STORYMIRROR

Arun Gondhali

Comedy Drama

4  

Arun Gondhali

Comedy Drama

છબીલોક 8

છબીલોક 8

5 mins
25


વાહ ! મઝા આવી ગઈ. ચા નાસ્તો સરસ હતાં. લાલુએ પ્રશંસા કરતાં શાન્તુ સામે જોયું. આંખો આભાર વ્યક્ત કરી રહી હતી, પરંતું મનમાં એક પ્રશ્ન ઘૂંટાતો હતો. ગઈકાલે થેલીમાં અમુક ચીજો તો મળી પણ એક ચીજનો અધ્યક્ષે ખુલાસો નહોતો કર્યો કે શબ્દ એ ઉચ્ચાર્યો નહોતો.

શાન્તુ - “અલ્યા લાલુ, ટ્રે અને આ બાકીની ચીજો બેઝીનમાં ધોઈ લે. સુકાય એટલે પ્રથમ સેનેટાઈઝ કરી દેજે. આ સેનેટાઈઝર છે. જંતુનાશક. બધી વસ્તુઓ જુદી રાખવી પડશે. ઘબરાઈશ નહી. તને આઈસોલેટ કરેલ છે. શંકા છે માટે. બહુ મન પર નહી લઈશ. સારું થશે, બધું સારું થશે. તારે કઈ કામ હોય તો મને ફોન કરજે. શરમાઈશ નહી.” 

શાન્તુની ધરપતથી લાલુમાં હિંમત આવી અને આખરે શાન્તુને પેલી થેલીમાંથી ગાયબ થયેલ ચીજ વિશે પૂછી નાખ્યું.

બસ... શાન્તુનું જાસૂસ મગજ કામે લાગ્યું અને ગાયબ થયેલ ચીજનો તાગ લઈને જ રહેશે એવી ખાતરી આપી રેસીડેન્સીમાં પરત ફર્યો.

કોઈ ઘરનાં દરવાજાં સામે હાથમાં છાપું લઈ વાંચી રહ્યું હતું તો કોઈ એકબીજા સાથે વાતો કરી રહ્યું હતું. લીફ્ટ પાસેથી જ શાન્તુની જાસુસી શરૂ થઈ. નજર અધ્યક્ષના ઘર ઉપર અને એનાં એક એક વ્યવહાર પર હતી. લાલુની કિંમતી ચીજને શોધવાની હતી.

લોકડાઉન ફેસ એકની શરૂઆત ૨૫ માર્ચથી ૧૪ એપ્રિલ (૨૧ દિવસ), ફેસ બેની શરૂઆત ૧૫ એપ્રીલથી ૩ મે (૧૮ દિવસ) અને ફેસ ત્રણની શરૂઆત ૪ મે થી ૧૭ મે ૨૦૨૦ (૧૪ દિવસ) સુધી નિર્ધારિત હતી. શરૂઆત પ્રથમ જનતા કરફ્યુથી થઈ અને પછી લોકડાઉન એક. બધાં માટે નવો અનુભવ હતો. વેકેશન કે રજાઓ એટલી લાંબી તો કોઈએ માની જ નહી હોય, બાળકો સીવાય. આખો દિવસ બીઝી રહેનારાઓ માટે કંઈક જુદું હતું. વર્ક ફ્રોમ હોમ અને... બીજું ઘણું. ધીરે ધીરે લોકોની તકલીફો, સરકારની વ્યવસ્થા, સંક્રમીતોની દોડાદોડી, હાડમારી અને બાકી બુમાબુમ. કોઈ દેશે ના બતાવ્યા હોય એવાં ન્યુઝ જોયાં. દર્દી ઓછાં, દેનારાં અને દબાવનાર વધુ. ડર... સમજદારને સતાવતો હતો. લગામ દરેકનાં હાથમાં હતી પણ કોઈ ખેંચવા માંગતું નહોતું જેથી થંભી જાય... આ મહામારી.. છેવટે વાત નોટો ઉપર અને અર્થવ્યવસ્થા ઉપર આવી અને....ત્રીજા દોરમાં અમુક રાજ્યોમાં પ્રથમ દિવસે ગ્રીન ઝોન અને ઓરેન્જ ઝોનમાં અકળાયેલ લોકો માટે થોડીક ઢીલ સાથે દારૂની દુકાનો ખુલી અને પછી... પાંચ પાંચ કિલોમીટરની લાઈનો લાગી દારૂની દુકાનો સામે, તેમાં મે મહિનાનો સખત તાપ અને તડકો... કહેવું પડે સાલું એકપણ વ્યકિત ચક્કર ખાઈને પડ્યો નહી. પેલાં ડીમોનીટાઈઝેશન વખતે નવેમ્બર મહિનાની ઠંડી હતી છતાં ઘણાને ચક્કર આવતાં હતાં એવું ન્યુઝમાં હતું. પણ કહેવું પડે રોગ પ્રતિકારક શક્તિને. જરા મચક નહી આપી કોરોનાને. એક દિવસમાં અર્થતંત્રમાં સુધાર આવી ગયો. શરાબથી બરબાદી થાય છે પણ ગજબ, અર્થતંત્રને આ વખતે મદદ થઈ. નિયમો ન પળાતા બીજે દિવસો દુકાનો બંધ રાખવી પડી. અતિ સર્વત્ર વર્જતે. પરેશાન બિચારી પોલીસ હતી ધમધમતાં તાપમાં !

‘******’

અતિથી રેસિડેન્સીમાં એક ઘરનાં દરવાજાને શણગારાયું હતું. મસ્ત તોરણ લગાવ્યા હતાં. વીસ વરસ પહેલાનું સાચવી રાખેલ, બે દિલના થર્મોકોલવાળું પોસ્ટર – સંજય વેડ્સ તનુજા દરવાજાં ઉપર સેલો-ટેપથી ચોંટાડી મરક મરક થતાં હતાં. લોકડાઉનમાં સંજયભાઈ આજે પોતાની વીસમી લગ્નની વરસગાંઠ ઉજવવાના હતાં. ટોલનાકાના સ્ટાફ કોન્ટ્રાક્ટર, સંજયટોલ નામે પ્રખ્યાત. ઘરમાં હજુ બે જ જણા હતાં. નસીબદાર.. ત્રીજું ડીસ્ટર્બ કરે એવું આવ્યું નહોતું. રોમેન્ટિક... મુડમાં ગીત ગાતા ગાતા નીકળ્યાં, દૂધ લેવાં જવું છું એમ કહી.

જતાં રસ્તામાં અધ્યક્ષના ઘરની ડોરબેલનું બટન દબાવ્યું. દૂર ઊભા રહ્યાં. સોસિઅલ ડિસ્ટન્સ. અધ્યક્ષ બહાર આવ્યાં અને બન્ને વચ્ચે ઈશારામાં કંઈક વાત થઈ.

શાન્તુ બારીમાંથી દુરબીન લગાવી બેઠો હતો અધ્યક્ષના ઘર ઉપર. બસ.. સુરાગ મળ્યો... કંઈક તો રંધાયું છે... સંજયટોલ અને અધ્યક્ષ વચ્ચે ઈશારાથી. બંનેના ઈશારાની ટેપ શાંતુના મગજમાં રીવાઈન્ડ-ફોરવર્ડ થઈ રહી હતી પણ એ સમજી શકતો નહોતો કે એ શું કહેવાં માંગે છે ? ક્યાં ? કંઈ જગ્યા છે ? ઘ

ોર વિચારમાં જાસૂસ...તીર અને તુક્કા...ની રમત.

સમય મળ્યે એ મિત્ર લાલુને નીચે જઈ મળી આવતો હતો. દસ વાગે ચહા પહોંચાડી અને બપોરે જમવાનું. સાથે સાથે પોતાનાં જાસુસીની વાત પણ એ કરી આવતો.

સાંજે અતિથી રેસીડેન્સીના અધ્યક્ષ બહાર નીકળ્યા, એમનાં હાથમાં પેપરની પસ્તીમાં કોઈ ચીજ હતી. શાન્તુની આંખો પહોળી થઈ..... ટા.... રાં.... ટા... રાં... જેમ્સ બોન્ડ ૦૦૭ નું ટાઈટલ મ્યુઝીક શાન્તુના મગજમાં ગુંજી ઉઠ્યું.... દયા..... કુછ.... તો.... ગરબડ.... હૈ.... દયા..... હાથના પાંચે આંગળીઓ ગોળ ગોળ ફરી રહી હતી. આ તો જાણતા હતાં એટલે એવું લાગ્યું કે સી આઈ ડી નો શિવાજી સાટમ છે, નહી તો કહેત રાજેશ ખન્ના ગાઈ રહ્યો છે.... હે યે જો મહોબ્બત હૈ... યે ઉનકા હૈ કામ.. અરે મહબૂબ કા જો, બસ લેતે હુએ નામ... હાથનાં આંગળા હવામાં ફેરવતા... જોરદાર એક્ટિગ..ગીત.. સુપરસ્ટારની (સમય મળે તો ગીતનો વિડીઓ એન્જોય કરજો)

શાન્તુ દોડ્યો..દુરબીન લઈ... ટેરેસ તરફ... કારણ નીચે જઈને ચેક કરવા કરતાં ઉપર પહોંચવું સહેલું હતું. પગથિયાં ઓછાં હતાં.

નજર જડાયેલી હતી પણ આ શું ? અધ્યક્ષના હાથમાં પેલી પેપરની પસ્તીમાં લપેટેલ વસ્તુ નહોતી. હાથ ખાલી હતાં. વારંવાર દુરબીન એડજસ્ટ કરીને જોયું પણ વ્યર્થ, હાથ ખાલી. ઉન્ગલીઓ કી કરામત ફેલ.

અધ્યક્ષ દિલાસો આપતાં – “લાલુભાઈ ચિંતા ના કરો. આવતી કાલે સવારે ફાઈનલ રીપોર્ટ આવી જાય એવી શક્યતાં છે. કંઈપણ જરૂરિયાત હોય તો જણાવશો. ઘબરાતા નહી. માણસ છો... ભૂલ થઈ જાય કોઈવાર.”

લાલુભાઈ શાંતિથી ઓશિયાળા થઈ સાંભળી રહ્યાં હતાં.

પસ્તીમાં લપેટેલ વસ્તુ હતી જે થોડીવાર પહેલાં અધ્યક્ષના હાથમાં જોઈ હતી. શાન્તુના જાસુસી ભેજામાં સવાલ પેદા થયો. સંજય ટોલને નીચેથી ઉપર આવતાં જોયાં નહોતાં એટલે કદાચ એણે ઘરમાંથી નીકળી લીફ્ટમાં જઈને વસ્તુ લીધી હશે ? શું અધ્યક્ષે એ વસ્તુ લિફ્ટમાં સંતાડી હશે અને હા..... યાદ આવ્યું કદાચ નીચે જઈ સંજયને ફોન કરી જણાવ્યું હોય કે લિફ્ટમાંથી વસ્તુ લઈ લેવી ! યસ, યસ કરેક્ટ, બની શકે. પણ સવાલ હતો કે લીફ્ટમાં ક્યાં સંતાડી શકાય. શાન્તુ લીફ્ટમાં ગયો. લીફ્ટ નીચે ગઈ પાછો ઉપર આવ્યો. બહાર નીકળીને એક ફ્લોર ઉપર લીફ્ટની જાળીમાંથી જોયું તો ખ્યાલ આવ્યો કે લીફ્ટના ફેનની ઉપરની જગ્યામાં કદાચ પેલી વસ્તુ સંતાડી હશે.  

‘*****

સંજયને એની પત્ની સુશીએ દરવાજામાં જ અટકાવ્યો હતો.  

સંજય – “કેમ ભાઈ... એટલાં રોમાંટીક ? અંદર તો આવવાં દો ... ખાસ એરેન્જમેન્ટ કરી છે આજના માટે.”

સુશી – “ખાસ એરેન્જમેન્ટ એટલે ખાસ ટેક્ષ લાગશે. ફૂલ... એન્ટરટેનમેન્ટ ટોલ ટેક્ષ.”

સંજય – “બોલો કેટલો ? આપી દઈશું હની...”

સંજય ટોલના રૂમમાં રોમેન્ટિક સંગીત વાગી રહ્યું હતું. શાન્તુ સમજી ગયો હતો કે લાલુની વસ્તુ અધ્યક્ષે આ રંગીલા સંજય ટોલને આપી હશે. 

રાતે ડીનર લઈ શાન્તુ, લાલુ પાસે ગયો અને પોતે પોતાની જાસુસીની વાત કહેવાનો હતો તે જ ઘડીએ લાલુ બોલ્યો – “શાન્તુ ભાઈ, વસ્તુ મળી ગઈ છે. અધ્યક્ષ આપી ગયાં છે.”

શાન્તુ – “ક્યારે ? કેવી રીતે ?”

લાલુ – “સાંજે જયારે મારી ખબર લેવાં આવ્યાં ત્યારે. ચુપચાપ પેન્ટના ખીસામાંથી કાઢી આપી અને બોલ્યા આવી ભૂલ બીજીવાર નહી કરવી. બચી ગયાં આપણે. મારી નજર થેલી પર પડી અને મેં ચાલાકીથી થેલીની બીજી વસ્તુઓ રહેવાં દઈ આ વસ્તુ સંતાડી દીધી હતી. લફડું મોટું થાત. ગઈકાલે ડોક્ટરો સાથે પોલીસ પણ હતી. હું તો પસીને રેબઝેબ થઈ ગયો હતો.”  

શાન્તુ ઉતાવળમાં – “તો સંજયના હાથમાં પણ મેં એવી જ વસ્તુ જોઈ તે શું ?”

લાલુ – “ મેં જ કહયું અધ્યક્ષને કહયું કે સંજયને પહોંચાડી દે.” ફોન કરી સંજયને લીફ્ટ પાસેથી જ પકડાવી દીધી હશે. 

શાન્તુ – “હા... હવે ખ્યાલ આવ્યો કે સંજય એ વસ્તુ ઉપર લઈને આવ્યો હશે.”

શાન્તુની જાસુસી ઉપર પાણી ફરી વળ્યું. ગઈ ભેંસ..... પા....ની.........મેં.  

(ક્રમશઃ)


Rate this content
Log in

Similar gujarati story from Comedy