RJ Ravi Officieel

Others

3  

RJ Ravi Officieel

Others

દુનિયાના પ્રશ્નો

દુનિયાના પ્રશ્નો

3 mins
208


એક છોકરી મમ્મીની જાન, પપ્પાની શાન,

છતાંય દુનિયાના પ્રશ્નોથી છે પરેશાન.

" દુનિયા ના પ્રશ્નો..?"

સપનાઓએ પણ જોઈ શકે છે સાકાર એ પણ કરી શકે છે, બરાબરી એ પણ લઈ શકે છે...પણ એના માટે એને સામનો કરવો પડે છે એક પ્રશ્ન નો કે દુનિયા છું કહેશે...અને વાત બસ માત્ર ત્યાં આવીને જ અટકી જાય છે, યાર જવા દે ને છોકરી છે એ શું કરશે ?

અરે ૧૨ સુધી તો બહુ છે એ આગળ ભણીને શું કરશે ? 

અરે આ પ્રશ્ન તમે કરો છો ? શું તમે આગળ ભણી આઇપીએસ કે પીએસઆઈ ના બની શક્યા એટલે..? અરે એ કદાચ આગળ ભણી તમારાથી આગળ નીકળી જશે એનો ડર તો નથી ને ? કે પછી ગરમાગરમ જમવાનું કોણ બનાવી આપશે એની ચિંતા..? શું નથી ને આ પ્રશ્નોનાં જવાબો...?

અરે રે'વા દે છોકરી છે આ ફિલ્ડમાં ના જ જવાય...

એવું કેમ, તમે પણ જાણો છો કે આજે છોકરીઓ દરેક જગ્યા ઉપર પોતાની ફરજ બજાવી જ રહી છે તો આ સવાલ ક્યાં સુધી વ્યાજબી લાગે છે...કે પછી એ છોકરાઓની બરાબરી કરી શકે એ તમને હજમ નથી થતું ? ફિલ્ડ કંઈ છે એ કંઈ મેટર નથી કરતું, તમારી મેન્ટલીટી જ ત્યાં અટકી રહી છે.

અરે, ટ્રાવેલિંગ આ કેવી રીતે કરશે...? આ પ્રશ્ન કરતા પહેલા વિચાર ન આવ્યો કે અવકાશમાં જનાર પહેલી વ્યક્તિ કલ્પના ચાવલા હતી અને એ પણ એક છોકરી જ હતી ને કેમ..? છોકરીઓ છોકરા સાથે ખભે ખભો મિલાવીને બધું જ કરી શકે છે વાત માત્ર હિંમતથી તમારા આવા નકામા પ્રશ્નોનો સામનો કરવાની જ છે...અને એની સાથે પણ આજે છોકરીઓ આગળ નીકળી જ ગઈ છે.

૩ કલાક નો સફર આ કેમનો કરશે? કેમ ૩૧ દિવસ ૧૪ કલાક અને ૫૪ મિનિટની અંતરિક્ષમાં સફર કરનારી એક છોકરી જ હતી ને...ડર એનામાં નથી હોતો પણ એને લોકો જીવતો કરે છે, બાકી મોત ને સાથે લઈ જનારી એક દીકરીનું સાહસ જ આ બતાવી દે છે કે એક છોકરી ધારે તો કંઈ પણ કરી શકે છે.

મોડેલિંગ તો થાય જ નહિ યાર દુનિયા શું કહેશે ?

પહેરશે એ શોર્ટ કપડાં...નાં યાર બધા લોકો જોશે... આપણા દેશ પર અનપઢ નેતાઓ રાજ કરે છે એના કારણે જ...ના દેશની સ્થિતિ બદલાઈ અને તમારા જેવા આવી નીચી સોચ રાખનાર ના કારણે ના લોકોનો નજરિયો બદલાયો... ટોપ મોડલમાં ભાગ લઈ જીતનાર ભારત દેશ ને પ્રેઝંટ કરનાર મિસ વર્લ્ડ ૧૯૯૪ નો કિતાબ જીતનાર એશ્વર્યા રાય બચન પણ એક છોકરી જ હતી એ પણ કોઈની દીકરી જ હતી...વાત કપડાં ની ના કરો જ્યારે ખરાબી તમારી નજર માં હોય.

 જો એ ૯ તો ૫ ની જોબ કરશે તો આ ઘરનું કામ કોણ કરશે ? બસ આ એકમાત્ર કારણ હોય શકે કે તમે એમને રોકી શકો...અને એક સ્ત્રી કામ સાથે પણ ઘરનું ધ્યાન રાખી શકે છે એ પણ પુરુષથી પણ સારી રીતે બસ એને પરિવારનો સાથ મળવો જોઈએ તો એ સપના પણ સાકાર કરશે અને ઘર પણ...એ જ વાત મિશન મંગળમાં વિદ્યા બાલનના કિરદાર પરથી શીખવા મળે છે.

આટલા બધા પ્રશ્નોનો સામનો કરીને પણ એક સ્ત્રી હવે ઘરની ચાર દિવાલમાં નથી એ જ એની સફળતા છે....માત્ર એટલું જ કહેવા માંગીશ કે સવાલ કરતા પહેલા એને સમજો...અને એક સ્ત્રી ને સફળ થવા માટે કે એના સપનાં પૂરા કરવા માટે એનો પરિવાર એની પડખે ઊભો હોય....અને આ દુનિયાના દરેક પ્રશ્નના જવાબ એ એની સાથે આપી શકે એટલું જ એના માટે કાફી છે...બાકી તમે પણ જાણો છો અને હું પણ કે ના આમની સોચ બદલાશે ના નજરિયો કે ના એમના પ્રશ્નો.


Rate this content
Log in