Rayththa Viral ( R V )

Drama

3  

Rayththa Viral ( R V )

Drama

ચા ની ચાહત

ચા ની ચાહત

19 mins
628



પ્રકરણ ૧ :- નામ

       

“ ભાઈ પાસ નો મેળ પડ્યો..?? “ જીગરએ કરણને ફોન પર પૂછ્યું.

“ ના ભાઈ પણ તું ચિંતા ના કરીશ, એન્ટ્રી ગેટ પર આપણી સેટિંગ છે કઈ પણ કરી ને અંદર ઘૂશી જઈશું. “ કરણએ કહ્યું.

“ ના ભાઈ પછી પેલી રાત જેવુ થશે, જો નવરાત્રિ માં પહેલા થી જ પાસ નું નક્કી હોય તો જ જવું છે.નહિતર તમે લોકો જાઓ મારે નથી આવું. ” જીગરએ કરણ ને ચેતવતા કહ્યું.

“ થઈ જશે પાસ નું, તું સમય પર કર્ણાવતી ક્લબ પહોંચી જજે. અને હાં રાજવીર ને પણ લેતો આવજે ”. કરણએ કહ્યું.

“ એ લેખક ને ક્યાં રમતા આવડે છે, તે ત્યાં આવી ને શું કરશે ..??, ત્યાં બેઠો-બેઠો બસ ચા ઠૂસિયા કરશે ” જીગરએ કટાક્ષ કરતાં કહ્યું.

“ ભાઈ જોઈ તો શકે ને, તો એને કહ્યું મને પણ સાથે લઈ જજો.આમ પણ એની ચા ની ચાહત પાછળ આપણાં ચા ના પૈસા તો બચે છે ” કરણએ હસતાં-હસતાં કહ્યું.

“ સારું, પણ જોજે પાસ માં કઈ લોચા ના પડે. જો પાસ નો મેળ ના પડે તો પહેલાથી કઈ દેજે હું નહિ આવું. “ જીગરએ કરણ ને ચેતવણી આપી ને ફોન મૂક્યો.

                       

               “ નવરાત્રિ “ શબ્દ સાંભળતા જ બધા ને તે ૯ રાત્રિ યાદ આવી ગઈ હશે.તે નવ રાત ની મજા જ કઇંક અલગ હોય છે, ગુજરાતીઓ માટે નો સૌથી લાંબો અને સમગ્ર વિશ્વ માં ગુજરાતી ની ઓળખ આપતો તહેવાર એટલે નવરાત્રિ. ” ગરબા રમવા, નાસ્તો કરવો, રખડવું, નવા મિત્રો બનાવવા, પાસ નો જુગાળ, ટ્રાફિક વચ્ચે જલ્દી થી નવરાત્રિ ના સ્થાન પર પહોંચવાની તાલાવેલી “ આ અને આવું તો કેટ-કેટલું આપણે આપણાં મગજ ના કમ્પ્યુટર માં, સ્મરણો નામ ની ડ્રાઇવ માં ,નવરાત્રિ નામ ના ફોલ્ડર માં સેવ(Save) કર્યું હશે.આપણાં મિત્ર વર્તુળ માં કેટલા એવા હશે કે જેમનું નવરાત્રિ માં ગરબા રમતા રમતા ગોઠવાઈ ગયું હશે, અને આગળ જઈ અને તેવો લગ્નગ્રંથિ માં જોડાયા હશે.પરંતુ એક વાત છે કે DJ ના જોર માં સાચી નવરાત્રિ હવે લુપ્ત થતી જઈ રહી છે.નવરાત્રિ નું સાચું મહત્વ લોકો ભૂલી રહ્યા છે, “ શા માટે નવરાત્રિ માં ગરબા રમવા...??, “ શા માટે નવરાત્રિ નવ જ દિવસ ની....?? “, ” નવરાત્રિ માં માતાજી ના મંદિર પર શા માટે કળશ મૂકવા માં આવે છે..?? “.આવા તો કેટલા સવાલો જેમના જવાબો લોકો ને ખબર નથી.બસ ફિલ્મો ના ગીતો અને નાચ-કૂદ ની વચ્ચે નવરાત્રિ ને પૂરી કરી દઈએ છીએ, સાચી નવરાત્રિ કેવી હોય છે તે કદાચ આવનારી પેઢી માટે ઇતિહાસ થઈ જશે.

       

-


“ ભાઈ બાકી તે પાસ નો મેળ કરી લીધો હાં..!! “ જીગર એ કર્ણાવતી ક્લબ ની નવરાત્રિ માં પ્રવેશતા કરણ ને કહ્યું.

“ બસ ને ગાંડા ભાઈ છો તું ...!! તારા માટે કહી પણ ” કરણએ કહ્યું.

“ રાજવીર શું વિચારે આવું છે રમવા ..?? “ જીગરએ રાજવીર ની સામે જોઈને હસતાં-હસતાં કહ્યું.

“ ભાઈ તને ખબર છે એને રમતા નહીં આવડતું તો પણ એને ચિડાવે છે ” કરણએ કહ્યું.

“ ભાઈ તમે લોકો રમો હું જોઈશ ”. રાજવીરએ કહ્યું.

“ સારું ” આટલું કહી કરણ અને જીગર નવરાત્રિ માં ગરબા રમવા ચાલ્યા ગયા.


              અહેમદાબાદ માં ટેક્સટાઇલ ની અંદર મોટું નામ એવા ઠક્કર ટેક્સટાઇલ ના માલિક અને ટેક્સટાઇલ બિજનેસ માં કિંગ મનાતા એવા દીપક ઠક્કર નો એક નો એક છોકરો એટલે રાજવીર ઠક્કર.રાજવીર નું ગ્રેજુએશન લગભગ પૂરું થવાની તૈયારી માં હતું, અને જેવુ ગુજરાતીઓ માં ચાલતું આવું છે તે રીતે રાજવીર પણ પોતાના પપ્પા ના જમાવેલા ધંધા માં તેમની સાથે જોડાય જવાનો હતો.પરંતુ તેની મુખ્ય રુચિ “ લખવાની ” હતી, રાજવીર વધુ ને વધુ પ્રેમ ની વાર્તાઓ લખતો.પરંતુ તેને પ્રેમ પર જરા પણ ભરોસો નહતો, રાજવીર નું માનવું હતું કે હાલ ના સમય માં પ્રેમ એ માત્ર ફિલ્મો માં જ હોય છે બાકી હકીકત માં માત્ર અને માત્ર આકર્ષણ થાય છે , જેને લોકો પ્રેમ સમજી બેશે છે “.રાજવીર પોતાની લખેલી વાર્તાઓ પોતાના સુધી જ રાખતો તેને હમણાં સુધી કોઈને પણ પોતાની વાર્તાઓ વાચવા માટે આપી નહતી.તેનું માનવું હતું કે હજુ તેનું લેખન એટલું સારું નથી થયું કે તે લોકો ને વાચવા માટે થઈ ને આપે.રાજવીર ની એક માત્ર ચાહત હતી ચા.ચા ના પ્રેમ માટે થઈને તે કઈ પણ કરી શકે એટલો તેને ચા પ્રત્યે પ્રેમ હતો, કેટલી વખત રાતના અઢી-ત્રણ વાગે એકલો ચા પીવા માટે થઈ ને નીકળી પડતો.કોલેજ માં હજારો વખત ચા અને કોફી માં “ ચા બેસ્ટ છે “ ની ડિબેટ તે જીતી ચૂક્યો હતો. ચા એટલે રાજવીર નો પહેલો અને છેલ્લો પ્રેમ.

       નવરાત્રિ જોવા આવેલા લોકો ની વચ્ચે રાજવીર એ પણ પોતાનું સ્થાન લીધું.આમ તો રાજવીર ભાગ્યે જ નવરાત્રિ માં આવતો, કારણકે તેને ગરબા રમતા નહતા ફાવતા.રાજવીર એ જોયું નવરાત્રિ નું આખું ગ્રાઉંડ લગભગ ફુલ થઈ ગયું છે અને છતાં પણ લોકો ગ્રાઉંડ માં જઈ જ રહ્યા છે.રાજવીર થોડી વાર ત્યાં ખુરશી પર બેઠો અને મોબાઇલ મચેડિયો પછી તેને સુસ્તી જેવુ લાગવા લાગ્યું એટલે તેને થયું હવે સમય થઈ ગયો છે એક ચા પીવાનો.તેને આમતેમ નજર ફેરવી એટલા માં તેની નજર એક ચા ના સ્ટોલ પર પડી અને તેને પોતાના પગ તે બાજુ દોડતા કર્યા.નવરાત્રિ માં નાસ્તા ના સ્ટોલ પર આમ પણ કઇંક વધુ જ ભીડ જોવા મળે છે.આ ભીડ વચ્ચે રાજવીર એ ચા લઈ અને પૈસા ચૂકવી ભીડ થી થોડે દૂર ચાલ્યો, એવામાં રાજવીર સ્તબ્ધ થઈ ગયો, તેની આખો જાણે પલકારા મારવાનું અને હ્રદય જાણે ધબકવાનું ચૂકી ગયું હોય તેવું તેને લાગ્યું.

       રાજવીર એ પોતાની જાત ને સ્થિર કરી અને પાછું તે જ દિશા માં જોયું, અને આ વખતે પણ તે બસ જોતો જ રહી ગયો.કારણ હતું તેને જોયેલું તે મનોરમ દ્રશ્ય “ પીળા રંગની ચણિયાચોળી, આંખ માં કાજલ અને નીચે થોડી ગુલાબી રંગ ની ચમક, હવામાં ઉડતા વાળ, બને કાન માં મોટા-મોટા ઝૂમખા, ગુલાબ ની પંખુંડી જેવા તેના તે લાલ ગાલ અને બને ગાલ પર નવરાત્રિ ના સ્ટીકર, એક હાથમાં દાંડિયા અને બીજા હાથમાં મોબાઈલ, અને તેનો તે અવિસ્મરણીય ચહેરો, ચહેરા પર ચમક એટલી કે જ્યારે ગ્રાઉંડ ની લાઇટ તેના પર પડે એટલે જાણે ભર-બપોરે ધોમ તડકા માં રસ્તા પર રચાતી મરીચિકા “. રાજવીર માટે જાણે બધુ જ થોભી ગયું હોય તેવું તેને લાગ્યું, આટલી ભીડ અને અવાજ માં પણ રાજવીર જાણે તે છોકરી દ્વારા કહેવામા આવતી વાતો ને સાંભળવાનો પ્રયત્ન કરવા લાગ્યો.આ બધા વચ્ચે રાજવીર એ જોયું કે તેના જીવનમાં ભગવાને આપેલી સૌથી મહત્વ ની અને તેની ચાહત એવી તેની “ ચા “ ઠંડી થઈ રહી છે.એટલે રાજવીરએ મનોમન નક્કી કર્યું કે આમ પણ નવરાત્રિમાં છોકરીઓ કઇંક વધુ જ તૈયાર થઈ ને આવે છે, એટલે આ ગ્રાઉંડ માં આવી એક નહીં ઘણી બધી અદભૂત કહેવાતી છોકરીઓ જોવા મળશે એના માટે થઈ ને ચા ને ઠંડી ના થવા દેવાય.રાજવીર એ બધુ ધ્યાન તેની ચાહત એવી ચા પર સ્થિર કર્યું અને ચા નો આનંદ લેવાનો ચાલુ રાખયું.

       હવે નવરાત્રિ માં છેલ્લી ૧૦ મિનિટ બાકી હતી, અને આપણે બધા જાણીએ છીયે કે આ છેલ્લી દસ મિનિટ નવરાત્રિ માટે કેટલી મહત્વ ની હોય છે. રાજવીર પણ આ દસ મિનિટ ને જોવા માટે થઈને આતુર હતો.લગભગ બધા ઓરકેસ્ટ્રા વાળા ની સાચી પરીક્ષા આ છેલ્લી દસ મિનિટ માં જ હોય છે, કારણકે આ દસ મિનિટ માં ડાકલા પણ વાગે, સનેડો પણ વાગે અને બોલીવુડ ના ડિસ્કો વાળા ગીતો પણ વાગે. જેમ ક્રિકેટ માં બેસ્ટમેન છેલ્લી ઓવરો માં ચોક્કા અને છક્કા મારે તેમ નવરાત્રિ ની પણ છેલ્લી દસ ઓવરમાં બધા જ ખેલૈયાઓ પોતાની જીજાન લગાળી અને કુદકા અને ગરબા રમે.રાજવીર જોઈ રહ્યો હતો કે બધા પોતપોતાના ગ્રુપમાં છેલ્લી ૧૦ ઓવર ની બેટિંગ એટલે કે ગરબા રમી રહ્યા હતા, કોઈ છકડી તો કોઈ હીચ લઈ રહ્યું હતું.આ બધા વચ્ચે રાજવીર એ જોયું કે પેલી પીળા રંગની ચણિયાચોળીવાળી છોકરી તેના ગ્રુપ સાથે એકદમ તેની સામે આવી ગઈ છે અને રમી રહી છે. આ વખતે રાજવીરે જોયું કે તે છોકરી સાવ બિનદાસ અને મજા થી ગરબા રમી રહી છે, તેના મન માં જરા પણ એવો ભાવ નથી કે લોકો મને જોવે છે.એટલો આત્મવિશ્વાસ કે તેને ખબર છે કે આ ગ્રાઉંડ માં મારા થી વધારે સારા ગરબા કોઈ રમી જ નથી રહ્યું.

       રાજવીર આ આત્મવિશ્વાસને જોઈ રહ્યો, અને સાથે રાજવીરે એ પણ જોયું કે તેની આજુબાજુ માં બેઠેલા લગભગ બધા તે જ છોકરી ને જોઈ રહ્યા હતા.આટલા જલ્દી જલ્દી ગરબા રમી ને તે પરસેવાથી લદબદ થઈ ગઈ હતી, છતાં તેની ગરબા રમવાની ગતિ હજુ એવી ને એવી જ હતી.રાજવીર ને એવું લાગ્યું કે જાણે તે છોકરી છેલ્લી ૧૦ ઓવર માં સદી મારવાનું નક્કી કરીને આવી છે.આ બધુ ચાલી રહ્યું હતું અને એવામાં તે છોકરી ગરબા રમતા રમતા પડી ગઈ.જેવી તે પડી તેની આસપાસ ના બધા લોકો લગભગ ગરબા રમવાનું બંધ કરી અને તેની મદદ માટે આવી ગયા, તેના ગ્રુપ ના બધા લોકો તેને ઊભી કરવા માટે દોડ્યા અને જે રીતે તે પડી હતી તેના પરથી લાગી રહ્યું હતું કે તેને ખાસી એવી ઇજા થઈ હશે.જ્યારે તે છોકરી પડી ત્યારે જેમ બેસ્ટમેન છક્કો મારતા-મારતા બાઉંડરિ પર કેચ આઉટ થઈ જાય તેવું રાજવીર ને લાગ્યું, પરંતુ રાજવીર ને વધુ અજીબ ત્યારે લાગ્યું જ્યારે તે છોકરી જરા પણ હાવભાવ બદલ્યા વગર પાછી ઊભી થઈ અને તે જ ગતિથી ગરબા રમવા લાગી તેને ચહેરા પર જરા પણ એવો ભાવ નહતો કે તે આટલી ભીડ વચ્ચે પડી ગઈ છે અને તેને વાગ્યું હશે.બેસ્ટમેન કેચ આઉટ તો થયું પરંતુ જાણે અમ્પાયરે નો-બોલ આપ્યું હોય તેવું રાજવીર ને લાગ્યું.આ વાત પરથી રાજવીરને નક્કી થયું કે આ છોકરીના મન માં જરાપણ એવો વિચાર નથી કે લોકો મને જોવે છે તે તો બસ આ નવરાત્રિ ને માણવા આવી છે લોકો શું કરે છે તેની તેને જરા પણ પડી નથી.કોઈ વ્યકતી આટલું સમર્પણ અને એકાગ્રતા થી આટલા બધા લોકોની વચ્ચે આટલું સારી રીતે ગરબા રમી શકે છે તે રાજવીર માટે કઇંક અલગ હતું.

       ગરબા પૂરા થયા અને બધા પોતપોતાના ઘર ની તરફ નીકળી પડ્યા રાજવીર પણ પોતાના ઘર ની તરફ નીકળી પડ્યો, પરંતુ આ વખતે રાજવીર આ નવરાત્રિ માથી એક મજા ની શીખ લઈને જઈ રહ્યો હતો અને તે શીખ હતી કે “ જ્યારે તમને તમારી પ્રતીભા પર ભરોસો છે ત્યારે તમે એવું ના વિચારો કે લોકો શું વિચારશે ”. 

-


       રાજવીર પોતાના ઘર ની અગાશી પર બેઠા-બેઠા વિચારી રહ્યો હતો કે એક વખત તો તે પીળા રંગની ચણિયાચોળીવાળી છોકરી ને મળી ને આ કમાલના આત્મવિશ્વાસ નું રહસ્ય જાણવું છે.આમ પણ પોતે એક લેખક હતો, પરંતુ હજુ સુધી તેને પોતાની એક પણ બૂક અથવા એક પણ વાર્તા કોઈને વાચવા માટે નહતી આપી.આ બધા વિચારોમાં રાજવીર ખોવાયેલો હતો એવામાં તેને થયું ઘણી એવી વાર થઈ ગઈ હવે એક ચા પીવી જોઈએ, એટલે તેને પોતાની કાર કાઢી અને હાઇવે પર ચા પીવા માટે દોડાવી મૂકી.

       રાજવીર જ્યારથી નવરાત્રિમાં પેલી પીળા રંગની ચણિયાચોળીવાળી છોકરી ને જોઈ હતી ત્યારથી તે તેની આંખો માં બેસી ગઈ હતી.રાજવીર ગાડી ચલાવતા-ચલાવતા એજ વિચારી રહ્યો હતો ,” જો તેને તે છોકરી નું નામ ખબર પડી જાય તો ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ માં તેને શોધી અને તેની સાથે મૈત્રી બાંધી શકે “ .હવે કઈ રીતે તે છોકરી ને શોધવી કારણકે આજે તે નવરાત્રિ માં આવશે કે કેમ, અને આવશે તો તેની અને રાજવીર ની મુલાકાત થશે કે કેમ, અને જો મુલાકાત થઈ પણ ગઈ તો પોતે તેની પાસે જઈને કઈ રીતે વાત કરશે, કઈ રીતે કોઈ છોકરી નું નામ અને ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ ID માંગી શકે.

       રાજવીર પોતાની નિશ્ચિત કરેલી ચા ની લારી પાસે પોહચો અને તેને પોતાના માટે મસ્ત કડક મસાલાવાળી ચા નો ઓર્ડર આપ્યો.આમ પણ ચા પીવાની સાચી મજા હાઇવે પર અને એમાં પણ લારી પર તો બહુ જ મજા આવે.ચા બની રહી હતી અને રાજવીર ઉકળતી ચા ની સાથે વિચારવા લાગ્યો કે કઈ રીતે પેલી પીળા રંગની ચણિયાચોળીવાળી છોકરી ને શોધવી, એવા માં તેને કરણ નો ફોન આવ્યો..

“ ભાઈ ક્યાં છે ..?? આજે ચાલવાનું છે ને નવરાત્રિ માં ..?? ” કરણએ ફોન પર પૂછ્યું.

“ ભાઈ આજે નક્કી નથી, આજે મારો મૂડ નથી..!! કાલે પણ ત્યાં એકલો બેસીને કંટાળી ગયો હતો, આજે ઘરે રહીને મસ્ત નીંદર કરવી છે ” રાજવીરએ કહ્યું.

“ ભાઈ નવરાત્રિ ના સમયે નીંદર ના થાય ઉજાગરા જ કરવાના હોય ” કરણએ કહ્યું.

“ હાં..!! પણ ભાઈ આજે તમે લોકો જઇ આવો, હું કાલે આવીશ ”રાજવીરએ કહ્યું.

“ ઠીક છે ભાઈ જેવી તારી મરજી ” આટલું કહી અને કરણએ ફોન મૂક્યો.

       કરણનો ફોન મૂક્યા પછી રાજવીર ને થયું કે ખોટી કરણને ના પાડી, આના કરતાં તો તેમની સાથે નવરાત્રિ માં ગયો હોત તો કદાચ પેલી છોકરીને મળવાની થોડી શક્યતા હોત.પરંતુ પછી તેને વિચાર કર્યો કે આમ પણ તે ત્યાં આવશે કે નહીં તેની કોઈ ખાતરી નથી, ખોટું ત્યાં જઈને એકલા બેસવું એના કરતાં મસ્ત રાત્રે ચા પી અને થોડી વાર્તા આગળ લખી અને સૂઈ જઈશ.રાજવીરના આ વિચારો માં મસાલાવાળી કડક ચા ની મહેક એ ખલેલ નાખી, અને જાણે તે ચા રાજવીર ને કહેતી હોય કે મૂક બધા વિચારો બાજુ પર અને પહેલા પોતાની ચા ની ચાહત ને સંતુષ્ટ કર.

-

“ ભાઈ ચાલવું હોય તો ચલ આમ પણ એક પાસ એકસ્ટ્રા છે આપણી પાસે ” કરણએ રાજવીર ને ફોન પર કહ્યું.

“ ના ભાઇ સાચે મારી જરા પણ ઈચ્છા નથી, તમે લોકો જઇ આવો ” રાજવીરએ કહ્યું.

       કરણનો ફોન મૂકી અને રાજવીર ને થયું કે થોડી વાર બારે ચક્કર લગાવી આવે અને એક ચા પીને પછી વાર્તા લખવાની શરૂઆત કરે.આ વિચાર ની સાથે રાજવીરએ પોતાની ગાડી કાઢી અને S.G. હાઇવે પર દોડાવી મૂકી.ગાડી ચલાવતા રાજવીર એ જ વિચારી રહ્યો હતો કે કઈ રીતે હવે પોતાની વાર્તા ને આગળ લખે, એવો તે કેવો વણાંક વાર્તા મળે, જેથી લોકોને વાચવામાં મજા પડી જાય.આ બધુ હજુ તો તે વિચારી રહ્યો હતો એટલે માં તેને જોયું કે રોડ ની બીજી બાજુ પર એક છોકરી ઊભી છે અને તેની બાજુ માં તેની બંધ સ્કૂટી પડી છે. રાજવીર એ પોતાની ગાડી થોડી તે બાજુવાળી અને તે છોકરી જ્યાં ઊભી હતી તે બાજુ લઈ ગયો. હાઇવે પર લગાતાર ગાડીઓ ઝડપ થી જઇ રહી હતી, એટલે રાજવીર તે છોકરીને બરાબર જોઈ નહતો શકતો.આ બધે વચ્ચે રાજવીરએ જોયું કે તે છોકરી લાલ રંગની ચણિયાચોળી માં છે અને તેને લાગ્યું કે તે કોઈની રાહ જોઈ રહી છે.

       રાજવીરએ પોતાની ગાડીને તે દિશા માંવાળી જ્યાં તે છોકરી ઊભી હતી, જેવુ રાજવીરએ તે દિશા માં ગાડીવાળી તે છોકરીએ તરત તેને લિફ્ટ માંગવાનો ઈશારો કર્યો.રાજવીરની ગાડી થોડી દૂર હતી એટલે તેને તે છોકરી નો ચહરો નહતો દેખાય રહ્યો. પરંતુ ગાડી ની લાઇટ થી તેને જોયું કે તે છોકરીની સ્કૂટી નું પંચર થઈ ગયું હતું.તેને થયું કે નક્કી આ છોકરી નવરાત્રિ માં જઇ રહી હશે અને તેની સ્કૂટી નું પંચર થઈ ગયું છે એટલે આવી રીતે રસ્તા પર ઊભી છે.રાજવીરએ પોતાની ગાડી તે છોકરી ની બાજુ માં જઇ ને ઊભી રાખી, અને ગાડી ના કાચ નીચે કર્યા.

“ હું નવરાત્રિ માં જઇ રહી હતી અને મારી સ્કૂટી નું પંચર થઈ ગયું છે, શું તમે આગળ કર્ણાવતી ક્લબ સુધી લિફ્ટ આપી શકો છો ..? ” પેલી છોકરીએ કહ્યું.

“ હાં જરૂર ,બેસો ..!! ” રાજવીરએ કહ્યું.

       જેવુ રાજવીર એ કહ્યું એટલે તે છોકરીએ સ્કૂટીની ડીકી માથી પોતનું પર્સ અને જરૂરી સમાન લઈ લીધો અને રાજવીર ની સાથે ગાડી માં બેસી ગઈ.રાજવીરએ SG હાઇવે પર જ આવેલા કર્ણાવતી ક્લબ તરફ ગાડી ને દોડાવી મૂકી.થોડીવાર તો બને વચ્ચે મૌન રહ્યું પછી આ મૌન માં ખલેલ કરી તે છોકરી ના ફોને...

“ હાં..હાં.. બસ હું આવું જ છું તમે લોકો અંદર ના જતાં હું ૧૦ મિનિટ માં જ પહોંચું છું .. “ . આટલું કહી અને તે છોકરીએ ફોન મૂક્યો.

“ તમને નવરાત્રિ રમવાનો શોખ નથી ..?? ” તે છોકરીએ રાજવીરએ પહેરેલા કપડાં જોઈને પૂછ્યું.

“ ના એવું નથી પણ મને ગરબા રમતા નથી આવળતા તો હું ક્યારેક જ નવરાત્રિ માં જાઉં છું ” રાજવીરએ કહ્યું.

“ ગરબા રમવામાં શું આવળવાનું, ખાલી બે તાલી અને ચક્કર જ તો મારવાના હોય છે ” તે છોકરીએ કહ્યું.

“ હાં, કેમ નહીં ” રાજવીરએ હસી ને આ વાત ને અટકાવી.

“ મારૂ નામ પ્રિયા કોટક છે, અને તમારું ..?? ” પ્રિયાએ રાજવીરને એનું નામ પૂછ્યું.

“ મારૂ નામ રાજવીર ઠક્કર છે ”રાજવીરએ કહ્યું.

“ અચ્છા એટલે તમે પણ ઠક્કર છો ..?? ” પ્રિયાએ કહ્યું.

“ હાં કદાચ ..!! ” આટલું બોલી અને રાજવીર હસયો.

“ સારું ” પ્રિયા રાજવીર નો કટાક્ષ સમજી ગઈ અને તેને પણ હસી ને આ વાત ને ટુકાવી.

“ તમે રોજ એક જ સ્થાન પર ગરબા રમવા જાવ છો કે અલગ અલગ ..?? ” રાજવીરએ પ્રિયાને પૂછ્યું.

“ ના અમારા બધા નું એક ગ્રુપ છે અમે બધા સાથે જ ગરબા રમવા જઇયે છીએ, પણ હાં વધુ પડતાં અમે કર્ણાવતી ક્લબમાં જ જઇયે છીએ  ” પ્રિયાએ કહ્યું.

“ હું પણ કાલે ત્યાં જ ગયો હતો, પણ ત્યાં તો બહુ જ ભીડ હોય છે ” રાજવીરએ કહ્યું.

“ ભીડ તો હોય છે પણ ત્યાં રમવાની પણ મજા આવે છે ” પ્રિયાએ કહ્યું.

“ કેટલી વાર છે પ્રિયા ..?? “ પ્રિયાને ફરી કોઈનો ફોન આવ્યો અને સામેથી કોઈ મોટે મોટે થી બોલી રહ્યું હતું કારણકે નવરાત્રિ ના અવાજ માં વાત કરવી થોડી મુશ્કેલ હતી.

“ બસ પહોંચી ગઈ છું ” પ્રિયાએ આટલું કહી અને ફોન મૂક્યો.

“ તમને સાચે ગરબા રમતા નથી ફાવતા ..?? ”પ્રિયાએ રાજવીરને પૂછ્યું.

“ ના સાચે નથી ફાવતા, અને જો હું રમવા જઈશ તો લોકો મારા ગરબા જોઈને હસી હસી ને ઉંધા વળી જશે ” રાજવીરએ કહ્યું.

“ અચ્છા એટલે લોકોની બીક ના લીધે તમે ગરબા રમવાનો પ્રયત્ન નથી કરી રહ્યા “ પ્રિયાએ કહ્યું.

       આ વાત સાંભળી રાજવીરને થોડો આશ્ચર્ય થયો કારણકે તે લોકો શું વિચારે છે ની બીક થી પણ ક્યાંક ને ક્યાંક ગરબા નહતો રમી રહ્યો, અને તેને થયું પ્રિયા ક્યાંક તો સાચી જ છે.પરંતુ પછી રાજવીર બોલ્યો .. “ ના રે લોકો ની શું બીક ”.

“ તમે શું કરો છો ..? ” પ્રિયાએ વાત આગળ વધાવતા કહ્યું.

“ હમણાં તો હું કોલેજ ના છેલ્લા વર્ષમાં છું અને પપ્પા જોડે બિઝનેસ પણ શીખી રહ્યો છું, અને તમે ..? ” રાજવીરએ પ્રિયા ને પૂછ્યું.

“ હું પણ કોલેજ ના છેલ્લા વર્ષ માં છું ” પ્રિયાએ કહ્યું.

“ સારું ” રાજવીરએ કહ્યું.

“ બસ બસ અહિયાં રાખો અહિયાં થી હું જતી રહીશ ” પ્રિયાએ કહ્યું.

“ સારું ” રાજવીરએ ગાડી ઊભી રાખી.

       જેવી રાજવીરએ ગાડી ઊભી રાખી તેની આખો સ્થિર થઈ ગઈ અને તે બસ જોતો જ રહી ગયો કારણ હતું તેની સામે ઊભેલી તેજ પીળા રંગની ચણિયાચોળીવાળી છોકરી, જે આજે બ્લૂ કલર ની ચણિયાચોળી માં આવી હતી.આજે પણ તે તેવી જ અદભૂત અને કમાલ લાગી રહી હતી એ જ કાજળવાળી આંખો એ જ ગુલાબ જેવા ગુલાબી ગાલ.હજુ તો રાજવીર આ બધુ વિચારી રહ્યો હતો એવા માં પ્રિયા એ રાજવીર ને કહ્યું કે “ ચાલો તમને મારા ગ્રુપ સાથે મળાવું ”

        આમ તો રાજવીર થોડો શર્મિલો હતો તેને નવા લોકો સાથે મળવામાં થોડો સંકોચ થતો તે જલ્દી કોઈના જોડે ભડી શકે તેવો નહતો.પછી તેને વિચાર્યું કે જો આ છોકરી નું નામ જાણવું છે તો ગાડી ની બારે નીકળી અને પ્રિયા સાથે જવું જ પડશે.એટલે તેને પ્રિયાને કહ્યું “ બે મિનિટ હું ગાડી પાર્ક કરીને આવું ”.

“ પ્રિયા કેટલી વાર હોય ..? ” પ્રિયા ના ગ્રુપની એક છોકરીએ પ્રિયાને કહ્યું.

“ અરે..SG હાઇવે પર મારી સ્કૂટી નું પંચર થઈ ગયું હતું એટલે આવામાં થોડું મોડુ થયું ” પ્રિયાએ કહ્યું.

“ ઓહ .. તો પછી તું આવી કઈ રીતે ..?? ” પાછો પ્રિયાને એની ગ્રુપની છોકરીએ સવાલ કર્યો.

“ આ રાજવીર ઠક્કર છે, આમને જ મને લિફ્ટ આપી અને મને અહિયાં મૂકવા આવ્યા ” પ્રિયાએ પોતાના ગ્રુપ ના લોકો સામે રાજવીર ની ઓળખાણ કરવી અને કહ્યું .

       આ બધા વચ્ચે રાજવીર તો બસ પેલી બ્લૂ રંગની ચણિયાચોળી માં આવેલી છોકરીને જોઈ રહ્યો હતો, તેને તો બસ તેનું નામ જાણવું હતું. પ્રિયા વારાફરતી બધા ની ઓળખાણ રાજવીરની સાથે કરવી રહી હતી, પરંતુ રાજવીરને રાહ હતી કે ક્યારે પ્રિયા તેની ઓળખાણ તે બ્લૂ રંગની ચણિયાચોળીવાળી છોકરી સાથે કરાવે.બધા પછી છેલ્લે ઊભેલી તે છોકરી સાથે પ્રિયા રાજવીર ની ઓળખાણ કરવા જઇ રહી હતી એવામાં પાછળ થી એક અવાજ આવ્યો...“ રાજવીર તું તો ના પડી રહ્યો હતો ને કે મારે નવરાત્રિ માં નથી આવું ..?? ”. રાજવીરએ પોતાનું નામ સાંભળી અને પાછળ વળી ને જોયું તો સામે કરણ અને જીગર ઊભા હતા.

“ હું ૨ મિનિટ માં આવું ” પ્રિયા ને આટલું કહી અને રાજવીર કરણ અને જીગર પાસે ગયો.

“ ભાઈ તે તો અમને ના પાડી હતી ને, અને અહિયાં બીજા ગ્રુપ સાથે નવરાત્રિ માં આવ્યો છે ” કરણએ કહ્યું.

        ના ભાઈ એવું નથી, આટલું કહી અને રાજવીર એ હાઇવે પર મળેલી પ્રિયા અને તેની પંચર સ્કૂટી ની આખી વાત કરી અને સમજાવ્યા કઈ રીતે તેને અહિયાં નહતું આવું તો પણ આવું પડ્યું.હજુ તો રાજવીર કરણ અને જીગર ને આ બધી વાત કહી રહ્યો હતો એવામાં એને જોયું કે પ્રિયા અને પેલી બ્લૂ રંગની ચણિયાચોળીવાળી છોકરી નવરાત્રિ માં અંદર જઈ રહ્યા છે, અને તેને થયું કે કરણ અને જીગર ના કારણે પાછું તે છોકરી નું નામ ખબર પડતાં પડતાં રહી ગયું

“ સારું હવે અહિયાં આવી જ ગયો છો તો ચલ અમારી સાથે અંદર ” કરણએ કહ્યું.

“ હાં, હવે તો આવું જ પડશે ને ” રાજવીરએ કહ્યું

       રાજવીર ને થયું આ સારો ચાન્સ છે અંદર જઇ અને હવે સીધું જ પ્રિયા ને પૂછી લઇશ કે આખરે તે પીળાંરંગ ની ચણિયાચોળીવાળી છોકરી જે આજે બ્લૂ રંગની ચણિયાચોળી પહેરીને આવી છે તેનું નામ છે શું ...??. આ બધી મગજમારી થઈ એટલે રાજવીરને થયું કે હવે અંદર જઇ અને સૌથી પેલા એક ચા પીવી પડશે, આમ પણ તે ઘરે થી ચા પીવાના બહાને જ નીકળ્યો હતો.

       જેવા રાજવીર અને તેના મિત્રો નવરાત્રિ માં અંદર ગયા એટલે રાજવીરે તરત જ પોતાના પગ ચા ના સ્ટોલ તરફ વાળયા. રાજવીર જલ્દી થી ચા ના સ્ટોલ તરફ આગળ વધી રહ્યો હતો અને તેને લાગી રહ્યું હતું કે તેની ચા ની ચાહત તેને બોલાવી રહી છે.જલ્દી જલ્દી રાજવીરે ચા નું ટોકન લીધું અને ભીડ વચ્ચે ચા ના કપ ની સાથે તે સ્ટોલ ની બહાર આવ્યો.

       હવે રાજવીર એક બેસવાની સારી જગ્યા ગોતી રહ્યો હતો જ્યાં તે બેસી અને ગરમ ગરમ ચા ની એક મસ્ત ચૂસકી લઈ શકે.હજુ તો રાજવીર ધીરે-ધીરે ચાલી અને જગ્યા ગોતી રહ્યો હતો એવામાં એક છોકરી જોરદાર ચાલીને આવી અને રાજવીરની સાથે ભટકાય અને રાજવીર ની આખી ચા ઢોળી નાખી, રાજવીર ની થોડી ચા તે છોકરીના કપડાં પર પણ ઢોળાય.પહેલા તો રાજવીર કઈ બોલ્યો નહીં અને તેને ઢોળાયેલી પોતાની મસ્ત અને ગરમ માં ગરમ ચા માટે પાંચ-છ સેકંડ નું મૌન રાખ્યું અને પછી ફુલ ગુસ્સામાં રાજવીર તે છોકરી તરફ ફર્યો અને બોલ્યો...” દેખાતું નથી આંધરી ”.હજુ તો રાજવીર આ બોલ્યો અને અટકી ગયો કારણકે આ એ જ બ્લૂ રંગની ચણિયાચોળીવાળી છોકરી હતી જેનું નામ જાણવા માટે રાજવીર બેબાકળો હતો.

“ શું કહ્યું ..?? ” બ્લૂ રંગની ચણિયાચોળીવાળી છોકરીએ થોડા ગુસ્સામાં કહ્યું.

“ તમે જોઈને નથી ચાલી શકતા, મારી ચા ઢોળી નાખી ”રાજવીર ના અવાજ માં હવે થોડી નમ્રતા દેખાય રહી હતી.

“ હું તો જોઈને જ ચાલી રહી હતી, પણ મને એક વાત નથી સમજાય રહી કે આ નવરાત્રિ માં ચા ઠૂસવા માણસો શુકામ આવે છે  ” બ્લૂરંગ ની ચણિયાચોળીવાળી છોકરી આંધરી શબ્દ સાંભળી અને થોડી વધુ ગુસ્સે થઈ ગઈ હતી.

“ ઓ હેલ્લો, ચા ને કઈ નહીં કેવાનું અને આમ પણ વાંક તમારો છો તમે કઇંક વધુ જ ગતિ થી ચાલી રહ્યા હતા ” હવે રાજવીર નો પણ દિમાગ થોડો હટી ગયો જ્યારે તેને ચા માટે થઈને કઈ સાંભળ્યુ.

       હજુ તો બને વચ્ચે વાત ઉગ્ર બને તે પહેલા જ પ્રિયા ત્યાં આવી પહોંચી અને તેને કહ્યું કે “ રાજવીર ગમે તેને વાંક હોય હવે વાત પૂરી કરો ”

“ પણ પ્રિયા જોને આને મારા કપડાં ખરાબ કરી નાખ્યા ” પેલી બ્લૂ રંગની ચણિયાચોળીવાળી છોકરી એ કહ્યું.

“ હાં તું ચલ પેલી બાજુ ત્યાં કપડાં સાફ થઈ જશે વધુ નથી થોડા છીંટા જ ઊડ્યાં છે ” પ્રિયા એ કહ્યું.

       રાજવીરને થયું આ સારો ચાન્સ છે તે છોકરી ને નામ પૂછવાનો, પણ પછી થયું કે તેના કપડાં ખરાબ થયા તેના લીધે તે કઇંક વધુ જ ગુસ્સા માં છે અને આ સમયે નામ પૂછ્યું યોગ્ય નથી. પ્રિયા અને બ્લૂ રંગની ચણિયાચોળીવાળી છોકરી પ્રિયા ના કપડાં સાફ કરવા ગયા અને રાજવીર પોતાની ઢોલાયેલી ચા ના દુખ સાથે નવી ચા લેવા માટે ગયો. હવે રાજવીર ની ચા માટે ની તલપ વધી ગઈ હતી આ વખતે તો ચા તેના હાથ માં હતી છતાં તે પી ના શક્યો.હવે તેને નક્કી કર્યું કે કોઈ સારી બેસવાની જગ્યા નથી શોધવી જેવી ચા મળે એટલે તરત જ પોતાની ચા ની તલપ અને ચાહત ને શાંત કરશે.રાજવીર ફરી તે જ ભીડ વાળા સ્ટોલ માં ગયો અને ત્યાં જઇ અને નવું ટોકન લઈ પૈસા ચૂકવી અને નવી ચા નો કપ લીધો.તરત તે ભીડ વાળા સ્ટોલ માથી બહાર આવ્યો જેવો તે બહાર આવ્યો તેની સામેથી પ્રિયા અને પેલી બ્લૂ રંગની ચણિયાચોળીવાળી છોકરી નીકળ્યા. રાજવીર ના હાથ માં ફરી ચા નો કપ જોઈ અને બ્લૂ રંગની ચણિયાચોળીવાળી છોકરી બગડી, પરંતુ પ્રિયા તેને ત્યાં થી દૂર લઈ ગઈ.

       રાજવીર આ બધુ જોઈ રહ્યો અને તેને થયું હવે કોઈ ચાન્સ નથી તે બ્લૂ રંગની ચણિયાચોળીવાળી છોકરી નું નામ જાણવાનું, પછી તેને થયું કે પાછું તેને કોઈ ધક્કો મારે અને તેની ચાહત એવી ચા ઢોળાય તે પહેલા ચા ને પી લેવી જોઇયે.એટલે રાજવીરએ બધી વાતો પર થી ધ્યાન હટાવ્યું અને પોતાની ચા પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને ધીરે ધીરે ચા ની ચૂસકી લેવાનું શરૂ કર્યું, રાજવીર એક એક ચૂસકી એટલી ધીરજ થી માણી રહ્યો હતો કે જાણે હવે આ છેલ્લી ચા છે આના પછી આ દુનિયા માં ચા ક્યાય જોવા જ નહીં મળે.રાજવીર ચા નો આનદ લઈ રહ્યો હતો એવામાં તેને પાછળ થી આવાજ સંભળાયો.. “ આટલી ચા ની ચાહત ”.

રાજવીરએ પાછળ વળી ને જોયું તો તે અવાજ પ્રિયા નો હતો એટલે રાજવીર એ પહેલા પ્રિયા અને પછી ચા સામે જોઈને કહ્યું “ હાં તો ચા ની ચાહત તો સખત અને સતત વધતી જ રહે, ચા તો બસ ચા છે ”

“ તમારી મિત્ર ના લીધે મારી ચા ઢોળાય ગઈ ” રાજવીરએ આગળ બોલતા પ્રિયાને કહ્યું.

“ જેમ તમારો ચા પર આવો અપાર અને અદભૂત પ્રેમ છે તેમ મારી મિત્ર ને પણ નવરાત્રિ પ્રત્યે આવું જ છે ”પ્રિયા કહ્યું.

“ સારું પણ તેનું નામ શું છે ...?? ” રાજવીર જાણે હવે આ ચાન્સ નહતો મૂકવા માંગતો એટલે તેને થોડો પણ સમય નો બગાડ કર્યા વિના તરત જ બ્લૂ રંગની ચણિયાચોળીવાળી છોકરી નું નામ પૂછી લીધું.

        હજુ તો પ્રિયા તેનું નામ કહેવા જાય તેની પહેલી પાછળ થી તે જ પીળા રંગની ચણિયાચોળીવાળી છોકરી આવી અને તેને પ્રિયાને કહ્યું “ પ્રિયા ચલ ને બધા ગ્રાઉંડ માં જતાં રહ્યા છે, આપણે જ બને બાકી છીએ ”.

“ હાં...હાં.. આપણે ચાલીયે, ” પ્રિયા એ કહ્યું.

       “ ચાલીયે નહીં ચલ નહિતર આજ ની નવરાત્રિ અહી જ પૂરી થઈ જશે ” આમ બ્લૂ રંગની ચણિયાચોળી વળી છોકરી પ્રિયા ને ખેચી ખેચી ને લઈ જઇ રહી હતી.એટલે રાજવીરને થયું કે પાછું આ વખતે પણ તે છોકરી નું નામ તેને નહીં ખબર પડે, છોડો મારી ચા ઠરે પહેલા પી લઉં. જ્યારે પેલી બ્લૂ રંગની ચણિયાચોળીવાળી છોકરી પ્રિયા ને ખેચી રહી હતી ત્યારે પ્રિયા પડતાં પડતાં રહી ગઈ અને પછી તેને પોતાની મિત્ર નો ઉત્સાહ ઓછો કરવા કહ્યું....“ ધીરે-ધીરે ચાહત હું પડી જઈશ  ”

       જેવુ પ્રિયા એ “ ચાહત ધીરે “ એમ કહ્યું એટલે રાજવીર ચોકી ગયો અને બસ પ્રિયા અને પેલી બ્લૂ રંગની ચણિયાચોળીવાળી છોકરીને જતી જોઈ રહ્યો. આ વખતે તેના હાથ માં તેની ચા હતી અને તેની સામે બ્લૂ રંગની ચણિયાચોળીવાળી છોકરી જેનું નામ ચાહત હતું.


( ક્રમશ...)

                                                                               To Be Continued…


તમે મારી સાથે Facebook , Instagram અને What’s App દ્વારા જોડાય શકો છો. Facebook , Instagram પર મારૂ UserName છે.... “ @VIRAL_RAYTHTHA ”.મારો What’s App Number છે... “ 9978004143 ”.

You Can Add-me on Facebook , Instagram and What’s App. Username “ @VIRAL_RAYTHTHA ” What’s App Number :- “ 9978004143 ”.


Rate this content
Log in

Similar gujarati story from Drama