STORYMIRROR

Zalak bhatt

Inspirational

4  

Zalak bhatt

Inspirational

ચાલતાં રહો

ચાલતાં રહો

2 mins
249

હરીશ પટેલ, જેમનો જન્મ સકલજ નામના ગામમાં થયો હતો. હરીશમાં એકાગ્રતા હોવાને કારણે અભ્યાસમાં આગળ વધ્યાં ને ત્યારબાદ શહેરમાં આવ્યાં. બોમ્બે જેવા મોટા શહેરમાં આવી ને તેમણે એક કંપનીમાં કાર્ય કરવાનું શરૂ કર્યું. હરીશ પોતાના ટેલેન્ટથી આ કાર્યમાં સફળ થયાં પહેલાં શહેરમાં તેઓ ભાડેથી રહેતાં હતાં. પછી, ધીરે- ધીરે પૈસા બચાવી લઈને પોતાનો એક ફ્લેટ લઈ લીધો. શહેરમાં પોતે એકલાંજ હતાં તેથી એ ફ્લેટ ભાડે આપ્યો ને હવે સર્વિસ તથા ભાડું એટલે કે બમણી આવક થવાથી હરીશે એક મકાન ખરીદ્યું અને ગામડામાં રહેતાં પોતાના પરીવારને શહેરમાં બોલાવી લીધો.  

ગામડામાંથી શહેરમાં આવેલ હરીશ પર કંપનીના સંચાલક ખુશ થયાં. તેમના કાર્યને બિરદાવી અને હરીશને પોતાની કંપની તરફથી વિદેશમાં કાર્ય કરવા મોકલ્યાં. હરીશ વિદેશમાં પણ ખૂબ જ ખંતથી કાર્ય કરતાં હતાં. પણ, એક દિવસ થયું એવું કે હરીશ પોતાના કાર્યના સમય કરતાં થોડા લેઈટ પહોંચ્યાં અને તે સમયે હરીશ પર તેમના હેડ સર ખૂબ જ ગુસ્સે થયા. એ દિવસે જ હરીશે મનમાં ઠાની લીધું કે આ રીતે કાર્ય કરવા કરતાં મારે ભારત પાછા ફરીને પોતાનો જ પ્લાન શરૂ કરવામાં કેમ ન આવે ? અને પછી ભારત પાછા ફરીને એ સર્વિસને અલવિદા કહી તેમણે પોતાનો ખુદનો જ બિઝનેસ ચાલુ કર્યો.

જ્યાં ઘણાં લોકો કાર્ય કરવા આવતાં થયાં. આધુનિક માઈન્ડ અને એક લગન દ્વારા હરીશ ભાઈ એ એક નવા જ બિઝનેસની શરૂઆત કરી અને પછી એમના બિઝનેસને ફોલો કરનારા, ભાગીદાર બનનારા ઘણાં બિઝનસ મેન તૈયાર થયા. ને આ રીતે એક સામાન્ય ગામમાં રહેતા હરીશ પટેલ અત્યારે એક નામદાર બિઝનેસ મેન છે. ઘણાં સક્ષેસ બિઝનેસ ના એવોર્ડ ભી તેણે જીત્યા છે. चलवैति – चलवैति એટલે કે ચાલતાં રહો ના સૂત્ર ને તેમણે જીવનમાં ઉતાર્યું છે ને હજુ પણ વર્તમાન સમય સાથે કદમ પર કદમ મિલાવી ને હરીશ પટેલ આગળ વધતા જ રહે છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational