STORYMIRROR

Rajesh Baraiya

Inspirational Others

1.0  

Rajesh Baraiya

Inspirational Others

ચાલો કુદરત ની કેદીએ*

ચાલો કુદરત ની કેદીએ*

3 mins
28.6K


પર્યાવરણ દિવસોની ઉજવણી અને તેનું મહત્વ

પર્યાવરણ એટલે પંચમહાલ, પંચમહાભૂત એટલે આપણા પાંચ તત્વનો દેહ પર્યાવરણનું રક્ષણ એટલે આપણું રક્ષણ ચાલો સૌ સાથે મળીને પર્યાવરણ જતન કરીએ.

સમગ્ર વિશ્વ એક કુટુંબ છે .આ વસુંધરામાં જન્મ પામેલી દરેક વ્યક્તિ પર્યાવરણ સંરક્ષણ સમસ્યાને હલ કરાવી તેમની ફરજ છે. આથી પાણી, વીજળી, કાગળ અને વાહનોને વિવેકપૂર્વક ઉપયોગ કરવો. પ્લાસ્ટિક દ્વારા જ્યાં ત્યાં કચરો નાખવો નહીં, પાણીનો સંચય કરવો, પશુ પક્ષીઓ પ્રત્યે કરુણા આદરભાવ રાખવો, વૃક્ષોનુ જતન કરવું ,વાયુ, જળ ,આકાશ નું પ્રદૂષણ રોકવું વગેરે બાબત.

પણ આ જ વાત માર્ચ માં ઉજવાતા પર્યાવરણ દિવસો વિશે કરવી છે*

૨૦માર્ચ વિશ્વ ચકલીદિવસ

રોજ-રોજ ચકલી દિવસ ઉજવી આપણી

ઘરઆંગણાની ચકલી બચાવીએ.

ઘર આંગણે મૂકશું માળા અને પાણીનાં કુંડા,

ફરી ચકલી અવાજથી ગુંજી ઉઠશે ઘર આંગણ.

આપણે આપણી આસપાસ ઘણા બધા પક્ષીઓ જોઇએ પણ આપણા ઘર આગણે સવાર અને સાંજ ચી-ચી નો અવાજ સાભળીએ ઘર આંગણાની ચકલી હવે ઓછી જોવા મળે અથવા અમુક જગ્યાએ સાવ જોવા જ નથી મળતી તો સાવ લુપ્ત થવાનું કારણ શું ?

ચકલી ઘરના માળીયામાં ,બખોલમાં ,ગટરની પાઈપોમાં, ઘરની છત, ફોટા પાછળ, ટ્યુબલાઈટ પાછળ વગેરે જગ્યાએ માળો બાંધે છે .માળો ગોળાકાર દડા જેવો હોય છે, તે તણખાં, સુકુઘાસ, દોરી કાપડના ટુકડા વગેરે દ્વારા માળો બાઁધે છે તો ફરી તેમને લુપ્તના આરેથી બચાવીએ.

21માર્ચ વન્ય દિવસ

વૃક્ષોનો બહુ ઉપકાર જગત પર ,

વૃક્ષોનો બહુ ઉપકાર...

ફળ,ફુલ અને લાકડું આપે ,

છાયો અને ઑક્સિજન આપે ..

પર્યાવરણની જાળવણીમા વૃક્ષો -જંગલો આવશ્યક અને અગત્યનો ભાગ ભજવે છે. વૃક્ષો કાર્બનડાયોકસાઈડ શોષી પ્રાણવાયુ આપે છે. ઉપરાંત તેની આસપાસ ઠંડક રહે છે. વૃક્ષારોપણની ખૂબ જરૂર છે. આ જવાબદારી માત્ર સરકારની નથી આપણી દરેકની છે. ગૂજરાતમા કુલ જમીનના 33% કે તેથી વધુ વૃક્ષાચ્છાદિત છે. આ માટે આપણે બધા ધ્યાન રખીએ મોટા ભાગની પ્રાણીસૃષ્ટિ જંગલમાં વસે છે. તો પ્રાણી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે માનવજીવન ટકાવી રાખે છે. પ્રાણીઓના કલ્યાણ માટે આદિકાળથી જતનની અપીલ થતી આવી છે. જેના ભાગ રૂપે દેવી -દેવતાના વાહનો તરીકે અલગ -અલગ પ્રાણી, પક્ષી પસંદ પામેલા છે. તો વન અને વન્યજીવનનું રક્ષણ કરીએ.

22 માર્ચ જળ દિવસ

જળ જીવનનો આધાર છે માટે, બચાવો જળ.

જળ વિના નથી જીવન માટે બચાવો જળ.

સૃષ્ટિ પરનો 70% જેટલો વિસ્તાર પાણી છે. જે મોટે ભાગે સાગર મહાસાગરો સ્વરૂપે છે જેનો માત્ર આશરે 1% થી ઓછુ જેટલું મીઠુંપાણી ઉપયોગમા લઈ શકાય તેવું છે અને સમગ્ર જીવસૃષ્ટિ તેના પર નભે છે. સનાતન સત્ય એ છે કે જીવ માત્રનો આધાર પાણી છે.

આજે મહાસાગરનું અને નદીઓનું પાણી કોઇને કોઇ સ્વરૂપે દૂષિત થયુ છે, જેને લીધે આપણી સામે પાણીની સમસ્યા આવી છે. દૈનિક જીવનના દરેક તબક્કે પાણીને આપણે બચાવી શકીએ તેમ છીએ તો ચાલો પાણીને બચાવવા આપણે સૈા સહિયરો પુરુષાર્થ કરીએ.

23 માર્ચ વાયુમંડળ દિવસ

આપણા જીવનનો આધાર પ્રાણવાયુ એટલે કે ઑક્સિજન પર રહેલ છે. જે આપણને હવામાંથી મળે છે. આજે વિકાસની હરણફાળ પ્રક્રિયાએ હવાનું પ્રદૂષણ વધ્યું છે. ખાસ કરીને શહેરીજનોને, ચોખ્ખી હવા મળવી મુશ્કેલ છે ત્યારે નાના પ્રયત્નો દ્વારા આને હલ કરી શક્ય, વાહનોમાંથી નિકળતા ધુમાડાની પી.યુ.સી. પ્રમાણે તપાસ કરાવતા રહિએ, ધુમાડા કાઢતા કારખાના માનવવસ્તીથી દૂર પ્રસ્થાપિત કરીએ, Cસી.એન.જી. વાહનનો ઉપયોગ કરીએ. શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં વૃક્ષારોપણ કરીએ. અહીં ટુંકમાં પાર્યાવરણ દિવસોની વાત કરી છે તેમનો આપણે અમલ કરીએ અને પાર્યાવરણ બચાવીએ ખાસ કરીને બાળકોમાં પ્રાકૃતિક શિક્ષણનું જ્ઞાન આપીએ.

હાલ ફાગણમાં કેસુડાનાં કેસરી રંગોનો શણગાર કરીયો. આપણે પણ રંગઉત્સવમાં પ્રાકૃતિક રંગોનો ઉપયોગ કરી આપણું પર્વ મનાવીએ રંગોના તહેવારની શુભેચ્છા...

ફાગણને રંગની રમતાણ આવી,

ત્યારે ધુળેટી રંગ લઈને આવી.

પ્રકૃતિના પ્રાગણમાં ખેલાઇ ખેલ,

અહીં વનમાં વનવાસી તણો મેળો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational