સ્થિર કરી દેશે, એ પણ કશું છોડીયા વગર, સંસારમાં રહીને પણ સ્વયંમાં સ્થિર રહેવાની મજાજ કંઇક ઓર જ હોય છે. એક વાર સ્વયંને પૂછી તો જોવો "હુ કોણ છું"

પછી તમને ખુદ જ તમારી જાત જ જવાબ આપશે. અને તમારી પોતાની આંતરિક ખોજ ની યાત્રા ચાલુ થશે, તે પણ ચિરકાલીન અને હર હમેંશ માટે...

ક્રમશ:


Rate this content
Log in