STORYMIRROR

HANIF MEMAN

Romance

4  

HANIF MEMAN

Romance

ચાલ, થોડી લાગણી વરસાવીએ

ચાલ, થોડી લાગણી વરસાવીએ

1 min
437

ઝરમર ઝરમર વરસે પાણી

વરસાદમાં ભીંજાવાની મઝા માણીએ

અહમ, અહંકારના તોડી પડદા

ચાલ, થોડી લાગણી વરસાવીએ,


સૂરજ ભલે હો લાખો માઈલો દૂર

મળે સૂકુન રોજ ધરા અજવાળીને

ભૂલી જઈએ એકમેકની શિકાયતો

ચાલ થોડી લાગણી વરસાવીએ,


વર્ષારાણીએ પણ તોડી દીધા અબોલા

અવનીને લીલી પછેડી ઓઢાડીને

હવે ઝટ વિયોગના વાદળ હટાવી

ચાલ થોડી લાગણી વરસાવીએ,


એક ડગ હું એક ડગ તું માંડ

નફરતની દીવાલો તોડી નાખીએ

એકબીજાના હાથોમાં હાથ પરોવી

ચાલ થોડી લાગણી વરસાવીએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Romance