બ્રહ્માંડની સફરે
બ્રહ્માંડની સફરે
સમીર અગાશી ઉપર તેની માં ના ખોળામાં માથું રાખી ને આકાશ તરફ જોઈ ને માં ને પ્રશ્ન કરે છે માં,.
આ આકાશ મા શું ચમકે છે, ?
આ આકાશ ની પેલી બાજુ શું છે .. ?
સમીર ની આવી ઉત્સુકતા જોઈ માં એ કીધું ચાલ હું તને આજ આ બ્રહ્માંડની વાર્તા કરું,
બેટા,આપણે અહીં ત્રણ લોક છે.
પાતાળ લોક,ધરતી લોક,અને આકાશ લોક. આપણે જે જગ્યા પર રહીએ છીએ તે,.ધરતી લોક છે બેટા,આપણી નીચે હજારો કિલોમીટર પાતાળ લોક આવેલ છે,.
અને કરોડો કિલોમીટર દૂર આકાશ આવેલ છે,જે બહુ વિશાળ છે બેટા,
બેટા ..સૌથી પહેલા આપણા ખગોલશાસ્ત્રીઓએ આ માહિતી આપી હતી, આપણા પુરાણોમાં પણ આનો ઉલ્લેખ છે બેટા, ભગવાન કૃષ્ણ એ પણ પોતાના મુખમાં પૂરા બ્રહ્માંડના દર્શન કરાવેલ,.
બ્રહ્માંડમાં ઘણી આકાશગંગા આવેલી છે ..આપણી આકાશગંગા નું નામ મંદાકિની છે,
જેમાં 9 ગ્રહ ,કરોડો તારા ,લઘુગ્રહ એવું બધું આવેલ છે,.
જેમાં આપડે બેટા જે ગ્રહ પર રહીએ છીએ તેનું નામ પૃથ્વી છે,આ એક માત્ર એવો ગ્રહ છે ત્યાં જીવન શક્ય છે..બીજા ગ્રહ પર શોધ ચાલે છે જીવનની,
જીવન જીવવા માટે હવા પાણી અને અનુકૂળ વાતાવરણ ની જરૂર પડે જે માત્ર પૃથ્વી પર જ મળી આવેલ છે.
બેટા અત્યારે આપણા વૈજ્ઞાનિકો મશીન મોકલી અને નવી નવી શોધ કરે છે ,.જેમાં આપણા ભારત દેશ નું પણ યોગદાન છે ,
મંગળ મિશન, ચંદ્રયાન મિશન ,એવા મિશન આપણા દેશ દ્વારા મોકલેલા,.અને દેશનું નામ રોશન કરેલ,
માં ની આ વાત સાંભળી ને સમીર પણ ખુશખુશાલ થઇ ગયો અને કીધું હું પણ મોટો વૈજ્ઞાનિક બનીશ અને દેશનું નામ રોશન કરીશ માં.
