બસ ચા સુધી
બસ ચા સુધી
મેરેજ બ્યુરોમાં લગ્ન માટે નામ નોધાયે આજે પાંચમો દિવસ હતો પણ હજુ સુધી કોઈ જ કોલ નહતો આવ્યો.
રવિ પોતાની ચા સાથે કેફેમાં બેઠો હતો બસ વિચારોમાં જ ગુમનામ હતો. એટલામાં કોલની રિંગ વાગી ...... હેલો .....
અણમોલ :- હેલ્લો, મિસ્ટર રવિ સાથે વાત થઈ રહી છે.
રવિ :- હા, બોલો
અણમોલ :- જી, આપે મેરેજ બ્યુરોમાં લગ્ન માટે રજીસ્ટેશન કરાવ્યું હતું.
રવિ :- હા કરાવ્યું હતું ને .
અણમોલ :- હા તો તમારે કેમ લગ્ન કરવા છે.
રવિ હસતો હસતો અરે આ કેવો સવાલ
અણમોલ :- હા બોલો બોલો
રવિ :- પણ તમે આમ કેમ પૂછો છો શું તમારે પણ લગ્ન નથી થયા .
અણમોલ :- ના એટલે મારે જ સગાઇ કરવાની છે એટલે પૂછું છું .
રવિ :- ઓહ ઓકે ઓકે પણ આપણે આમ ફોન પાર વાત કરીશું તો શરુ નહિ લાગે તો આપણે મળી શકીયે.
અણમોલ:- ઓહ, કેમ ફોન પાર વાત કરતા શરમ આવે છે. શરુ વાંધો નહિ બોલો ક્યાં મળવું છે.
રવિ :- ક્યાં મળવું છે. હહ્હ્હ એક કામ કરો આપણે કેફેમાં મળીયે ત્યાં ચા સાથે સાથે વાતો કરવામાં શરુ રહેશે
અણમોલ :- ઓકે વાંધો નહિ તો આજે સાંજે 7 વાગે મળીયે
રવિ :- ઓકે ડન
(રવિ નો મૂડ એક દમ શરુ અને સ્મિત વાળું થઇ ગયું હતું. એને ચા ના પૈસા સાથે આજે વેટરને 500 રૂપિયાની ટીપ પણ આપી દીધી હતી. રવિ ત્યાંથી પોતાની ઓફિસ જવા રવાના થઇ જાય છે)
સાંજના 7 વાગવામાં ખાલી 30 મી. વાર હોય છે રવિ એક દમ હીરા જેવો થઈને લોકેશન પર આવી પેલી ફોન વળી છોકરીનો વેઇટ કરે છે.
જો કે છોકરીને આવામાં થોડું લેટ પડી જાય છે.
7:10
અણમોલ પોતાના નવરત્ન પોશાક સાથે કારમાંથી ઉતરે છે અને કેફે તરફ પોતાનું પ્રસ્થાન કરે છે.
અણમોલે રાવીને જોયેલો હોય છે. રજિસ્ટેંશનના ફોટોસ પણ રવિએ અણમોલને નથી જોઈ ..
કેફેમાં જેટલી પણ છોકરી આવે એટલે રાવીને એવું લાગતું કે આ જ હશે પણ રવિ પછે આવા થાયને છોકરી પોતાનો રસ્તો બદલાવી દે છે.
એવાકમાં અણમોલની એન્ટ્રી થાય છે માથે મસ્ત બિંદી, બને કાનોમાં લટકતા લટકણિયાં, આંખોમાં કાજલ અને જીન્સ પેન્ટમાં એની એન્ટ્રી થઇ અને એ રવિ જોડે આવીને ઉભી રહી
અણમોલ :- હેલો રવિ, બેસી શકું
રવિ તો બસ અનમોલ સામું જોઈને એનામાં ખોવાઈ જ જાય છે પછી અનમોલ ચપટી વગાડી રાવીને ઊંઘમાંથી ઉઠાડે છે
રવિ :- હાહા બેસોને
અણમોલ :- કેમ દિવસે પણ સપના આવે છે કે
રવિ :- ના ના એવું કઈ નથી
થોડી વાર માટે બંને મૌન રહે છે ...
રવિ:- શુ લેશો ચા કે કોફી...
અણમોલ:- હું ચા લઈશ
રવિ વેઇટરને બોલાવે છે અને બે ચા મંગાવે છે....
ચા પીતા બંને વાતો કરે છે....
બને એક બીજાના ફ્યુચર વિશે પૂછે છે એક બીજાની પસંદ ના પસંદ વિશે પૂછે છે.
રવિ અનમોલને મળીને ખુશ થઈ ગયો હોય છે. એની વાતો એની અદા માં એ એકદમ ઘેરાઈ ગયો હોય છે. પણ છતાં હુંકારો ભરતો જાય.
રવિ છેલ્લે એક જ વાત કહે છે. કે કદાચ આપના લગ્ન થાય તો મારે બસ તારા સુધી રહેવું છે.
અણમોલ એ વળતો જવાબ આપતા કહ્યું કે ચાલો મારે મોડું થાય છે. .હું જવું છું...
રવિ... ફરી મળશો તો ખરાને...
અણમોલ....કિસ્મતમાં હશે તો જરૂર.
