STORYMIRROR

RJ Ravi Officieel

Others

3  

RJ Ravi Officieel

Others

બસ તારા સુધી

બસ તારા સુધી

4 mins
436

કાર્તિક આજે વહેલો ઘરે આવી ગયો હતો. કાર્તિકને સપના જોવાનો ખૂબ જ શોખ હતો પરંતુ એના સપના પુરા ક્યારે નોહતા થતા કાર્તિક આજે એ શ્રણને યાદ કરતો હતો. એ સમયને યાદ કરતો હતો એના નખરા એની વાતો અને આજે એ દિવસ પર આવીને અટકી ગયો જે દિવસે કાર્તિક અને નાયરા પહેલી વાર મળ્યા હતા. પ્રેમ સંબંધમાં જોડાયા હતા.

આજે નાયરા કાર્તિકના ઓફિસે આવી હતી. નાયરાને જોબની જરૂર હતી. કાર્તિકને બોસે કાર્તિકને તેમના ચેમ્બરમાં બોલાવી કહ્યું, કાર્તિક આ છોકરીને ઓફિસનું કામ સમજાવી દેજે 

નાયરા કાર્તિક જોડે આવીને એનું કામ કરવા લાગી. આમ તો નાયરાને કાર્તિક ઘણા સમયથી જાણતો હતો. એની દરેક વાતો એને ખબર હતી એ શું કરે છે, ક્યાંની છે...બધું જ જાણતો હતો છતાં એ એની સામે અજાણ્યો બનીને રહેતો... બંનેની આંખો એક બીજાને જોતી હતી. એટલામાં કાર્તિકે નાયરા જોડે નમ્બર માંગ્યો 

કામને લઈને નાયરા અને કાર્તિક એકબીજાના નમ્બર અરસપરસ કરે છે. અને બંને થોડી વાર જોબના કામ બાબતે વાતો કરે છે....નાયરા થોડા સમય ઓફિસમાં રહી બાદમાં પોતાના ઘરે જવા નીકળી ગઈ હતી....કાર્તિક પણ નાયરાને મળીને ખુશ થઈ ગયો હતો... એના મનમાં તો અરીજીતસિંગનું સોન્ગ ગુંજવા લાગ્યુ..આજે કાર્તિકને કોઈપણ વસ્તુમાં મન નોહતું લાગતું બસ એતો નાયરાના વિચારોમાં જ પડી ગયો હતો. 

બીજા દિવસની સવાર ઊગી સૂરજ દાદા પણ સમયસર પોતાના કામે વળગી ગયા હતા. કાર્તિક પણ પોતાના સમયે ઊઠીને પોતાની નિત્યક્રિયાઓ પતાવીને નોકરીએ જવા નીકળી ગયો હતો. પણ આજે કાર્તિક કોઈનો ઇંતજાર કરતો હતો. અને એ બીજું કોઈ નહીં પણ નાયરા જ હતી...આજે પહેલો એવો દિવસ કે કાર્તિક કોઈની રાહ જોતો હતો...પણ જેની રાહ જોતો હતો એ હવે ફરી એને ઓફિસે ક્યારે નથી મળવાની કેમ કે નાયરા હવે ઓફિસ નોહતી આવાની.

કાર્તિકના ચહેરા પર દ્રશ્યો એ દિવસે દેખવા લાયક થઈ ગયા હતા કેમ કે જે ચહેરા પર હંમેશા સ્મિત રહેતું એજ ચહેરો આજે નિરાશ હતો. કેમ એતો માત્ર કાર્તિક જ જાણે.....

થોડા દિવસ થોડી થોડી વોટ્સએપ પર વાત થવા લાગી.. કાર્તિક નાયરાને ચાહવા લાગ્યો હતો.આમ તો એ પહેલાથી જ ચાહતો હતો પણ આજ કંઈક અલગ જ ફીલિંગ હતી. સામે નાયરાને પણ એજ ફીલિંગ આવવા લાગી હતી. 

બસ પછી તો બન્ને એકબીજાની સાથે મશગુલ બની ગયા. રોજ વાતો થવા લાગી..બને એક બીજા સાથે ખુશ રહેવા લાગ્યા. 

(વિચારતા વિચારતા કાર્તિકની આંખ લાગી ગઈ અને એ સૂઈ ગયો.)

સવાર પડી વરસાદ પણ મન મૂકીને વરસતો હતો. કાર્તિક પોતાની નિત્યક્રિયાઓ પતાવી. ઓફિસે જવા રવાના થઈ ગયો.. આજ પણ કાર્તિકને એજ હાલ હતા. કામ ઓછું અને વિચારોમાં વધારે ખોવાઈ ગયો હતો. 

કાર્તિક નાયરાના મેસેજની રાહ જોતો હતો. એટલા માં થોડીક જ વારમાં મોબાઇલની રિંગ વાગી. કાર્તિક તરત જ ફોન જોવે છે. એ મેસેજ બીજા કોઈનો નહીં પણ નાયરાનો હતો. બસ પછી તો કલાકો સુધી બંનેની વાતો ચાલી.

બસ પછી તો રોજે બંનેની વાતોમાં વધારો થવા લાગ્યો કાર્તિક સારું ચોઘડિયુ જોઈને નાયરાને પ્રપોઝ પણ કરી દે છે. પણ નાયરાનો જવાબ હા ના આવે છે. પણ પછી જવાબ આપી જ દે છે. 

આજે નાયરાએ પણ કાર્તિકને પ્રપોઝલનો જવાબ આપી જ દીધો. કાર્તિક આ વાત સાંભલી એની ખુશીને રોકી નહતો શકતો. ગમતી વ્યક્તિ મળી જાય તો કોણી ખુશી રૂકવાની...

નાયરા અને કાર્તિક એકબીજાના સાથી બની ગયા હતા. પ્રેમની વાતો અને એ વાતોમાં લાગણીઓનો છલકાવ બંનેની વાતો ધીમે ધીમે આગળ જવા લાગી હતી. પરંતુ આ પ્રેમ વચ્ચે એક એવો શબ્દ આવી ગયો કે આ સંબંધને ફરી નિરાશ કરી ગયો....શંકા

કાર્તિકને નાયરાએ કહ્યું કાર્તિક તું મારો પહેલો પ્રેમ છે. અને આજ સુધી મેં હજુ સુધી કોઈ જોડે આમ પ્રેમ સંબંધમાં નથી જોડાઈ કેમ કે મને ડર લાગે છે આવા સંબંધોથી પણ ખબર નહીં તારા સાથે મને ક્યારે પ્રેમ થઈ ગયો. નાયરા એના રીતે દરેક વાતમાં સત્ય હતી પણ કાર્તિક શંકાશીલ વ્યક્તિ હતો. મતલબ એ રીતે કે કાર્તિક ને નવાઈ લાગી કે આ કઈ રીતે પોસીબલ થઈ શકે....

કાર્તિક વિચારોમાં ખોવાઈ ગયો. ધીમે ધીમે કાર્તિકનો શક વધતો ગયો અને એક બાજુ નાયરા સબૂત પર સબૂત આપતી ગઈ કેમ કે નાયરા સાચી હતો. એનો પ્રેમ સાચો હતો. પણ કાર્તિક નાયરાના પ્રેમને નોહતો સમજી શકતો બસ એને તો શંકા જ જતી. 

આ રીતે ધીમે ધીમે કાર્તિક અને નાયરાને સંબંધમાં નિરાશા વધતી ગઈ. નાયરા પણ કંટાળી ગઈ હતી. પણ એ છતાંય એ કાર્તિક સાથે જ હતી. 

આજે નાયરાના મનમાં કંઈક અલગ જ વિચારો ચાલતા હતા. અને એને નિશ્ચિત કર્યું હતું કે એ હવે કાર્તિકથી દૂર રહેશે...એ માટે કે કાર્તિક હવે ઘણો આગળ વધી ગયો હતો.. 

ક્રમશ:


Rate this content
Log in